Table of Contents

ફેબ્રુઆરીમાં યોજાનારા સૌરાષ્ટ્ર  વેપાર ઉદ્યોગ મહામંડળના  જાજરમાન આયોજનમાં 150થી  વધુ દેશો સહભાગી બનશે!!!

ઝિમ્બાબ્વેના ખાણ-ખનીજના ડે.મિનિસ્ટર રાજકોટ ખાતે યોજાયેલી સમિટમાં ઉપસ્થિત રહ્યા!!!

રોમટીરીયલ, સસ્તા લેબર ધરાવતા ઝિમ્બાબાવે સૌરાષ્ટ્રને આવકારવા તત્પર

વ્યાપાર માટે બને દેશો માટે સરકાર દરેક ડગલે અને પગલે સાથે છે અને રહેશે: સ્વાતિ અગરવાલ

સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો માટે સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ છેલ્લા અનેક વર્ષોથી કાર્ય કરી રહ્યું છે. ત્યારે સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોને વ્યાપાર કરવાની ઉત્તમ તક મળે તેમાટે સંસ્થા હરહંમેશ કટિબદ્ધ છે.  આ વાતને ધ્યાને લઈ ફરી એકવખત રાજકોટના આંગણે ગલોકલ ટ્રેડ એક્સચેન્જ પ્લેટફોર્મનું આયોજન કરવામાં આવેલું છે. જેમાં આફ્રિકા ખંડના વિવિધ દેશોના પ્રતિનિધિ હાજર રહ્યા હતા. જેમાં ઝિમ્બાબ્વે દેશના ખાણ ખનીજ ના ડેપ્યુટી મિનિસ્ટર પણ ઉપસ્થિત રહ્યા હતા. એટલું જ નહીં રિપબ્લિક્ધટ કોંગોના એમ્બેસી પણ હાજર રહ્યા હતા. બીજી તરફ કેન્દ્ર સરકારના એમએસએ ની વિભાગના અધિકારીઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહી સરકારના સ્વપ્ન અને તેમના લક્ષ્યને આફ્રિકન દેશોના પ્રતિનિધિ સાથે શેર પણ કર્યા હતા.

સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રેસિડેન્ટ પરાગભાઈ તેજુરા સ્પષ્ટ જણાવ્યું હતું કે તેમની સંસ્થાનો એકમાત્ર લક્ષ્ય છે કે વિદેશના દેશોને સૌરાષ્ટ્ર અને ભારતમાં વ્યાપાર અર્થે હટાણું કરવા બોલાવવા અને સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોને વધુને વધુ વ્યાપાર મળે અને તેઓની આર્થિક ઉન્નતિ થાય તે માટે દરેક પ્રકારના પગલાઓ લેવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે રાજકોટ ખાતે આંતરરાષ્ટ્રીય બિઝનેસ મીટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આફ્રિકન દેશોના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા એટલું જ નહીં તેઓ આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને રાજકોટના વિવિધ ઉદ્યોગોની પણ મુલાકાત લેશે અને તેમના દેશમાં કયા પ્રકારના પ્રોસ્પેક્ટસ એટલે કે તક ઉદભવિત થયેલી છે તેમની પણ ચર્ચા વિચારણા ઉદ્યોગકારો સાથે કરશે. ભાઈ તેજુરાઇ જણાવ્યું હતું કે ફેબ્રુઆરીમાં આયોજિત થનાર એસ.વી.એમ મેળામાં 150 થી વધુ દેશો સહભાગી થવાના છે. રાષ્ટ્રના ઉપયોગકારો માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

ઝિમ્બાબાવે સૌરાષ્ટ્ર સાથે દ્વિપક્ષીય કરારો કરી ઉદ્યોગ વિકસાવવા સજ્જ: ડો.પી.કામબામુરા

ઝિમ્બાબાવેના ખાણ-ખનીજ વિભાગના ડેપ્યુટી મિનિસ્ટર ડો. પી.કામબામુરાએ જણાવ્યું હતું કે, ઝીમ્બાબ્વે સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો સાથે દ્વિપક્ષીય કરારો કરી ઉદ્યોગને વિકસાવવા માટે સજ્જ છે. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે સિમ્બાબ્વેમાં જમીનની સાથોસાથ જે લેબરો છે તે પણ સસ્તા છે માટે તેઓ ખૂબ સારી રીતે ઉદ્યોગને વિકસાવવા માટે અસર કરતા સાબિત થશે. બીજી તરફ તેઓએ ઉમેર્યું હતું કે સૌરાષ્ટ્રના લોકો ખમીર બનતા છે અને ઉદ્યોગ સાથે જોડાયેલા છે જો આ ઉપયોગકારો ઝિમ્બાબ્વેમાં રોકાણ કરે તો તેઓ તેમના ઉદ્યોગનો પણ વિકાસ કરી શકશે અને ઝિમ્બાબ્વેની અર્થ વ્યવસ્થા પણ ઘણા ખરા અંશે સુધરશે.

કોંગો કુદરતી સંપત્તિથી સુસજ્જ દેશ છે: સૈરિક ગનવાલા

રિપબ્લિકન કોંગોના એમ્બેસી સૈરિક ગનવાલાએ કોંગો વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે ઉદ્યોગ માટે જરૂરિયાત મુજબની તમામ ચીજ વસ્તુઓથી રિપબ્લિક્ધટ કોંગ છે જેથી દરેક ઉદ્યોગકારો કે જે કોંગોમાં રોકાણ કરવા માંગતા હોય તેઓએ આ દેશનો ખૂબ સારી રીતે ઉપયોગ કરવો જોઈએ. બીજી તરફ સૌથી મોટી વાત તેઓએ એ પણ જણાવી હતી કે હાલ ઝિમ્બાબ્વે અને રિપબ્લિકન કોંગો અનેકવિધ રીતે સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો માટે નીતિ નિયમો હળવા બનાવી રહી છે અને તેમને અનુકૂળ વાતાવરણ રહે તે દિશામાં જ તેમના દરેક નીતિ નિયમો હાલ બની રહ્યા છે. માટે તેઓએ જણાવ્યું હતું કે તેમની રાજકોટની મુલાકાત અનેકવિધ રીતે સૌરાષ્ટ્ર અને કોંગો માટે અસર કરતા સાબિત થશે.

આફ્રિકન દેશોમાં લઘુ ઉદ્યોગો સ્થાપવા માટે સૌરાષ્ટ્રના ઉદ્યોગ માટે ઉત્તમ તક: પરાગ તેજુરા

સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળના પરાગભાઈ તેજુરાએ જણાવ્યું હતું કે આફ્રિકન દેશોમાં લઘુ ઉદ્યોગો સ્થાપવા માટે સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો પાસે એક ઉત્તમ તક રહેલી છે ત્યારે જે બિઝનેસ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં આફ્રિકન દેશના ડેલીગેટ સૌરાષ્ટ્ર અને રાજકોટની વિવિધ ઇન્ડસ્ટ્રીની મુલાકાત લેશે અને ભવિષ્યમાં કઈ રીતે ઉદ્યોગોને વધુ વિકસિત કરી શકાય અને બંને દેશો વચ્ચે ઉદ્યોગમાં ભાગીદારીતા કેવી રીતે સાધી શકાય તે માટે કાર્ય હાથ ધરવામાં આવશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં પણ અનેકવિધ સારી ચીજ વસ્તુઓ છે જેનાથી આફ્રિકન દેશોનો પણ વિકાસ શક્ય બનશે અને એટલું જ નહીં હવે આફ્રિકન દેશોને ચાઇના ઉપરથી ભરોસો પણ ઉઠી ગયો છે ત્યારે ભારત એકમાત્ર વિકલ્પ છે અને ભરોસાપાત્ર દેશ છે. સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોએ આ તકને એન્કેશ કરવી જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.