સૌરાષ્ટ્રમાં ઘણા લાંબા વિરામ બાદ ગતરોજ મેઘકૃપા વરસી હતી. જેથી લોકોના હૈયે હરખની હેલી જોવા મળી હતી. સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
કોડીનાર, સુત્રાપાડા, વેરાવળ, ગારીયાધાર, ધારી, માંગરોળ અને ગોંડલની તસવીરો અહીં જોઈ શકાય છે. અગાઉ ઉનાળા જેવો માહોલ હતો. ત્યાં ભાદરવાની શરૂઆતમાં જ અચાનક જ મેઘરાજા અનરાધાર વરસ્યા હતા.
જેને કારણે આ નગરોમાં નદી નાળા અને રોડ રસ્તા ઉપર પાણી પાણી થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણા સમયથી મેઘરાજાની આતુરતાપૂર્વક રાહ જોવાય રહી હતી. પણ હવે અંતે મેઘરાજાની કૃપા વરસી છે.