યોગને સમગ્ર વિશ્ર્વએ સ્વીકાર્યું છે તેમ દંડ-બેઠકને પણ સ્વીકારે: ડો. કેતન ત્રિવેદી
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં દર વર્ષે હનુમાન જયંતિની ભાવભેર ઉજવણી થાય છે. ત્યારે રાજકોટમાં આવેલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે સરદાર પટેલ સ્પોર્ટસ સ્ટેડિયમમાં પુ‚ષાર્થ યુવક મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હનુમાન જયંતી નિમિતે મીસ્ટર સૌરાષ્ટ્ર ૨૦૧૭નું આયોજન કરવામાં આવ્યું હતુ.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે યોજાયેલ મીસ્ટર સૌરાષ્ટ્ર ૨૦૧૭માં સીનીયર મહિલાઓ અને પુ‚ષોએ એમ બંનેએ ભાગ લીધો હતો ખાસ તો આ સ્પર્ધામાં દંડ બેઠક, યોગાસન, બોડી બિલ્ડીંગ જેવી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં સૌથી વધુ અને ઓછા વજન વાળી વ્યકિત તેમજ સૌથી ઉંચી અને નીચી વ્યકિત તેમજ મોટી મુછો વાળા વ્યકિતએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. પુ‚ષાર્થ યુવક મંડળના પ્રમુખ કિશોરભાઈ રાઠોડએ જણાવ્યું હતુ કે સ્પર્ધાનો મુખ્ય ધ્યેય રમતવીરોને પ્રોત્સાહન મળે અને રાજકોટવાસીઓ પણ ઈચ્છી રહ્યા છે કે આવી સ્પર્ધાનું આયોજન વારંવાર થતું રહે.
સૌરાષ્ટ્ર યુનિ.ના કોચ ડો. કેતન ત્રીવેદીએ જણાવ્યું હતુ કે જેમ સમગ્ર વિશ્ર્વએ યોગને સ્વીકાર્યું છે તેમ દંડ બેઠક ને પણ વિશ્ર્વ સ્વીકારે હાલ અમારી પાસે યુનિવર્સિટીમાં એવા વિદ્યાર્થીઓ છે કે જે ૩૦ મીનીટમાં ૧૦૫૧ દંડ કરે છે. અને ૧૮૦૦ જેટલી ઉઠક બેઠક કરે છે. ખાસ તો આ સ્પર્ધામાં આસનોમાં બે ગ્રુપ છે.૧૮ થી ૩૫ વયના યુવાનો માટે અને એક સીનીયર સીટીઝન માટે પણ એક અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. અંતમાં તેઓએ જણાવ્યું હતુ કે તમામ સ્પર્ધકોને રોકડ પુરસ્કાર તેમજ શિલ્ડ મેડલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સર્ટીફીકેટ પણ આપવામાં આવશે.