સુરતથી ગાંજો લાવ્યાની કબુલાત: એસ.ઓ.જી.એ રૂ.1.04 લાખનો મુદામાલ કબ્જે કર્યો
ગોંડલ નેશનલ હાઈવે પર આવેલા આઈ.ટી.આઈ. પાસેથી એસ.ઓ.જી.એ રૂ.1 લાખની કિંમતનો 10કિલો ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી ગાંજો, રોકડ અને મોબાઈલ મળી રૂ.1.04 લાખનો મુદામાલ કબ્જે કરી વિશેષ પૂછપરછ હાથ ધરી છે.
વધુ વિગત મુજબ રાજકોટ જિલ્લામાં નશીલા પદાર્થનાં ગેરકાયદે વેચાણને ડામી દેવા જિલ્લા પોલીસ વડા બલરામ મીણા આપેલી સુચનાને પગલે એસ.ઓ.જી.નાં પી.આઈ.એ.આર. ગોહિલ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે ગોંડલના નાનીબજાર ગુંદાળા શેરીમાં રહેતો સોયબ અશરફ તેલી નામનો શખ્સ ગાંજાના જથ્થા સાથે ગોંડલ આવી રહ્યાની પીએસઆઈ એચ.એમ. રાણાને મળેલીબાતમીનાં આધારે ગોંડલ શ્રી રામ દ્વાર પાસે વોંચ ગોઠવી હતી.
વોચ દરમિયાન શંકાસ્પદ હાલતમાં જણાતા સોયબ તેલી નામનો શખ્સની અટકાયત કરી તલાશી લેતા રૂ.1 લાખની કિંમતનો 10 કિલો ગાંજા સાથે ધરપકડ કરી રોકડ સહિત રૂ.1.04 લાખનો મુદામાલ કબ્જે કરી ઝડપાયેલા સોયબ તેલીની પ્રાથમિક પૂછપરછમાં સુરતથી ગાંજાનો જથ્થો લઈને આવ્યો હતો.
કોને આપવાનો હતો તે મુદે વધુ તપાસ એલસીબીનાં પીએસઆઈ વી.એમ કોલાદરા સહિતના સ્ટાફ ચલાવી રહ્યા છે.