ભૂતવડમાં પશુ ઉછેર કેન્દ્ર ખાતે ફ્રોઝન સિમેન સ્ટેશનનું ખાતમુહૂર્ત
ગુજરાત પશુધન વિકાસ બોર્ડ ગાંધીનગર હસ્તકના ભુતવડ પશુ ઉછેર કેન્દ્ર ખાતે પાણી પુરવઠા તેમજ પશુપાલન, ગૌસંવર્ધન વિભાગના કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા તથા પુરવઠા મંત્રી જયેશભાઈ રાદડીયાના વરદ હસ્તે ફ્રોઝન સિમેન સ્ટેશનનો શિલાન્યાસ કરવામાં આવ્યો. આ તકે મંત્રી જયેશભાઈ રાદડિયાએ જણાવેલ કે સહકારી માળખામાં સોનામાં સુગંધ ભળે તેવો પ્રસંગ છે. અંદાજે ૧૬ કરોડના ખર્ચે નિર્માણ પામનાર આ કેન્દ્ર દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રને પશુપાલન અને દુધ ઉત્પાદન ક્ષેત્રે વધુને વધુ લાભ મળશે. રાજયના અંતરીયાળ પ્રદેશોમાં ગાય અને ભેંસમાં વૈજ્ઞાનિક સંવર્ધનને પ્રોત્સાહન મળશે. ઉપરાંત અતિ ઉચ્ચ ગુણવતાવાળા આંતરરાષ્ટ્રીય માનકો મુજબના ઉત્પાદન કરીને કૃત્રિમ બીજદાન દ્વારા શુઘ્ધ સંવર્ધન કરી દુધ ઉત્પાદન વધારવા તેમજ વધુને વધુ પશુઓને કૃત્રિમ બિજદાન હેઠળ આવરીને થીજવેલ બીજની જ‚રીયાતને પહોંચી વળવા માટે રાજય સરકારે આ હોઝન સિમેન્ટ સ્ટેશન મંજુર કરેલ છે. આ પ્રસંગે બાબુભાઈ બોખીરીયા, ડો.હિનાબેન પટેલ, ડો.એસ.મુરલી ક્રિષ્ના વગેરે ઉપસ્થિત રહ્યા હતા.