યુનિવર્સિટી ખાતે કાર્યકારી કુલપતિ પ્રો.નિલાંબરીબેન દવેની અધ્યક્ષતામાં આચાર્યોની મિટીંગ મળી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંગલ્ન કોલેજોના પ્રિન્સીપાલોની એકેડેમીક કેલેન્ડરની રચના, પ્રવેશ ઈન્ટેક, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અને મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજનાની અમલવારીના સંદર્ભમાં આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ હોલ ખાતે કાર્યકારી કુલપતિ પ્રો.થિ નલાંબરીબેન દવેની અધ્યક્ષતામાં કોલેજોના આચાર્યોની મિટીંગ મળી હતી. આ બેઠકમાં સંલગ્ન કોલેજના એકેડેમીક કેલેન્ડરની અમલવારી, કોલેજોમાં નવા પ્રવેશ આપવા, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અને મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજનાની અમલવારી કરવા બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
આજની આ બેઠકમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વર્ષના એકેડેમીક કેલેન્ડણ બાબતે ચર્ચા કરાઈ હતી. જેમાં પ્રમ સત્રનો પ્રારંભ તા.૧૨ જૂની ૪ ઓકટોમ્બર સુધીનો રહેશે અને પ્રમ સત્રનું વેકેશન ૫ ઓકટોમ્બરી ૧૮મી ઓકટોબર સુધી રહેશે. ત્યારબાદ દ્વિતીય સત્રનો ૨૬ ઓકટોમ્બરી થશે અને તા.૨૪ એપ્રીલ ૨૦૧૯ના રોજ પૂર્ણ શે અને દ્વિતીય સત્રનું વેકેશન તા.૨૪ એપ્રીલ ૨૦૧૯ી ૧૧ જૂન ૨૦૧૯ સુધીનું રહેશે.
આ બેઠકમાં આંતરરાષ્ટ્રીય યોગ દિન ની ઉજવણી ૨૧ જૂન ૨૦૧૮ના રોજ કરવા માટે પરિણામ લક્ષી આયોજન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને સંલગ્ન કોલેજોમાં નવા પ્રવેશ આપવા બાબતે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર યુનિ. ખાતે પ્રિન્સીપાલની બેઠકમાં આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯માં લેવાનાર યુજી અને પીજીની પરીક્ષાની પણ તારીખનો નકકી કરવામાં આવી હતી. જેમાં ઓકટોમ્બર ૨૦૧૮માં લેવાનાર પરીક્ષાની તા.૨૨ સપ્ટેમ્બર ૨૦૧૮ના રોજ શરું થશે તેમજ માર્ચ ૨૦૧૯માં લેવાનાર પરીક્ષા તા.૧૯ માર્ચી શરું કરવામાં આવશે.
આ ઉપરાંત ગુજરાત રાજયના યુવાનોને બેરોજગારી માટે ટ્રેનીંગ પ્રાપ્ય બને તેવા શુભ આશયી ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા મુખ્યમંત્રી એપ્રેન્ટીસીશીપ યોજના અંતર્ગત યુવાનોને રાજગારી માટે યોજનાની અમલવારી કરવા માટે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને આ યોજનાનું પ્રદર્શન બી.કે.મોદી ફોર્મસી કોલેજના પ્રાધ્યાપક ડો.જયદીપ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
યુનિ. ખાતે મળેલી આ બેઠકમાં યુનિ.ના સીન્ડીકેટ સભ્ય ડો.વિજય પટેલ, ડો.મેહુલ રુંપાણી, ડો.ધરમ કાંબલીયા, ડો.વિમલ પરમાર, કુલ સચિવ ડો.ધીરેન પંડયા, પરીક્ષા નિયામક અમીત પારેખ, નાયબ કુલસચિવ ડો.આર.જી. પરમાર, નોડલ ઓફીસર અને બી.કે.મોદી ફાર્મસી કોલેજના આચાર્ય જયંતભાઈ ચાવડા, એમ.બી.એ ભવનના પ્રો.હિતેશ શુકલ તા સૌ.યુનિ. ના સંલગ્ન સરકારી, ગ્રાન્ટ ઈન એઈડ તેમજ સેલ્ફ ફાયનાન્સ કોલેજના પ્રિન્સીપાલો ઉપસ્તિ રહ્યાં હતા.