બે દિવસ પહેલા રાનજી ટ્રોફી મેચમાં 72 રન ફટકાર્યા હતા: સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને અવિ બારોટના નિધન પર શોક વ્યક્ત કર્યો

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના યુવા ક્રિકેટર અવિ બારોટનું નિધન થયું છે. અવિનું હાર્ટ એટેકેના કારણે મોડી રાતે નિધન થયું. અવિ બારોટ બેટ્સમેન અને વિકેટ કિપર હતા. તેમના નિધન પર સૌરાષ્ટ્રના ક્રિકેટરોએ શ્રદ્ધાંજલિ પાઠવી છે.

અવિ બારોટે બે દિવસ પહેલા ગુજરાત સામેની રણજીટ્રોફીમાં ૪૫ બોલમાં ૭૨ રન ફટકાર્યા હતા. આ વર્ષે સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં ૩૮ બોલમાં ૧૨૨ રન ફટકાર્યા હતા. અવિ બારોટના નિધનથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને શોક વ્યક્ત કર્યો છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિએશનનાના ચેરમેન જયદેવ શાહે અવિ બારોટને શ્રધ્ધાંજલિ આપી છે.

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવ શાહે અવી બારોટના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, આ ખૂબ જ આઘાતજનક અને દુ:ખદ સમાચાર છે. જેની પાસે અદભૂત ક્રિકેટ કુશળતા હતી. તાજેતરમાં રમાયેલી તમામ ડોમેસ્ટિક મેચોમાં બારોટનું પ્રદર્શન અદભૂત હતું. તે એક સારો વ્યક્તિ અને મિત્ર હતો. તેમના અચાનક અવસાનથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સાથે સંકળાયેલા દરેકને ભારે દુ: ખ થયું છે.

અવી બારોટની કારકિર્દી

અવી બારોટ વિકેટકીપર અને જમણા હાથના બેટ્સમેન હતા. તેમણે પોતાની કારકિર્દીમાં 38 ફર્સ્ટ ક્લાસ મેચ, 38 લિસ્ટ એ મેચ અને 20 ડોમેસ્ટિક ટી 20 મેચ રમી હતી. તેણે પોતાની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીમાં 1547 રન બનાવ્યા હતા. જ્યારે લિસ્ટ એ મેચમાં 1030 રન અને સ્થાનિક ટી -20 માં 717 રન બનાવ્યા હતા.

જ્યારે સૌરાષ્ટ્રએ 2019-20 સિઝનમાં બંગાળને હરાવીને રણજી ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો, ત્યારે અવી બારોટ તેનો એક ભાગ હતો. સૌરાષ્ટ્ર માટે, તેમણે 21 રણજી ટ્રોફી મેચ, 17 લિસ્ટ એ મેચ અને 11 ડોમેસ્ટિક ટી 20 મેચ રમી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.