અબતક,રાજકોટ

દિવાળી વેકેશન ખૂલતાની સાથે જ કોલેજો અને યુનિવર્સિટીઓના 53,000 જેટલા વિદ્યાર્થીઓની પરીક્ષાનો ધમધમાટ શરૂ થશે. 22મી નવેમ્બર એટલે કે સોમવારથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ્રથમ તબક્કાની પરીક્ષામાં 53,959 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ પરીક્ષામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 100થી વધુ કેન્દ્રો ફાળવામાં આવ્યા છે અને આજે સવારથી જ એક અફવા વહેતી થઇ હતી કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ વર્ષથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં જનરલ ઓપ્શન આપવામાં નહીં આવે. આ બાબતે આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સત્તાાવર જાહેરાત કરવામાં આવી છે કે વિદ્યાર્થીઓને ચાલુ વર્ષે પણ જનરલ ઓપ્શનનો લાભ મળશે જ.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં વિદ્યાર્થીઓને જનરલ ઓપ્શનનો લાભ મળશે જ: રજીસ્ટ્રાર

આ સંદર્ભે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજીસ્ટ્રાર અને પરીક્ષા નિયામક નિલેશ સોનીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને આ વર્ષે પરીક્ષામાં જનરલ ઓપ્શન નહીં આપવાની વાત માત્રને માત્ર અફવા છે અને આ વર્ષે પણ વિદ્યાર્થીઓને 100 ટકા ઓપ્શનવાળું પેપર આપવામાં આવશે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સોમવારથી 100થી વધુ કેન્દ્રો પર 53,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જેની તમામ તૈયારીઓ થઇ ચુકી છે. પરીક્ષાખંડમાં કોરોનાની ચુસ્ત ગાઇડલાઇન સાથે જ પરીક્ષા યોજવામાં આવશે. આ ઉપરાંત કોઇ અચ્છનીય બનાવ ન બને અને વિદ્યાર્થીઓને કોઇ અગવડતા ન થાય તે માટે 97 જેટલા ઓબ્ઝર્વરની પણ નિમણૂંક કરવામાં આવી છે.

સોમવારથી શરૂ થનારી પરીક્ષામાં બી.એ.આઇ.ડી. સેમ-5ના 42, બી.એ. સેમ-5ના 15056, બી.એ.એલ.એલ.બી. સેમ-7ના 1, સેમ-9ના 1, સેમ-3ના 1, સેમ-4ના 1, બી.બી.એ. સેમ-5ના 2452, બી.સી.એ. સેમ-5ના 2522, બી.કોમ. સેમ-5ના 18401, બી.એસ.સી. સેમ-5ના 4279, બી.એસ.આઇ.ટી. સેમ-5ના 167, બી.એચ.ટી.એમ સેમ-5ના 38, સેમ-7ના 27, બી.પી.એ. સેમ-5ના 29, બી.આર.એસ સેમ-5ના 150, સેમ-3ના 163, બી.એસ.સી. બાયો સેમ-5ના 10, બી.એસ.સી. હોમ સાયન્સ સેમ-5ના 5, બી.એસ.ડબલ્યુ સેમ-5ના 157, એલ.એલ.બી. સેમ-5ના 1822, એલ.એલ.એમ. સેમ-3ના 42, એલ.એલ.એમ. એચ.આર. સેમ-3ના 28, એમ.એ.સેમ-3ના 2655, એમ.કોમ સેમ-3ના 4513, એમ.બી.એ. સેમ-3ના 79, એમ.બી.એ. ફીનાન્સ સેમ-3ના 9, એમ.પી.એ. સેમ-3ના 8, એમ.એસ.આઇ.ટી. સેમ-3ના 134, એમ.એસ.સી. ઓલ સેમ-3ના 825, એમ.એસ.સી. સેમ-3ના 3, એમ.એસ.સી. હોમ સાયન્સ સેમ-3ના 28 અને એમ.એચ. ડબલ્યુ સેમ-3ના 273 સહિત 53,969 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

અગાઉ આ પરીક્ષા 18મી ઓક્ટોબરના રોજ લેવાનાર હતી. પરંતુ સંગઠનના વિરોધને પગલે આ પરીક્ષાઓ પાછળ ઠેરવવામાં આવી અને હવે આ પરીક્ષાઓ આગામી સોમવારથી શરૂ થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.