સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા માર્ચ-૨૦૨૦માં લેવાયેલી યુજી સેમ-૬નાં તેમજ બીજા તથા ચોથા સેમેસ્ટરનાં એકી સાથે ૪૧ પરિણામો જાહેર કરશે. અત્યાર સુધી રાજયની એકપણ યુનિવર્સિટી દ્વારા આટલા પરિણામ એકી સાથે જાહેર કરાયા નથી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હાલ ફાસ્ટ ટ્રેક પર ચાલી રહી હોય તેમ એક સાથે આવતીકાલે ૪૧ પરીક્ષાઓનાં પરિણામો જાહેર કરવાની છે.
મળતી માહિતી મુજબ આ ૪૧ વિષયોનાં પરિણામોમાં બીએ સેમ-૬ ઓલ્ડ, બીએ સેમ-૬ ન્યુ, બીકોમ સેમ-૬ એકસટર્નલ, બીકોમ સેમ-૬ ન્યુ, બીકોમ-૬ ઓલ્ડ, બીબીએ સેમ-૪ ન્યુ, બીબીએ-૪ ઓલ્ડ, બીબીએ-૨ (૨૦૧૬), બીબીએ સેમ-૨ ઓલ્ડ, બીબીએ સેમ-૨ (૨૦૧૯), બીએસસી સેમ-૪ ન્યુ, બીએસસી-૪ ઓલ્ડ, બીએસસી એચ.એસ સેમ-૨ (૨૦૧૬), બીએસસી એચ.એસ. સેમ-૨ (૨૦૧૯), બીપીએ કથક સેમ-૨ (૨૦૧૬), બીપીએ તબલા સેમ-૨ (૨૦૧૯), બીપીએ વોકલ સેમ-૨ (૨૦૧૯), બીએસડબલ્યુ સેમ-૨ ઓલ્ડ, બીએસડબલ્યુ સેમ-૨ (૨૦૧૬), બીઆરએસ સેમ-૨ (૨૦૧૯), બીઆરએસ સેમ-૨ (૨૦૧૬), બીઆરએસ સેમ-૨ ઓલ્ડ, બીસીએ સેમ-૪ ન્યુ, બીસીએ સેમ-૪ ઓલ્ડ, બીસીએ સેમ-૨ (૨૦૧૯), બીસીએ સેમ-૨ (૨૦૧૬), બીસીએ સેમ-૨ ઓલ્ડ, બીએસસી આઈટી સેમ-૪ ન્યુ, બીએસસી આઈટી સેમ-૪ ઓલ્ડ, બીએસસી આઈટી સેમ-૨ (૨૦૧૯), બીએસસી આઈટી સેમ-૨ (૨૦૧૬) બીએસસી આઈટી સેમ-૨ ઓલ્ડ, બીએચટીએમ સેમ-૬ ૨૦૧૬, બીએચટીએમ સેમ-૨ (૨૦૧૬), બીએસસી એમએસસી સેમ-૪, બીએસસી એમએસસી સેમ-૨, બીએઆઈડી સેમ-૪ (૨૦૧૬), બીએઆઈડી સેમ-૨ (૨૦૧૯), બીએઆઈડી સેમ-૨ (૨૦૧૬) અને જીઆઈપીએલ સહિતનાં પરિણામો આવતીકાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવશે.