સૌ.યુનિ.ના કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણ, આર.ડી.સી. બેંકના ડિરેકટર અરિંવદભાઈ તાળા અને હરિભાઈ ઠુંમરની પ્રેરક ઉપસ્થિતિ
ઈફકોના નવા વરાયેલા વાઈસ ચેરમેન, આરડીસી બેન્કના ચેરમેન, ગુજકોમાસોલના ડાયરેકટર વિઠ્ઠલભાઈ રાદડિયાનું સન્માન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શૈક્ષણિક કર્મચારી ગ્રાહક ધિરાણ સહકારી મંડળી દ્વારા કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણના અધ્યક્ષ સ્થાને અંગ્રેજી ભવનના વ્યાસ સેમિનાર હોલમાં યોજાયેલ સમારોહમાં કરવામાં આવેલ. આ પ્રસંગે અતિથી વિશેષ તરીકે આરડીસી બેન્કના ડીરેકટર અરવિંદભાઈ તાળા રાજકોટ અને હરિભાઈ ઠુંમર ઉપલેટા ખાસ ઉપસ્થિત રહેલ હતા.
કાર્યક્રમની શ‚આત પ્રાધ્યાપક ધ્વનિ વછરાજાનીના મધુર કંઠે ગવાયેલ પ્રાર્થનાથી કરવામાં આવી. મહેમાનોનું શબ્દોથી સ્વાગત અને પરિચય આપતા મંડળીના પ્રમુખ અને અંગ્રેજી ભવનના વડા પો.જયદિપસિંહ ડોડીયાએ જણાવ્યું હતું કે ખેડુત અગ્રણી એવા સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાની ઈફકોના વાઈસ ચેરમેનપદે થયેલી નિમણુક ગુજરાત રાજય માટે ગૌરવ‚પ ઘટના છે. પ્રો.ડોડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, વિઠ્ઠલભાઈ રાદડિયાએ સૌરાષ્ટ્રના સહકારી માળખાને સુદ્રઢ બનાવવા માટે અને તેના લાભો ખેડુતો અને આમઆદમી સુધી પહોંચાડવામાં પુરુષાર્થની પરાકાષ્ટા સર્જી છે. સન્માનનો પ્રત્યુતર આપતા સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાએ આરડીસી બેન્ક રાજકોટ ખેડુતોને કેવી રીતે ‘૦’ ટકા ના દરે ધિરાણ આપે છે તેની વિસ્તૃત છણાવટ કરી હતી. વધુમાં સાંસદ રાદડિયાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક ગ્રાહક ધિરાણ સહકારી મંડળીના વાર્ષિક અહેવાલ, વાર્ષિક નફો તેમજ સભાસદોને મહતમ ડીવીડન્ડ અને વ્યાજબી દરે ધિરાણ આપવાના અભિગમને બિરદાવ્યો હતો. અંતમાં રાદડિયાએ જણાવ્યું હતું કે, કોઈ પણ સંસ્થાના સાચા માલિકો એ તેના સભાસદો છે માટે સભાસદોને સહકારી સંસ્થાના મહતમ ફાયદાઓ મળે એવા પ્રમાણિક પ્રયાસો જ‚રી છે.
સમારોહના અધ્યક્ષ સ્થાનેથી બોલતા કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણે સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાની સહકાર ક્ષેત્રેની સેવાઓને બિરદાવતા જણાવ્યું હતું કે વિશ્ર્વભરમાં પોતાના પ્લાન્ટ ધરાવતા ઈફકોના વાઈસ ચેરમેનપદે વિઠ્ઠલભાઈની થયેલી સર્વાનુમતે થયેલી વરણી માત્ર સૌરાષ્ટ્ર માટે જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત રાજય માટે એક ઐતિહાસિક અને ગૌરવપ્રદ ઘટના છે. ઈફકોના વાઈસ ચેરમેન વિઠ્ઠલભાઈ રાદડિયાને સાલ ઓઢાડીને કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. શૈક્ષણિક મંડળીના પ્રમુખ પ્રો.જયદિપસિંહ ડોડીયાએ પણ વિઠ્ઠલભાઈ રાદડિયાનું સાલ ઓઢાડી સન્માન કર્યુ હતું. કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણ દ્વારા નિવૃત થયેલા મંડળીના સભાસદ એવા પ્રો.ડો.વિરેશ શાહનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં મંડળીના કારોબારી સભ્યો સહિત યુનિવર્સિટી વિવિધ ભવનોના અધ્યાપકો ખુબ જ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે મંડળીના ઉપ-પ્રમુખ ડો.જે.એ.ભાલોડિયાએ આભારવિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પોતાની આગવી શૈલીમાં મંડળીના સહમંત્રી ડો.યોગેશ જોગસણે કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે શૈક્ષણિક મંડળીના પ્રમુખ પ્રો.જયદિપસિંહ ડોડીયા, મંત્રી ડો.વી.જે.કનેરીયા અને ઉપપ્રમુખ જે.એ.ભાલોડિયા તેમજ સહમંત્રી ડો.યોગેશ જોગસણના માર્ગદર્શન હેઠળ તમામ કારોબારી સભ્યો અને સભાસદોએ જહેમત ઉઠાવી હતી.