યુપીએસસીની પરીક્ષા માટે સૌરાષ્ટ્રના વિર્ધાથીઓને સચોટ માર્ગદર્શન આપવાનું યુનિવર્સિટીનું આયોજન

૧ લાખ પુસ્તકો ધરાવતી લાયબ્રેરીનું ૧૦ કરોડના ખર્ચે થશે નિર્માણ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દેશની પ્રથમ સ્પર્ધાત્મક પરીક્ષા માટેની લાયબ્રેરી ચાલુ થશે. રૂપિયા ૧૦ કરોડના ખર્ચે શરૂ થનાર આ લાઇબ્રેરીમાં એક લાખી પણ વધારે પુસ્તકો વિર્દ્યાથીઓને વાંચન માટે મુકવામાં આવશે હાલ આ બિલ્ડીંગ બનાવવાની કામગીરી ચાલુ છે ભવિષ્યમાં સૌરાષ્ટ્રમાંથી આઇએએસ અને આઇપીએસ બહાર પડે અને તેમને યુનિવર્સિટીમાં જ તાલીમ મળી રહે તે પ્રકારનો પ્રયાસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા કરવામાં આવ્યો છે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો.નિલંબારીબેન દવેએ અબતક સોની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં સ્પર્ધાત્મક પરીક્ષા માટે દેશની પ્રથમ લાઇબ્રેરી નિર્માણ પામી રહી છે વર્ષ ૨૦૧૫-૧૬માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કરિયર કાઉન્સિલ વિભાગ દ્વારા રાજ્ય સરકારને એક દરખાસ્ત મુકવામાં આવી હતી જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે યુનિવર્સિટીના વિર્દ્યાથીઓને તાલીમ મળી રહે તેવું આયોજન છે.

યુપીએસસી,બેન્કિંગ ,પોસ્ટ સહિતની તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે જેમાં એક લાખથી વધારે પુસ્તકો ૧૦૧ સાથે વાંચી શકે તે પ્રકારની અધ્યતન લાઇબ્રેરી શરૂ થશે. આ લાઇબ્રેરી ગ્રીન બિલ્ડિંગ તરીકે નિર્માણ પામશે.જેમાં સૂર્યપ્રકાશની હવાઉજાસ રહેશે જેનાી વર્લ્ડ બેંકની ગ્રાન્ટ યુનિવર્સિટીને મળે તેવી સંભાવના પણ હાલ લાગી રહી છે. ભવિષ્યમાં આ લાઈબ્રેરીને આઇએએસ સેન્ટર તરીકે નિર્માણ કરવાનું આયોજન છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.