સ્પર્ધાને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના કુલપતિ અર્જૂનસિંહ રાણા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ નીતિન પેાણી અને ઉપકુલપતિ વિજય દેસાણીએ ખુલ્લી મુકી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એથ્લેટીક ગ્રાઉન્ડ ખાતે આજી બે દિવસ એથ્લેટીક મીટનો પ્રારંભ થયો છે. આ સ્પર્ધાના ઉદ્ઘાટન પ્રસંગે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના કુલપતિ અર્જૂનસિંહ રાણા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ નિતીન પેાણી અને ઉપકુલપતિ વિજય દેસાણી તેમજ સ્પર્ધાના સંચાલક ડો.જતીન સોની ખાસ હાજર રહ્યાં હતા અને સ્પર્ધાને ખુલ્લી મુકી હતી.
મળતી માહિતી મુજબ બે દિવસ ચાલનારી સ્પર્ધામાં ૩૦ થી વધુ કોલેજોના લગભગ ૩૭૦ થી પણ વધુ સ્પર્ધકોએ ભાગ લીધો છે. આ એથ્લેટીક મીટમાં દોડ, કુદ, ફેંક, લોંગ જમ્પ- હાઈ જમ્પ સહિતની વિવિધ સ્પર્ધા ચાલી રહી છે. અને વિજેતા નાર વિર્દ્યાથીઓને ઈન્ટર યુનિવર્સિટી સ્પર્ધામાં ભાગ લેવા મોકલવામાં આવશે.
ધ્રાંગધ્રાના અશોક ડાભીએ ૨.૩૩ મિનીટમાં ૮૦૦ મીટર રેસ પૂરી કરી ૨૬ વર્ષનો રેકોર્ડ તોડયો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એથ્લેટીક મીટનો પ્રારંભ થયો છે. જેમાં ૮૦૦ મીટરની દોડ યોજાઈ હતી. જેમાં ધ્રાંગધ્રાની એસ.એસ.પી જૈન કોલેજના અશોક ડાભીએ ૨૬ વર્ષ જૂનો રેકોર્ડ તોડયો હતો.
૧૯૯૪માં ધ્રાંગધ્રાની એસ.એસ.પી જૈન કોલેજના એક સ્પર્ધકે ૮૦૦ મીટરની દોડમાં ૨.૫૬ મીનીટમાં પૂરી કરી હતી. અને આજે આ જ સ્પર્ધામાં ધ્રાંગધ્રાના અશોક ડાભીએ ૨.૩૩ મીનીટમાં ૮૦૦ મીટર દોડ પૂરી કરી રેકોર્ડ સર્જયો છે.