ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં બે ડિગ્રી તેવી સંભાવનાસુધીનો ઘટાડો થાય તેવી સંભાવના
દેશના કેટલાક રાજયોમાં હળવા વરસાદી ઝાપટાની હવામાન વિભાગ દ્વારા આગાહી
સૌરાષ્ટ્રમાં હિટવેવ અને કાળઝાળ બફારાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. મોટાભાગના સ્ળોને યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. આગામી ૨ દિવસમાં ગરમીનું જોર ઓછુ થશે એવી અપેક્ષા છે. આગામી અઠવાડિયે સૌરાષ્ટ્રને ગરમીી રાહત થશે તેવું હવામાન ખાતાની આગાહીથી ફલીત થઈ રહ્યું છે.
સૌરાષ્ટ્રમાં પવનની દિશા ઉત્તર-પશ્ર્ચિમની રહેતા રણપ્રદેશી ગરમ પવન ફૂંકાઈ રહ્યો છે. હાલ હવામાન ખાતા અનુસાર સૌરાષ્ટ્રમાં હિટવેવ પ્રવર્તી રહી છે. આજે સરેરાશ કરતા તાપમાન ઉંચુ રહે તેવી સંભાવના છે. અલબત આવતા બે દિવસમાં ૧ થી ૨ ડિગ્રી પારો ઓછો ઈ જાય તેવી આશા સેવવામાં આવી રહી છે. ગઈકાલે જૂનાગઢ, અમરેલી તેમજ સુરેન્દ્રનગરનું મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રી નજીક રહ્યું હતું. આજે રાજકોટમાં મહત્તમ તાપમાન ૪૦.૯ ડિગ્રી છે જે બપોર સુધીમાં વધી જશે તેવી સંભાવના છે. ભાવનગર અને દિવમાં ૪૦ ડિગ્રી તા પોરબંદરમાં ૩૭ ડિગ્રી નજીક તાપ અનુભવાઈ રહ્યો છે.
ભઠીમાં શેકાતા સૌરાષ્ટ્રને આગામી અઠવાડિયાી ગરમીમાં રાહત શે તેવું માનવામાં આવે છે. જો કે, બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ સહિતના ર્નો ભારતના રાજયમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે હિમાલયના ઠંડા પવનોની અસર ર્નો ઈન્ડિયા પર જોવા મળશે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, રાજસન અને ઉત્તરપ્રદેશમાં ઠંડા પવનો ફૂંકાઈ તેવી ધારણા છે. વેસ્ટર્ન ડિસ્ટબન્સનો થોડો પ્રભાવ સૌરાષ્ટ્ર ઉપર પણ જોવા મળશે જેના પરિણામે આવતા અઠવાડિયે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં કાળઝાળ ગરમીમાંથી લોકોને રાહત મળે તેવી ધારણા છે. સરેરાશ તાપમાન ૨ ડિગ્રી સુધી ઘટી જાય તેવું અનુમાન રાખવામાં આવી રહ્યું છે. હાલ ગુજરાતમાં હિટવેવના કારણે અનેક લોકોની તબીયત ઉપર અસર થતી જોવા મળી રહી છે. ગરમીના કારણે તબીયત લડવાના કેસમાં વધારો થઈ રહ્યો છે. હોસ્પિટલોમાં આવા દર્દીઓ ઉભરાઈ રહ્યાં છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com