૪૪ બોગસ રિસીપ્ટ કબ્જે કરાઇ: આરોપીના ૪ દિવસના રિમાન્ડ મંજુર
જુનાગઢ ફરી એક વખત પરિક્ષા કૌભાંડના ધણધનીયું છે, અને કેશોદ પંથકના બે શખ્સો દ્વારા નબળા વિદ્યાર્થીઓ માટે હોશિયાર વિદ્યાર્થીઓની વ્યવસ્થા કરી દઈ જુનાગઢ ના એક શખ્સ મારફત ડુપ્લીકેટ પરીક્ષાની પ્રવેશ પત્રિકાઓ બનાવી પાસ કરાવવાનું મસમોટુ કૌભાંડ જૂનાગઢની એસ.ઓ.જી.એ પકડી પાડી ૩ કારસ્તાનબાજોને પોલીસે પકડી પાડતાં સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે અને જૂનાગઢનું વર્ષો પછી ફરી એક વખત નામ શિક્ષણ ક્ષેત્રે બદનામ થવા પામ્યું છે.
આ અંગે જિલ્લા પોલીસ વાળા સૌરભ સિંઘ દ્વારા યોજાયેલ પત્રકાર પરિષદમાં મળેલી વિગતો મુજબ આજથી શરૂ થનાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવામાં આવતી ધોરણ-૧૦ તથા ૧૨ ની પરીક્ષામાં વિદ્યાર્થીઓને સારા માર્કથી પાસ કરાવવા માટે પરીક્ષામાં બેસવા માટે શીક્ષણ બોર્ડ તરફથી આપવામાં આવતી રીસીપ્ટ તેમજ વિદ્યાર્થીઓ પાસેથી મસમોટી રકમ મેળવી કેશોદ પંથકના શખ્સો રણજીત ગઢવી તથા પ્રવિણ સોલંકિ અસલી રીસિપ્ટ જૂનાગઢના દોલતરાના રાજેશ ગુજરાતીને આપતા રાજેશ ગુજરાતી રીસીપ્ટ ઉપર આવેલ ઓરીજન્લ ફોટો તથા શાળાનો સિક્કો હોય તેમાં વિદ્યાર્થીના ફોટાની જગ્યાએ પરીક્ષા આપવા જનાર ડમી વિદ્યાર્થીના ફોટાનું એડીટીંગ તેમજ સ્કેનીંગ કરી ઓરીજન્લ જેવી જ રીસીપ્ટ બનાવી અને તેમાં જરૂરી શાળાનો સિકકો તેમની પાસે રહેલ મશીન વડે બનાવી લગાવી અને પરીક્ષામાં ડમી વિદ્યાર્થીઓને બેસાડી પરીક્ષા અપાવી વિદ્યાર્થીઓને પાસ કરાવવાનું કારસ્તાન કરતા હોવાના કાળા કામાનું મસમોટું કૌભાંડ જુનાગઢ એસ.ઓ.જી.એ ગઈકાલે પકડી પાડ્યું હતું.
ગઇ કાલ તા.૦૪/૦૩/૨૦૨૦ના રોજ એસ.ઓ.જી. ઇ.ચા પો.ઇન્સ. જે.એમ.વાળાને બાતમી મળેલ કે, જૂનાગઢ, દોલતપરા, શાંતેશ્ર્વર મંદિરની પાછળ રહેતો રાજેશભાઇ ડાયાભાઇ ગુજરાતી પોતાના રહેણાંક મકાને આગામી ધોરણ-૧૦ તથા ૧૨ ની વાર્ષિક પરીક્ષાની ડુપ્લીકેટ રીસીપ્ટો બનાવે છે. જેથી સદરહુ જગ્યાએ એસઓજી ટીમે રાજેશભાઇ ડાયાભાઇ ગુજરાતીીના ઘરે જઈ તેમના ઘરની ઝડતી કરતા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ પરીક્ષા-માર્ચ ૨૦૨૦ની પ્રવેશપત્રની રીસીપ્ટો મળી આવી હતી આ બાબતે એસ.ઓ.જી ટીમને હાજર મળી આવેલ રાજેશભાઇ ડાયાભાઇ ગુજરાતીની એસઓજી. એ પૂછપરછ કરતા તેને કેશોદનો રણજીત ગઢવી તથા કેશોદના બામણાસા ગામનો પ્રવિણ સોલંકિ વિદ્યાર્થીઓની ઓરીજન્લ રીસીપ્ટો આપી જાય છે તેમજ જે પરીક્ષામાં બેસવાના હોય એ ડમી વિદ્યાર્થીના ફોટાઓ પણ આપે છે તે મુજબ સ્કેનર અને ઝેરોક્ષ વડે ડુપ્લીકેટ રીસીપ્ટ બનાવી અને તેમાં જરૂરી સ્કુલના બનાવટી રબર સ્ટેમ્પ બનાવી તેમાં સહી સિકકા કરી અને રણજીતભાઇ ગઢવી તથા પ્રવિણભાઇ સોલંકિને આપું છું. અને આ બંન્ને એક રીસીપ્ટ બનાવવાના રૂ. ૩૦૦૦ આપે છે. તેવી કબૂલાત આપી હતી.
એસ.ઓ.જી. એ દોલતપરાના રાજેશ ડાયાભાઇ ગુજરાતીની તુરત અટક કરી લેપટોપ, પ્રિન્ટર, સ્ક્રેનર તેમજ ઝેરોક્ષ મશીન, સ્ટેમ્પ બનવવાનું મશીન, અલગ અલગ અલગ સ્કુલ, પ્રિન્સીપાલ વિગેરેના તૈયાર કરેલ રબર સ્ટેમ્પના ટુકડાઓ, કુલ-૪૪ વિદ્યાર્થીઓની ઓરીજન્લ, બનાવટી તેમજ ઝેરોક્ષ રીસીપ્ટ મળી કુલ મુદામાલની કિ.રૂ.૪૫,૨૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો.
આ અંગે એસ.ઓ.જી.એ કુલ ૪૭ શખ્સો સામે ગુન્હો નોંધાવ્યો છે, તથા આ કારસ્તાનમા દોલતપરાના રાજેશ ડાયાભાઇ ગુજરાતી, કોડીનાર તાલુકાના ભીમદેવળના રાણા હક્કાભાઇ ટાપરીયા કેેેશોદના બામણાસા ઘેડના પ્રવિણ પુંજાભાઇ સોલંકીની ધરપકડ કરવામાં આવી છે અને તેમના ૪ દિવસના રિમાન્ડ મેળવેલ છે, જો કે આ પ્રકરણના મુખ્ય ભેજાબાજ કેશોદના રણજીત ગઢવી તેમજ મળી આવેલ ઓરીજન્લ, ડુપ્લીકેટ તેમજ ઝેરોક્ષના રીસીપ્ટ ધારકો ને પકડી પાડવા માટે તજવીજ હાથ ધરાઇ છે
આ કામગીરીમાં એસ.ઓ.જી.ના ઇ.ચા. પો.ઇન્સ. જે.એમ.વાળા તથા પો.હેડ કોન્સ. મહેન્દ્રભાઇ કુવાડીયા તથા સામતભાઇ બારીયા, રાજેશભાઇ ઉપાધ્યાય, પુંજાભાઇ ભારાઇ, કિશોરભાઇ નિમાવત પો.કોન્સ. મહેન્દ્રભાઇ દાનાભાઇ તથા અનિરૂધ્ધ ચાંપરાજભાઇ, મજીદખાન પઠાણ, ભરતસિંહ સિંધવ તથા ડ્રા. પો.કોન્સ. બાબુભાઇ નાથાભાઇ તથા ડ્રા. પો.કોન્સ. જયેશભાઇ બકોત્રા જોડાયા હતા.
રાજકોટમાં ધોરણ ૧૨ ની પરીક્ષામાં ડમી વિદ્યાર્થી ઝડપાયો
૮ વખત નાપાસ થયેલા યુવાનને બદલે આકોલવાડીનો શખ્સ પરીક્ષા આપતો પકડાયો
રાજકોટ સહિત રાજ્યભરમાં ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. ત્યારે શહેરમાં રહેતો યુવાન ધો.૧૨ માં ૮ વખત નાપાસ થતા કાલાવડ રોડ પર આવેલી પરીમલ સ્કુલમાં વિદ્યાર્થીને બદલે તાલાળાના આકોલવાડીનો શખ્સ પરીક્ષા આપતા ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ વિગત મુજબ શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર કીડવાઈનગરમાં રહેતો મીહીર હસમુખ ચૌહાણ નામના ધો.૧૨ માં ભણતા વિદ્યાર્થીને બદલે મુળ તાલાળાના આકોલવાડી ગામનો અને હાલ સોમનાથ સોસા.માં રહેતો સંજય મનસુખ કલસરીયા કાલાવડ રોડ પર આવેલી પરીમલ સ્કુલમાં પરીક્ષા આપી રહ્યાની તાલુકા પોલીસ મથકના સ્ટાફને જાણ થતા દોડી જઈ સંજય કલસરીયાની ધરપકડ કરી પ્રાથમીક તપાસમાં મીહીર ચૌહાણને બદલે સંજય કલસરીયા પરીક્ષા આપી રહ્યાનુ તેમજ મીહીર ચૌહાણ ૮ વખત નાપાસ થયો હતો.