સેનેટરી પેડના નિકાલ માટેનું બન મશીન પણ મુકવામાં આવશે: બે ભવન દીઠ એક મશીન મુકાશે
મેડિકલ સ્ટોરમાં એક દિકરી જ્યારે શરમાતી શરમાતી સેનેટરી પેડ લેવા જાય છે ત્યારે દિકરીઓને મુશ્કેલી ન પડે અને ક્યાંક બહાર ગયા વીના સેનેટરી પેડ ઉપલબ્ધ થાય તેવી વ્યવસથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી દિવસોમાં કરવામાં આવશે જેની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી દિવસોમાં બહેનો માટે ખાસ સેનેટરી પેડ વેન્ડીંગ મશીન મુકવાની જાહેરાત આજરોજ કરવામાં આવી છે અને બહેનો માટે એક ઉત્તમ પગલુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફી લેવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપ કુલપતિ ડો.વિજય દેસાણીના જણાવ્યા મુજબ પેડ ખરીદવા માટે મેડિકલ સ્ટોરમાંટિહ વેઠવી પડતી વેદનામાંથી છુટકારો અપાવવા અને શૈક્ષણિક સમય દરમિયાન આવી તકલીફી ક્ષોભજનક સ્થિતિમાં ન મુકાવું પડે અને સરળતાથી પેડ મળી રહે તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૧૩ ભવનોમાં ૧૩ સેનેટરી પેડ વેન્ડીંગ મશીન આગામી દિવસોમાં મુકવામાં આવશે. જે માટે સવા ત્રણ લાખ જેટલો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. બે ભવન દીઠ એક મશીન મુકવામાં આવશે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, વિધ્યાર્થીનીઓના યુરીનલ વિભાગમાં જ એટીએમ મશીનની જેમ નાનુ સેનેટરી પેડ વેન્ડીંગ મશીન મુકવામાં આવશે. જેમાંથી ફકત રૂ.૫ના સીક્કામાં ઉત્તમ કવોલીટીનું સેનેટરી પેડ વિધ્યાર્થીનીઓને ઉપલબ્ધ થશે. હાલના સમયમાં મોંઘા પેડ અને જાગૃતતા અભાવે ઘણી બહેનો મેડિકલમાં સેનેટરી પેડની ખરીદીમાં વેઠવી પડતી મુશ્કેલીના કારણે પેડનો ઉપયોગ ટાળી રહી છે. જેનાથી ઈન્ફેકશનના કારણે બહેનોમાં બીમારીનું પ્રમાણ પણ વધ્યું છે ત્યારે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સેનેટરી પેડ વેન્ડીંગ મશીન મુકવામાં આવશે જેનાથી વિધ્યાર્થીનીઓને સરળતાથી પેડ મળી રહે અને સાથોસાથ તેનો નાશ કરવા માટે સેનેટરી પેડ વેન્ડીંગ મશીનની બાજુમાં બન મશીન મુકવામાં આવશે.