શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર, નોલેજ કન્સોર્ટીયમ ઓફ ગુજરાત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભવનોના અધ્યક્ષ, સંલગ્ન વિવિધ કોલેજના આચાર્યો, યુનિવર્સિટીના વિવિધ વિભાગોના વડાઓ અને યુનિવર્સિટી તેમજ કોલેજના નોડલ ઓફિસરો ડીજી લોકર અને એકેડેમિક બેન્ક ઓફ ક્રેડિટ અંગે એક દિવસીય કાર્યશાળાનું આયોજન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિસર ખાતે આજરોજ કરવામાં આવેલ હતું. આ કાર્યશાળા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. નીલાંબરીબેન દવેની અધ્યક્ષતામાં યોજાએલ હતી.
ગુજરાત રાજયના શિક્ષણ વિભાગ, કેસીજી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે ડીજી લોકર અને એકેડેમિક બેન્ક ઓફ ક્રેડિટ અંગે એક દિવસીય કાર્યશાળા યોજાઈ
કાર્યશાળામાં કેસીજીના જોઈન્ટ સીઈઓ ડો. યોગેશ યાદવ તથા ડિજિટલ ઇન્ડિયા કોર્પોરેશન, નવી દિલ્હીના રાષ્ટ્રીય સંયોજક ગૌરવ કરે અને રાજ્ય સંયોજક ગરીમા શર્મા વિશેષ ઉપસ્થિત રહ્યા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. નીલાંબરીબેન દવેએ આ કાર્યશાળામાં પ્રતિભાગીઓને માર્ગદર્શીત કર્યા હતા અને જણાવ્યું હતું કે એકેડેમિક બેંક ઓફ ક્રેડીટ અને ડીજી લોકરના કારણે વિદ્યાર્થીઓને ખુબ ફાયદો થશે અને એક કિલકથી બધીજ માહિતી મળી શકશે. સાથે સાથે ફ્રોડ માર્કશીટસ અને ડીગ્રીઓ બનતી અટકશે. આ કાર્યશાળામાં કેસીજીના જોઈન્ટ સીઈઓ ડો. યોગેશ યાદવ વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં અને એકેડેમિક બેન્ક ઓફ ક્રેડિટની પૂર્વભૂમિકા અને માહિતી આપેલ હતી.
આ પ્રસંગે ડિજિટલ ઇન્ડિયા કોર્પોરેશન નવી દિલ્હીના રાષ્ટ્રીય સંયોજક ગૌરવ કરે તથા ડિજિટલ લોકરના રાજ્ય સંયોજક સુશ્રી ગરિમા શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા. ગૌરવ ખરે અને સુશ્રી ગરીમા શર્માએ ડીજી લોકર અને એકેડેમિક બેંક ઓફ ક્રેડીટનું સાંપ્રત સમયમાં મહત્વ, ઉપયોગીતા અને નવા ટેકનોલોજી સાથે એને કેવી રીતે લિંકઅપ કરવું એના પર વિશેષ માહિતી આપેલ હતી. આ આ કાર્યશાળાના સૌ પ્રતિભાગીઓને ડિજિલોકર અને એકેડેમિક બેન્ક ઓફ ક્રેડિટ ને લગતું સાહિત્ય પ્રદાન કરવામાં આવ્યું હતું અને તજજ્ઞો દ્વારા દરેક મુદ્દાની છણાવટ સાથે સમજૂતી આપવામાં આવી હતી. યુનિવર્સિટીએ 2021-22, 2022-23 અને 2023-24 માં રજીસ્ટર થયેલા વિદ્યાર્થીઓને એબીસી આઈડી જનરેટ કરવાનું રહેશે.
એબીસી આઈડી જનરેટ થયા બાદ હવે પછી યુનિવર્સિટી દ્વારા લેવામાં આવતી દરેક પરીક્ષાની ક્રેડિટ જે તે વિદ્યાર્થીના એબીસી એકાઉન્ટમાં જમા થશે અને આ રીતે ભેગી થયેલી ક્રેડિટની મદદથી પૂરતી ક્રેડિટ થતા એ વિદ્યાર્થી પોતાની ડિગ્રીનું પ્રતિપાદન કરી શકશે. રાષ્ટ્રીય અને રાજ્ય સયોજકોએ જણાવ્યું કે અત્યાર સુધીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સાત લાખ ઉપરાંત પદવીઓ ડીજી લોકર પર અપલોડ કરી દેવામાં આવેલા છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 1.1 લાખ થી વધારે વિદ્યાર્થીઓનું એકેડેમિક બેન્ક ઓફ ક્રેડિટ અંતર્ગત રજીસ્ટર રજીસ્ટ્રેશન કરી દેવામાં આવેલ છે. હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગુજરાત રાજ્યમાં આ કામગીરીમાં અગ્રેસર નું સ્થાન ધરાવે છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આજે યોજાયેલ આ કાર્યશાળામાં કુલસચિવ ડો. રમેશભાઈ પરમાર, પરીક્ષા નિયામક નિલેષભાઈ સોની, 240 જેટલા આચાર્યો, ભવનોના વડાઓ અને નોડેલ ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યશાળાથી લાભાનવિત થયા હતા. આ કાર્યશાળાને સફળ બનાવવા માટે કુલપતિ પ્રોફે. નીલાંબરીબેન દવેના માર્ગદર્શન હેઠળ એકેડેમિક ઓફીસર ડો. સી.એમ. કાનાબાર, પ્રોફે. હિતેશભાઈ શુકલ, પ્રોફે. સંજયભાઈ મુખર્જી, પ્રોફે. બી.કે. કલાસવા, પ્રોફે. દિપકભાઈ પટેલ, ડો. રમેશભાઈ કોઠારી, ડો. અશ્વિનભાઈ સોલંકી, ડો. રંજનબેન ખુંટ, ડો. હરિકૃષ્ણ પરીખ, ડો. રાજુભાઈ દવે, ડો. વિરલ શુકલ, ઘર્મેશભાઈ માંકડ, રોહિતભાઈ મોલીયા, ચંદ્રપ્રકાશ શાહ, તથા સમગ્ર એનઈપી ટીમે જહેમત ઉઠાવી હતી.
યુનિવર્સીટી બદલતી વખતે હવે માર્કશીટ કે ડિગ્રીની ખરાઈ નહિ કરવી પડે
એકેડેમિક બેંક ઓફ ક્રેડીટ બનવાથી અને એમાં ક્રેડિટ રજીસ્ટ્રેશન કરવાથી વિદ્યાર્થીઓને એક અનન્ય ઓળખ મળે છે. એકેડેમિક બેન્ક ઓફ ક્રેડિટમાં જમા થયેલી ક્રેડિટ વિદ્યાર્થી પોતાની માતૃ સંસ્થા કે પછી બીજી સંસ્થામાં જઈને પણ એનો ઉપયોગ કરી શકે છે અને એ ઉપયોગ કરીને એ પોતાનું ડીગ્રી અથવા તો પદવી પ્રતિપાદિત કરી શકે છે. આ યુનિક આઈડી સમગ્ર દેશમાં માન્ય રહેશે એના કારણે વિદ્યાર્થીઓ બીજી યુનિવર્સિટીમાં જતી વખતે પોતાની માર્કશીટ કે પદવીની ખરાઈ કરવાની કોઈ જરૂર રહેશે નહીં. આના કારણે ખોટી ડિગ્રી કે માર્કશીટ જેવી માલપ્રેક્ટિસ પણ ઘણા અંશે અંકુશમાં આવી જશે.