બી.કોમ., બી.બી.એ., બી.એસ.સી., એલ.એલ.બી. સહિતના ૧૬૦થી વધુ પરીક્ષા કેન્દ્રો ઉપર ૫૯૮૯૪ વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આજથી બીજા તબક્કાની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન ૧૬૦થી વધુ પરીક્ષા કેન્દ્રોમાં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં આજે બી.કોમ., બી.બી.એ., બી.એસ.સી., અને એલ.એલ.બી. સહિત ૫૯ હજારથી પણ વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં આજે પ્રથમ દિવસે બી.કોમ.માં અંગ્રેજીનું પેપર અને બી.બી.એ.માં કોમ્યુનિકેશન સ્કીલનું પેપર લેવામાં આવ્યું હતું.
પ્રથમ તબક્કાની જેમ બીજા તબક્કામાં પણ ચોરીનું દુષણ ઘટે તે માટે તમામ પરીક્ષા કેન્દ્રો પર ઓબ્ઝર્વરો ખડેપગે રહ્યા હતા અને તમામ ૧૬૦ જેટલા પરીક્ષા કેન્દ્રોના સીસીટીવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કંટ્રોલરૂમ ખાતે મોનીટરિંગ કરવામાં આવ્યું હતું.
બીજા તબક્કાની પરીક્ષામાં આજે પ્રથમ દિવસે શાંતિપૂર્ણ માહોલમાં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તમામ પરીક્ષા કેન્દ્રો પર ઓબ્ઝર્વરો પણ હાજર રહ્યા હતા. બીજા તબક્કાની પરીક્ષામાં બી.એ. બી.એડ. સેમ-૪ના ૫૭, બી.એ. બી.એડ. સેમ-૪ રેગ્યુલરના ૧૨૩૬૦, બી.એ. સેમ-૪ના એકસ્ટર્નલના ૫૫૧૭, બી.એ. હોમસાયન્સ સેમ-૪ના ૨૦, બી.એ. એલએલબી સેમ-૩ના ૫, બી.એ. એલએલબી સેમ-૫ના ૧૯, બીબીએ સેમ-૪ના ૩૫૬૫,બીસીએ સેમ-૪ના ૩૦૫૫, બી.કોમ. સેમ-૪ના ૨૨૮૯૦, બી.કોમ. સેમ-૪ એકસ્ટર્નલના ૨૨૮૦, બીએસસી સેમ-૪ના ૭૧૩૬, બી.એસ.સી. હોમસાયન્સ સેમ-૨ના ૨૫૭, બી.એસ.સી. આઇટી સેમ-૪ના ૨૧૧, એલએલબી સેમ-૨ના ૨૧૮૬, એમબીએ સેમ-૪ના ૧૮ અને એમફીલ સેમ-૨ના ૪ વિદ્યાર્થીઓ સહિત બીજા તબક્કામાં ૫૯૮૯૪ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે.