ડો.ભીમાણીની વિદાય નક્કી
શિક્ષણ વિભાગ આકરા પાણીએ: નીલામ્બરીબેન દવેને અગાઉ ઇન્ચાર્જ કુલપતિ તરીકે છ મહિના ચાર્જ સંભાળ્યો હતો: સોમવાર સુધીમાં નવા કુલપતિ જાહેર થાય તે નિશ્ચિત
વારંવાર વિવાદોના ઘેરામાં સપડાયેલ રહેતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિવાદો શાંત થવાનું નામ નથી લેતી. ફેબ્રુઆરી 2022માં ડો. ગિરીશ ભીમાણીને ઇન્ચાર્જ કુલપતિ તરીકેનો ચાર્જ આપવામાં આવ્યો હતો. અલબત્ત ડો.ભીમાણી પણ ડેમેજ કંટ્રોલ કરવામાં અસફળ રહેતા તેમના કાર્યકાળમાં પણ વિવાદોની હારમાળા સર્જાતા હવે તેમને પણ તાત્કાલિક ઇન્ચાર્જ કુલપતિ પદ પરથી દૂર કરી અન્યને ઇન્ચાર્જ કુલપતિ તરીકે જવાબદારી સોંપવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને સોમવાર સુધીમાં સૌરાષ્ટ્ર યુનીવતસિટીમાં નવા ઇન્ચાર્જ કુલપતિ નીમાય તે નક્કી છે. જેમાં એમબીએ ભવનના વડા ડો. સંજય ભાયાણી અને બીજી બાજુ હોમસાયનસ ફેકલ્ટીના ડીન ડો.નીલામ્બરીબેન દવેના નામની ચર્ચા છે.
આ યુનિવર્સિટીના નવા કુલપતિ માટે ગુજરાત સરકાર નવા નામો શોધી રહી છે. ગુજરાત સરકાર દ્વારા આ પદ માટે ત્રણ સિનિયર નામો મંગાવી લેવાયા છે. આમ વિવાદો વચ્ચે રહેલી સૌરાષ્ટ્ર યુનિ.ના કાર્યકારી કુલપતિ ભીમાળીને હટાવવા માટે ભાજપની એક લોબી સક્રિય બની છે અને આ અંગે રાજય સરકારમાં થયેલી ફરિયાદો બાદ હવે યુનિ.ના કાર્યકારી કુલપતિ પદેથી ગીરીશ ભીમાશી રવાનગી નક્કી માનવામાં આવે છે.
લાંબા સમયથી વિવાદોમાં સપડાયેલી સૌરાષ્ટ્ર યુનિર્વસિટીનો મુદ્દે સરકાર હવે કડક પગલાં લેવાના મુડમાં છે. જેને કારણે હાલના કુલપતિ ભીમાણીને ઘરભેગા કરાય તેવી સંભાવના છે. એટલું નહીં તેમના સ્થાને નવા કુલપતિ તરીકે સરકારે 3 સિનિયર ડીનના નામો મંગાવ્યાં છે. જેના પગલે હવે આ વિશ્વ વિદ્યાલયમાં નવા કુલપતિ નિમાવાનું કાઉનડાઉન શરૂ થવા પામ્યું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વર્તુળોમાંથી જાણવા મળ્યા મુજબ નિલામ્બરીબેન દવે, સંજયભાઈ ભાયાન્ની સહિત ત્રણ ડીનના નામો રાજય સરકારને મોકલી આપવામાં આવ્યા છે.