આમા ક્યાંથી ભણે ગુજરાત?
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ટીંચીગ અને નોન ટીચીંગ સ્ટાફની ભરતી માટે અરજી મંગાવ્યા બાદ લાંબા સમયની કોઇ જ કાર્યવાહી કરાય નથી: સત્તાધીશો ઇન્ચાર્જ કુલપતિઓનું કારણ આગળ ધરીને ૩૦મી ઓકટોબર સુધીમાં કાર્યવાહી શરુ કરી દેવાની ખાતરી આપી રહ્યા છે
સૌરાષ્ટ્રની સરકારી અને ગ્રાન્ટેડ લો કોલેજોનું શિક્ષણ કાર્ય પણ કોન્ટ્રાકટ બેઇઝ પ્રાઘ્યાપકોના સહારે ચાલી રહ્યું છે: અમુક કોન્ટ્રાકટ બેઇઝ પ્રાઘ્યાપકોને કાયમી કરવાનો ગુજરાત હાઇકોર્ટનો હુકમ હોવા છતાં હજુ સુધી યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી
વિઘાર્થીઓના કેરીયર માટે અતિ અગત્યના એવા ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં એટલે કે યુનિવર્સિટીના ભવનો તથા સરકારી કોલેજોમાં લાંબા સમયથી ટીચીંગ અને નોનટીચીંગ સ્ટાફની ભરતી કરવામાં આવતી ના હોવાના આક્ષેપો થઇ રહ્યા છે. ત્યારે આ આક્ષેપોની સત્યતા ચકાસવા અબતકની ટીમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી.
સૌરાષ્ટ્રના પાંચ જીલ્લાઓમાં કાર્યક્ષેત્ર ધરાવતી અને યુજીસીની નેક કમીટી દ્વારા એ ગ્રેડ અપાયેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક વર્ષ પહેલા વિવિધ ભવનોમાં ટીચીંગ સ્ટાફ ભરવા માટે જાહેરાત આપીને ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી હતી જેમાં બાયોસાયન્સ એજયુકેશન, કેમેન્ટ્રી, હોમ સાયન્સ, ઇકોનોમીકસ, જર્નાલીઝમ, લો, સાયકોલોજી, હિન્દી, અને ડો. બાબા સાહેબ આંબેડકર ચેર. એમ ૧૦ સ્થાનો પર પ્રોફેસરોની બાયોસાયન્સ, ઇકોનોમીકસ હોમ સાયન્સ, નેનો સાયન્સ જર્નાલીઝમ, ફીઝીકસ, લાયબ્રેરી સાયન્સ, કોમ્પ્યુટર સાયન્સ, સ્ટેટેટીકસ, મેથેમેટીક, કેમેસ્ટ્રી અને એજયુકેશનમાં ૧પ એરકોસીકેર પ્રોફેસરો જયારે, બાયોસાયન્સ, કેમેસ્ટ્રી, ઇગ્લીશ હોમ સાયન્સ, નેનો સાયન્સ, ફીમીકસ, સ્ટેટેટીકસ, યુજીસી એચઆરડીસી, ડો. બાબાસાહેબ આંબેડકર ચેર એમ ૧૦ આસીસ્ટન્ટ પ્રોફેસરોની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી.
પરંતુ આ ભરતી પ્રક્રિયા પર અરજીઓ આવી ગયાના એક વર્ષ જેનો સમય થવા છતાં કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે વિઘાર્થીઓના અભ્યાસ પર માઠી અસર પડી રહ્યાના ભવનોના વડા દ્વારા જ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડેપ્યુટી રજીસ્ટ્રાર આસી. રજીસ્ટ્રાર, પરીક્ષા નિયામક વગેરે જેવી નોન ટીંચીગ નોન ટીચીંગ કે વહીવટી કામગીરી કરનારા સ્ટાફની ભરતી માટે પર ત્રણ વર્ષ પહેલા જાહેરાત આપીને અરજીઓ મંગાવવામાં આવી હતી. આ અરજીનો અંગે પણ હજુ સુધી કોઇ જ કાર્યવાહી સત્તાધીશો દ્વારા કરવામાં ન આવ્યાના આક્ષેપો જઇ રહ્યા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લાંબા સમયથી અરજીઓ મંગાવ્યા બાદ ટીચીંગ અને નોન ટીંચીગ સ્ટાફની ભરતી પ્રક્રિયા આગળ ન વધવા માટે સિન્ડીકેટ સભ્યો યુનિવર્સિટીના સત્તાધીશો ઉપરાંત રાજય સરકારના અનિર્ણાયકનાને પણ જવાબદાર માની રહ્યા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અનેક ભવનોમાં લાંબા સમયથી અઘ્યાપકોની ખાલી જગ્યાઓને ભરવા માટે યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા કોન્ટ્રાકટ બેઇઝ અઘ્યાપક સહાયકોની ૧૧ માસના કરારથી ભરતી કરવામાં આવે છે. પરંતુ આવા બિનઅનુભવી અઘ્યાપકોના કારણે વિઘાર્થીઓના અભ્યાસ પર અસર પડી રહી છે. તેવું વિઘાર્થીઓ માની રહ્યા છે. ઉપરાંત નોન ટીચીંગ સ્ટાફની ખાલી જગ્યાઓ પર કોન્ટ્રાકટ બેઇઝ કર્મચારીઓથી ચલાવવામાં આવી રહ્યું.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ટીંચીગ અને નોન ટીચીંગ સ્ટાફની ભરતી માટે મંગાવવામાં આવેલી અરજીઓ અંગે ટુંક સમયમાં કાર્યવાહી કરવામાં આવનારી હોવાનું સત્તાધીશ સિન્ડીકેટ સભ્યો જણાવી રહ્યા છે સાથે આ ભરતી ન થવાના કારણે વિઘાર્થીઓના અભ્યાસની ગુણવત્તા પર અસર પહોંચી રહ્યાનું માની રહ્યા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ પ્રોફેસર નિલામ્બરીબેન દવે પણ આ ટીચીંગ અને નોન ટીચીંગ સ્ટાફ માટે લાંબા સમય પહેલા અરજીઓ મંગાવી લેવામાં આવ્યાનું અને અત્યાર સુધી આ કાર્યવાહી ન થવા પાછળ ટેકનીકલ કારણો રજુ કરી રહ્યા છે. અને ટુંકસમયમાં આ ભરતી પ્રક્રિયા શરુ કરી દેવામાં આવશે તેવી વાતો કરી રહ્યા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો લાંબા સમયથી અટવાયેલી આ ભરતી પ્રક્રિયાનો તુરંત આગળ વધારવાની વાતો કરી રહ્યા છે. ત્યારે વરીષ્ઠ શિક્ષણ શાસ્ત્રી અલ્હાબાદ હાઇકોર્ટના ચૂકાદા અને યુજીસીના પ્રતિબંધના કારણે નવો નિર્ણય ન આવે ત્યાં સુધી ભરતી પ્રક્રિયા શકય ન હોવાનું જણાવી રહ્યા છે.
જેથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ ભવનોમાં લાંબા સમયમાં પડેલી ભરતી પ્રક્રિયા કયારે શરુ થશે અને કયારે પૂર્ણ થશે તે કોઇ વિશ્વાસ સાથે કહી શકે તેમ નથી. આવી જ હાલત સરકારી અને ગ્રાન્ટેડ લો કોલેજમાં પ્રાઘ્યાપકોની ભરતી પ્રક્રિયાની છે. રાજયની સરકારી અને ગ્રાન્ટેડ લો કોલેજોમાં લાંબા સમયથી કોન્ટ્રાકટ બેઇઝ પર ફરજ બજાવતા પ્રાઘ્યાપકોને કાયમી કરવામાં પણ લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. જેથી લોના વિઘાર્થીઓના અભ્યાસમાં પણ ભારે મુશ્કેલી પડી રહી છે.
૩૦મી ઓકટોબર સુધીમાં ભરતી પ્રક્રિયા પર કાર્યવાહી કરાશે: કુલપતિઆ અંગે સૌરાષ્ટ્ર યુનિ. ના ઇન્ચાર્જ કુલપતિ પ્રો. નિલામ્બરીબેન દવેએ જણાવ્યું હતું કે ટીંચીગ અને નોન ટીંચીગ સ્ટાફની ભરતી માટે લાંબા સમય પહેલા અરજીઓ મંગાવવામાં આવી હતી. પરંતુ વિદાય લેતા અને ઇન્ચાર્જ કુલપતિઓના કારણે હજુ આ અંગે નિર્ણય લઇ શકાયો નથી.
પરંતુ છેલ્લા સીન્ડીકેટમાં થયેલી ચર્ચા મુજબ ૩૦મી ઓકટોમ્બર સુધીમાં આ વિલંબમાં પડેલી ભરતી પ્રક્રિયા પર કાર્યવાહી શરુ કરી દેવામાં આવશે. આ વિલંબથી વિઘાર્થીઓના અભ્યાસમાં ફરક તો પડી રહ્યો છે.
પરંતુ શિક્ષણ કાર્ય ચાલુ રહે તે માટે દરેક ભવનોમાં કોન્ટ્રાકટર બેઝઇ પ્રાઘ્યાપકોની ભરતી કરી લેવામાં આવી છે. પ્રોફેસર અને એસોસીએટ પ્રોફેસર કક્ષાના શિક્ષણ કાર્યમાં અનુભવનો ફરક જરુર પડી રહ્યો છે.
યુનિ.માં ભરતી કરવા પર યુજીસીએ પ્રતિબંધ મૂકયો: નિદત બારોટએકબાજુ યુનિ.ના સતાધીશો વિલંબમાં પડેલી ભરતી પ્રક્રિયા તુરંતમાં શરૂ કરવાની ખાત્રી આપી રહ્યા છે. ત્યારે જાણીતા શિક્ષણ શાસ્ત્રી ડો. નિદિત બારોટ હાલમાં ભરતી પ્રક્રિયા શરૂ કરવી શકય ન હોવાનું જણાવી રહ્યા છે. યુનિ.ના ભવનોનાં પ્રાધ્યાપકોમાં અનામતનું યોગ્ય ધોરણ જળવાઈ રહે તે માટે અલ્હાબાદ હાઈકોર્ટે સ્ટે આપ્યો હોય યુજીસીએ જયાં સુધી યોગ્ય નિર્ણય ન થાય ત્યાં સુધી યુનિ.માં નવી ભરતી કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. નોન ટીચીંગ સ્ટાફના અભાવે યુનિ.ના સાથે કોલેજોની કામગીરીમાં પણ ભારે વિલંબ થઈ રહ્યાનું ડો. બારોટે જણાવ્યું હતુ,
યુનિવર્સિટીના સત્તાધીશો અને સરકારની અનિર્ણાયકતાના કારણે ભરતી થતી નથી: હરદેવસિંહ જાડેજાસૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્ય હરદેવસિંહ જાડેજાએ આ અંગે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી રાજકોટના જ હોવા છતાં છેલ્લા એક વર્ષથી કાયમી કુલપતિની નિમણુંક કરાવી શકતા નથી. યુની. નો મોટાભાગના મહત્વના સ્થાનો પર લાયકાત ધરાવતા યોગ્ય સ્ટાફના બદલે કામ ચલાઉથી ગાડુ ગબડાવવામાં આવી રહ્યું છે.
નેકનો એ-ગ્રેડ ધરાવતી સૌરાષ્ટ્ર યુનિ. માં કુલસચિવ, પરીક્ષા નિયામક, સહીત અનેક અનેક મહત્વના સ્થાનો પર ઇન્ચાર્જ છે. ટીંચીગ અને નોન ટીંચીગ સ્ટાફની યોગ્ય સમયે ભરતીના થવાના કારણે યુનિ.ની શૈક્ષણિક અને બીન શૈક્ષણિક કામગીરી ઠપ્પ થઇ જવા પામી છે. જેના કારણે યુનિ. નો વહીવટ કથળી જવા પામ્યો છે.
અનુભવી પ્રાઘ્યાપકોના અભાવે અનેક મુશ્કેલીઓ વેઠવી પડે છે: જયદીપસિંહ ડોડીયાસૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનના વડા ડો. જયદીપસિંહ ડોડીયાએ આ અંગે જણાવ્યું હતું કે યુનિવર્સિટીના ટીચીંગ અને નોન ટીચીંગ સ્ટાફની લાંબા સમયથી ભરતી ન થવાના કારણે અનેક પ્રકારની મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. વિઘાર્થીઓના કોર્ષ સમયસર પૂર્ણ થઇ શકતા નથી.
રીસર્ચ વર્ક જેવી મહત્વની કામગીરી અનુભવી પ્રાઘ્યાપકોના અભાવે વિલંબમાં પડી છે. જયારે બિન શૈક્ષણિક સ્ટાફએ વહીવટી શાખાના હાથપગ છે. જેના અભાવે પ્લેસમેન્ટ સ્ટાફથી કામગીરી રગડધગડ ચલાવી પડે છે. આ ભરતી ન કરવા માટે કાર્યકારી કુલપતિનું બહાનું યોગ્ય નથી. યુનિ.ના સત્તાધીશો ઇચ્છે તો આ અંગે યોગ્ય નિર્ણય લઇ શકે છે.
સરકારી અને ગ્રાન્ટેડ લો કોલેજ કોન્ટ્રાકટ બેઈઝ પ્રાધ્યાપકોથી ચાલી રહી છે: ડો. પારસબેનયુનિ.ના ભવનોની જેમ સરકારી અને ગ્રાન્ટેબલ લો કોલેજોમા પ્રાધ્યાપકોની ભરતી કરવામાં પણ ભારે વિલંબ થઈ રહ્યો છે. આ અંગે રાજકોટની એએમપી સરકારી લો કોલેજનાં કોન્ટ્રાકટ બેઈઝ પ્રાધ્યાપક ડો. પારસબેન જોષીએ જણાવ્યું હતુ કે સૌરાષ્ટ્રની મોટાભાગ લો કોલેજોમાં વિઝીટીંગ લેકચરોથી ગાડુ ગબડાવવામાં આવી રહ્યું છે.
અમને કાયમી કરવા માટે હાઈકોર્ટે હુકમ કર્યો હોવા છતા અને અમારા તમામ ડોકયુમેન્ટોનું વેરીફીકેશન થઈ ગયું હોવા છતાં અલ્હાબાદ હાઈકોર્ટના સ્ટેના બહાના હેઠળ અમોને કાયમી કરવામાં આવતા નથી અમારી કોલેજમાં ૧૯૮૬ના મહેકમ મુજબ ૧૨ પ્રાધ્યાપકોની જગ્યા છે છતાં એક જ કાયમી પ્રાધ્યપાક છે. બાકી કોન્ટ્રાકટ બેઈઝ અને વીઝીટીંગ પ્રાધ્યાપકોથી શિક્ષણ કાર્ય ચલાવવામાં આવી રહ્યું છે.વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય બગડી રહ્યું છે.
પૂરતા પ્રાધ્યાપકોનાં અભાવે વિદ્યાર્થીઓને કવોલીટી શિક્ષણ આપી શકાતુ નથી: પ્રો. રાધેશ્યામ દુબેએએમપી સરકારી લો કોલેજના કોન્ટ્રાકટ બેઈઝ અન્ય એક પ્રાધ્યાપક રાધેશ્યામ દુબેએ આ અંગે જણાવ્યું હતુ કે લો કોલેજમાં પૂરતા પ્રાધ્યાપકોના ન હોવાના કારણે શિક્ષણકાર્ય પ્રભાવિત થઈ રહ્યું છે. જે આઉટપૂટ વિદ્યાર્થીઓને આપવું જોઈએ તે આઉટ પુટ આપી શકાતુ નથી માટે કવોલીટી શિક્ષણ મળી શકતુ નથી લોમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ ભવિષ્યના વકીલ જજો, લેબર ઓફીસરો વગેરે જેવા કાયદાના સીધા પ્રેકટીકલ ક્ષેત્રમાં જવાના છે.જેથી દેશનું ભવિષ્ય બનાવવું હોય તો કાયદાના વિદ્યાર્થીઓને યોગ્ય જ્ઞાન આપવું જોઈએ.
વીઝીંટીંગ લેકચરોના કારણે યુનિ.નું શિક્ષણ કાર્ય સતત કથળી રહ્યું છે: રશ્મીન પટેલયુનિ.ના હયુમન રાઇટસ ભવનના વિઘાર્થી રશ્મીન પટેલના જણાવ્યા અનુસાર મોટાભાગના ભવનો વીઝીંટીગ લેકચરો દ્વારા શિક્ષણ કાર્ય કરાવવામાં આવી રહ્યું છે. જેના કારણે યુનિ.નું શિક્ષણ કાર્ય સતત કથડી રહ્યું છે. નિરૂસ્સાહ વાતાવરણના કારણે વિઘાર્થીઓ ભવનમાં અભ્યાસ કરવા આવતા જ નથી.
અનુભવી અને યોગ્ય લાયકાતવાળા પ્રાઘ્યાપકોના અભાવે વિઘાર્થીઓના શિક્ષણ કાર્ય પર માઠી અસર પડી રહી હોય યુનિ.ના સત્તાધીશોએ લાંબા સમયથી પડતર રહેલી ટીચીંગ અને નોન ટીંચીગ સ્ટાફની તુરંત ભરતી કરવી જોઇએ. આ ભરતી થાય તો શિક્ષણ અને વહીવટી કામમાં સારુ વાતાવરણ ઉભુ થશે.
તાજેતરની સિન્ડીકેટ બેઠકમાં આ અંગે નિર્ણય કરાયો: મેહુલ રૂપાણીયુનિ. ના સિન્ડીકેટ સભ્ય મેહુલભાઇ રૂપાણીએ આ અંગે જણાવ્યું હતું કે હાલમાં ઇન્ચાર્જ કુલસચિવ છે તેથી આ અંગે નિર્ણય કરી શકાયો નથી. તાજેતરમાં મળેલી સિન્ડીકેટની બેઠકમાં આ ભરતી પ્રક્રિયા આગળ વધારવા અંગે ચર્ચા કરવામાં આવી હતી અને ૩૦મી ઓકટોબર સુધીમાં આ પ્રક્રિયા શરુ કરી દેવામાં આવશે. અનુભવી ટીંચીગ સ્ટાફના અભાવે શિક્ષણ કાર્ય અટકે નહી તે માટે દરેક ભવનોમાં કોન્ટ્રાકટ બેઇઝ પર પ્રાઘ્યાપકો રાખવામાં આવ્યા છે.
કોન્ટ્રાકટ બેઇઝ પર રખાયેલા પ્રાઘ્યાપકો પણ યુજીસીની ગાઇડ લાઇન મુજબની લાયકાત ધરાવતા રાખવામાં આવ્યા છે પરંતુ અનુભવી પ્રાઘ્યાપકો નવા પ્રાઘ્યાપકો કરતાં વધુ સારી રીતે અભ્યાસ કરાવી શકે છે રીસર્ચ વર્ક જેવી મહત્વની શૈક્ષણિક કામગીરી પર તેની અસર ચોકકસ પડે છે.