બી.કોમ, બી.બી.એ, બી.સી.એ, બી.એડ, એમ.બી.એ, એમ.કોમ સહિતના જુદા જુદા કોર્ષની તબકકાવાર પરીક્ષા લેવાશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આગામી પરીકાઓના સંચાલનના સંદર્ભમાં સંલગ્ન કોલેજોના પ્રિન્સીપાલોની બેઠક થોડા દિવસ પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં યોજાયેલ હતી. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વર્ષના કેલેન્ડર બાબતે ચર્ચા કરવામાં આવેલ હતી. જેમાં યુજી અને પીજીનો તારીખો નિયત કરવામાં આવી હતી. જેમાં ઓકટોબરથી ડિસેમ્બર માસની પરિક્ષાનો કાર્યક્રમ તબકકાવાર જાહેર થઈ ગયો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ૬ તબકકામાં પરિક્ષાઓ જાહેર કરવામાં આવી છે. જેમાં પ્રથમ તબકકો ૫/૧૦/૨૦૧૭ થી બીજો તબકકો ૨૮/૧૦/૨૦૧૭થી, ત્રીજો તબકકો ૧૧/૧૧/૨૦૧૭થી, ચોથો તબકકો ૨૩/૧૧/૨૦૧૭થી, પાંચમો તબકકો ૩૦/૧૧/૨૦૧૭થી, છઠ્ઠો તબકકો ૯/૧૨/૨૦૧૭થી, સાતમો તબકકો ૨૬/૧૨/૨૦૧૭થી અને આઠમો તબકકો ૨/૧/૨૦૧૮થી તબકકાવાર પરિક્ષા લેવાશે.
પ્રથમ તબકકાની પરીક્ષા ૫/૧૦/૧૭થી શ‚ થશે. જેમાં બી.એ. સેમ-૫, બી.એ. (હોમ સાયન્સ) સેમ-૫, બી.બી.એ. સેમ-૫, બી.સી.એ સેમ-૫, બી.કોમ. સેમ-૫, બી.એચ.ટી.એમ સેમ-૫-૭, બી.જી.એમ.સી સેમ.૧-૨, બી.આર. એસ. સેમ-૫, બી.એસ. ડબલ્યુ સેમ ૩-૫ એમ.જે.એમ.સી. સેમ- ૧-૨, પીજીડીસીએ સેમ ૧-૨, પીજીડીએમસી સેમ-૧-૨ની પરિક્ષા લેવાશે.
બીજા તબકકામાં બી.એ. સેમ-૩, બી.એ. (એલએલબી) સેમ-૬, બી.એસ.સી (હોમ સાયન્સ) સેમ-૧, બી.એસ.ડબલ્યુ સેમ-૧ તેમજ એલ.એલ.બી. સેમ-૧ સહિતની પરીક્ષા લેવાશે.
ત્રીજા તબકકામાં બી.એડ સેમ-૧, બી.એ. સેમ-૧, બી.કોમ. સેમ-૧, બી.એસ.સી. સેમ-૧-૩, એમ.સી.એ. સેમ-૩, એમ.એસ.સી. સેમ ૧-૩, પી.જી.ડી.બી.એ. સેમ-૧-૨ અને એમ.એસ.ડબલ્યુ સેમ ૧-૩ સહિતની પરીક્ષાઓ લેવાશે.
ચોથા તબકકામાં ૨૩/૧૧/૨૦૧૭થી બી.એ. (એલ.એલ.બી) સેમ-૫, એલ.એલ.એમ. સેમ-૧-૩, એમ.એ. સેમ-૩, એમ.કોમ. સેમ-૩, એમ.એલ.ડબલ્યુ સેમ-૧ અને ૩ એમ ફિલ સેમ ૧-૨ સહિતની પરીક્ષાઓ લેવાશે.
પાંચમાં તબકકો ૩૦/૧૧/૨૦૧૭ થી જેમાં એમ.એ. સેમ-૧, એમ.બી.એ. સેમ-૧, એમ.કોમ.સેમ-૧, એમ.ફીલ સેમ-૧-૨, એમ.એસ.સી. સેમ-૩, પી.જી.ડી. એચ.ટી.એ સેમ ૧-૨ સહિતની પરીક્ષાઓ લેવાશે.
છઠ્ઠો તબકકો ૯/૧૨/૨૦૧૭ થી બી.એડ (ન્યુ) સેમ-૧-૩, બી.એસ.સી સેમ ૧ થી ૬ (ઓલ્ડ), ડી.પી.એચ.એસ. સેમ-૧ થી ૪, એમ.એડ સેમ-૦૩, એમ.પી.એમ. સેમ-૦૨, પી.જી.ડી.એચ.એચ.એમ સેમ-૦૧ અનેક સહિતની પરિક્ષાઓ લેવાશે.
સાતમો તબકકો ૨૬/૧૨/૨૦૧૭ એમ.ફાર્મ સેમ-૧, એમ.પી.એમ. સેમ-૧ અને છેલ્લા આઠમાં તબકકામાં એમ.સી.એ. સેમ-૧, એમ.એસ.સી. (આઈ.ટી.) સેમ-૧ની પરીક્ષા લેવાશે.