યુવાનોને નોકરી આપવા કંપનીને બદલે આવ્યા કારખાના-દુકાનધારકો

કેટલીક કંપનીના પ્રતિનિધી 9ને બદલે 11વાગ્યે પહોંચ્યા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત રાજ્યમાં 23 કેન્દ્ર પર મેગા પ્લેસમેન્ટ ફેર યોજાયો હતો. જોકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્લેસમેન્ટ ફેરનો પ્રથમ દિવસ  સુપર ફ્લોપ રહ્યો હતો. યુવાનોને નોકરી આપવા માટે મોટી મોટી કંપનીઓના સ્થાને દુકાનો અને કારખાના ધારકોના પ્રતિનિધિઓ આવી પહોંચ્યા હતા. કેટલીક કંપનીનાના પ્રીતિનિધીઓ 9ને બદલે 11 વાગ્યે પહોંચ્યા હતા જેને લીધે વિદ્યાર્થીઓને ભારે હેરાનગતિ ભોગવવી પડી હતી.

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા અમદાવાદ કે.સિ.જીના ઊપક્રમે રાજકોટ અને મોરબી જિલ્લા ના વિદ્યાર્થીઓ માટે મેગા પ્લેસમેન્ટ ફેર યોજાયો હતો. જેમાં યુનિવર્સિટીના ઇન્ડોર સ્ટેડિયમમાં 49 કંપનીઓ રોજગાર વાંચ્છુકોને નોકરી આપવા આવવની હજી પરંતુ તેમાંથી માત્ર 26 કંપનીઓ બપોર સુધી આવી હતી જેમાં ઇન્સ્ટ્રુમેન્ટલ કન્ટ્રોલ અને કેમિકલની એક પણ કંપની આવી ન હતી.

બાયો કેમિકલમાં માત્ર એક જ કંપની પહોચી હતી મિકેનિકલમાં 32ને બદલે 7 કંપની જ ત્યાં પહોચી હતી. કેટલીક કંપની 9 વાગ્યા ને બદલે 11વાગ્યે પહોંચી હતી જેને લીધે વિદ્યાર્થીઓને ઇન્ટરવ્યુ માટે 2 કલાક સુધી રાહ જોઈ બેસી રહેવું પડયું હતું.

રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, સવારે 8 વાગ્યાથી અહીં પહોંચી ગયા હતા પરંતુ જે કંપની અમારું ઇન્ટરવ્યુ લેવા આવવાની હતી તે કંપનીના પ્રતિનિધિ 11 વાગ્યે પહોંચ્યા હતા ભૂખ્યા પેટે કલકોથી અમો હેરાન થઈ રહ્યા છી પણ અહીં અમારું કોઈ  સાંભળવા વાળું નથી. અહીં કંપનીને બદલે દુકાનો અને કારખાનાના પ્રતિનિધિ નોકરી આપવા માટે આવ્યા છે.પ્રતિષ્ઠિત કંપનીઓ આવી નથી.

જોબ પ્લેસમેન્ટનો પ્રથમ દિવસ હિટ રહ્યાનો દાવો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલનાયક ડો.વિજય દેસાણીએ જણાવ્યું હતું કે, જોબ પ્લેસમેન્ટના પ્રથમ દિવસે 183 કંપની આવી હતી. જેમાં 40 વિદ્યાર્થીઓને નોકરીના ઓર્ડર અપાયા છે. 3 દિવસમાં અંદાજિત 400 કંપનીઓ પહોંચશે અને 6500 રોજગાર વાંચ્છુકો ઉપસ્થિત રહેશે. એક તરફ જોબ પ્લેસમેન્ટમાં આવેલ વિદ્યાર્થીઓ હેરાન ગતિ ભોગવી રહ્યા છે ત્યારે બીજી તરફ કુલનાયક પ્રથમ દિવસ હિટ રહ્યો હોવાનો દાવો કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.