યુનિવર્સિટીના જુદા જુદા ભવનોમાં જ‚રીયાત મુજબ સાધનો ખરીદવા ૪૫.૫૨ લાખ મંજુર: નેનો સાયન્સ ભવનમાં ૨૪.૩૦ લાખ ખર્ચે હાઈટેક મશીન વસાવાશે: ફાઈનાન્સ કમિટીની બેઠકમાં મંજુરી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સામાન્ય રીતે મોટાભાગની કિંમતી વસ્તુઓ ટેન્ડર પ્રક્રિયા કરીને ખરીદવામાં આવતી હોય છે પરંતુ ગઈકાલે કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં મળેલી ફાયનાન્સ કમિટીની બેઠકમાં ગર્વમેન્ટ ઓફ ઈન્ડિયાના ઓનલાઈન ગર્વમેન્ટ ઈ-માર્કેટ પ્લેસમાંથી હવે ટેકનિકલ સાધનો અને વસ્તુઓની ખરીદી ઓનલાઈન કરવામાં આવનાર હોવાનું નકકી કરાયું છે.

આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જુદા-જુદા ભવનોમાં જ‚રીયાત મુજબના તમામ ટેકનિકલ સાધનો ખરીદવા માટે ગઈકાલે કુલપતિના અધ્યક્ષ સ્થાને મળેલી ફાયનાન્સ કમિટીની બેઠકમાં ‚રૂ.૪૫.૫૨ લાખ મંજુર કરાયા છે. યુનિવર્સિટીના ભવનો અને વિભાગોની જ‚રીયાત મુજબ કોમ્પ્યુટર ટેબલ, ઓફિસ ટેબલ, સાઈઝના ખરીદવા અંગે ચર્ચા-વિચારણા બાદ મંજુરી અપાઈ છે. આ ઉપરાંત પરીક્ષા વિભાગમાં પ્રિન્ટરની કાર્ટીઝ ખર્ચ પેટે ‚રૂ.૩,૧૧,૩૩૫ મંજુર કરાયા છે. ફિઝીકસ ભવનમાં રહેલા એકસઆરડી મશીનનો એએમસી કરવા એક વર્ષ માટે ‚રૂ૨,૪૧,૫૦૦ મંજુર કરાયા છે.

કેમ્પસ પર ડીપાર્ટમેન્ટ ઓફ નેનો સાયન્સ માટે સરફેસ પ્રોફાઈલ મેશ્યુરીંગ સિસ્ટમ ખરીદવા ફાઈનાન્સ કમિટીની બેઠકમાં ‚રૂ૨૪,૩૦,૦૦૦ મંજુર કરાયા છે. તેમજ હાઈ ટેમ્પરેચર ફરનેસ ખરીદવા ૧૨,૮૫,૦૦૦ મંજુર કરાયા છે. કેમ્પસ ઉપર એનએફડીડી ખાતે કાર્યરત સેન્ટર ફોર એકસીલન્સમાં આવેલ લેબમાં ત્રણ ઈન્સ્ટુમેન્ટ ખરાબ થઈ ગયા હોય નવા પાર્ટસ નાખવા માટે ૨,૮૫,૦૦૦નો ખર્ચ મંજુર કરાયો છે. બાયો સાયન્સ ભવનમાં ડીએસટી સર્બ યંગ સાયન્ટીસ પ્રોજેકટ અંતર્ગત મેટાજીનોમીક ડીએનએ સિકવન્સી એનાલીસીસ કરવા અંગેના પરીક્ષણ માટે ૧,૬૨,૮૪૦ સર્વાનુમતે મંજુર કરાયા છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ પર જુદા-જુદા ભવનો અને વિભાગોની જ‚રીયાત અન્વયે કોમ્પ્યુટરને આનુસંગીક આઈટમો ખરીદવા માટે ગર્વમેન્ટ ઓફ ઈન્ડીયાના ઠરાવ ઓનલાઈન ગર્વમેન્ટ ઈ-માર્કેટ પ્લસ સુવિધા શ‚ કરી છે. જેમાંથી હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ટેકનિકલ સાધનોની ઓનલાઈન ખરીદી કરવા માટે ગઈકાલે મળેલી ફાયનાન્સ કમિટીની બેઠકમાં લીલીઝંડી અપાઈ છે. આ ઉપરાંત ભવનોમાં લોઅર ક્ધથીગ્રેશન ડેસ્કટોપ ખરીદવા માટે સર્વાનુમતે ‚રૂ.૩,૧૫,૬૦૦ મંજુર કરવામાં આવ્યા છે.

ફાયનાન્સ કમિટીની બેઠકમાં સિન્ડીકેટ સભ્ય ડો.વિજય પટેલ, ડો.જી.સી.ભીમાણી, ડો.ધરમ કાંબલિયા, કુલસચિવ ડો.ધીરેન પંડયા અને મુખ્ય હિસાબી અધિકારી કે.એન.ખેર ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.