આર્ટ્સની 3 અને કોમર્સની આવી માત્ર 10કંપની: બપોર સુધીમાં ઓછી કંપની આવતા અનેક વિદ્યાર્થીઓને થયો ધર્મનો ધક્કો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત રાજ્યમાં 23 કેન્દ્ર પર મેગા પ્લેસમેન્ટ ફેર યોજાઇ રહ્યો છે. જોકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્લેસમેન્ટ ફેરના પ્રથમ દિવસની જેમ આજે બીજો દિવસ પણ ફેલ રહ્યો હતો.  યુવાનોને નોકરી આપવા માટે આર્ટ્સ ફેકલ્ટીની માત્ર 3 અને કોમર્સ ફેકલ્ટીની માત્ર 10 જેટલી જ કંપની આવતા વિદ્યાર્થીઓને હતાશ થઈ ખાલી હાથે પરત જવું પડ્યું હતું. કોમર્સની કેટલીક કંપનીનાના પ્રીતિનિધીઓ 9ને બદલે 11 વાગ્યે પહોંચ્યા હતા જેને લીધે વિદ્યાર્થીઓને ભારે હેરાનગતિ ભોગવવી પડી હતી.
IMG 20190212 WA0062
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા અમદાવાદ કે.સિ.જીના ઊપક્રમે રાજકોટ અને મોરબી જિલ્લા ના વિદ્યાર્થીઓ માટે મેગા પ્લેસમેન્ટ ફેર યોજાયો હતો. જેમાં યુનિવર્સિટીના ઇન્ડોર સ્ટેડિયમમાં માત્ર 9 કોમર્શિયલ કંપનીઓ રોજગાર વાંચ્છુકોને નોકરી આપવા આવવની હજી પરંતુ તેમાંથી માત્ર 10 કંપનીઓ બપોર સુધી આવી હતી. કેટલીક કંપની 9 વાગ્યા ને બદલે 11વાગ્યે પહોંચી હતી જેને લીધે વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યુ માટે 2 કલાક સુધી રાહ જોઈ બેસી રહેવું પડયું હતું.
IMG 20190212 WA0063
રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, સવારે 8 વાગ્યાથી અહીં પહોંચી ગયા હતા પરંતુ જે કંપની અમારું ઇન્ટરવ્યુ લેવા આવવાની હતી તે કંપનીના પ્રતિનિધિ 11 વાગ્યે પહોંચ્યા હતા ભૂખ્યા પેટે કલકોથી અમો હેરાન થઈ રહ્યા છી પણ અહીં અમારું કોઈ  સાંભળવા વાળું નથી. અહીં કંપનીને બદલે દુકાનો અને કારખાનાના પ્રતિનિધિ નોકરી આપવા માટે આવ્યા છે .પ્રતિષ્ઠિત કંપનીઓ આવી નથી અને ખાસ તો આર્ટ્સ ફેકલટીની માત્ર 3 જ કંપની આવતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા અને નોકરી મેળવ્યા વિના જ પરત ફર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.