કાલથી ૨૯મે દરમિયાન ૧૫૦૦ ભૌતિક વૈજ્ઞાનિકો છાત્રોને ભૌતિક વિજ્ઞાનના પાઠ ભણાવશે: પ્રો. (ડો.) એસ.સી. વર્મા ઉદધાટન લેકચર આપશે

ભારત સરકારનાં ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી અંતર્ગત ગુજરાત રાજય સરકારનું ગુજકોસ્ટ, ગાંધીનગર અને ભૌતિકશાસ્ત્ર ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા એસસટેકના સંયુકત ઉપક્રમે સ્ટે હોમ નો સદ્દઉપયોગ વિદ્યાર્થીઓ ઘરે બેઠાં નિ:શુલ્ક ઓનલાઇન વિડિયો કોન્ફરન્સીંગ તથા ફેઇસબુક લાઇવ અને યુ-ટયુબ લાઇવનાં માધ્યમથી વિશ્ર્વનાં ટોચનાં ભારતીય વૈજ્ઞાનિકો અને તજજ્ઞો મારફત ફિઝીકસ વિષયનું જ્ઞાન મળી રહે તે માટે ‘ભૌતિક યાત્રા’ સી ટ્રાવેલ ઓફ સાયન્ટીફીક ઇન્ડીયન માઇન્ડ વિષયક વેબ બેઇઝ સેમીનાર (વેબીનાર)નું આયોજન તા.૨૧ મે ૨૦૨૦ નવ દિવસ માટે કરવામાં આવેલ છે.

રાષ્ટ્રીય કક્ષાનાં ‘ભૌતિક યાત્રા’ વેબીનારમાં વિશ્ર્વભરમાં સુપ્રસિધ્ધ જાણીતા તજજ્ઞ પહ્મ પ્રો. (ડો.) એચ.સી. વર્મા, આઇ.આઇ.ટી., કાનપુર તા.૨૧ મે નાં રોજ ઉદ્દઘાટન વ્યાખ્યાન આપવાનાં છે. પ્રો. એચ.સી. વર્મા કલાસીક રિસર્ચ પેપર્સ વિષયક રસપ્રદ નોબેલ ટોક આપવાનાં છે. તથા ભાગ લેનાર સંશોધકોનાં પ્રશ્ર્નોનાં જવાબ તથા ભવિષ્યનાં સંશોધન ક્ષેત્રો અંગે છાત્રોને તથા ફેકલ્ટીને માહિતગાર કરશે. વેબીનારમાં તા.૨૨મે નાં રોજ પી.આર.એલ., અમદાવાદનાં યુવા વૈજ્ઞાનિક ડો. વિશાલ જોષી, “યુનિવર્સ સિક્રેટ’ વિષયક ઉપર, તા.૨૩મે નાં સીએસઆઇઆર નેશનલ કેમિકલ લેબોરેટરી, પૂર્ણના સિનીયર વૈણાનિક, ડો. પંકજ પોદાર, ‘નેનો રોડ અને મેડીસીન, તા.૨૪મે ના રોજ ગુરુ ગોવિંદ ઇન્દ્રપ્રસ્થ યુનિવર્સિટી, ન્યુ દિલ્હીનાં તજજ્ઞ ડો. સત્યભાત્રા મોહપાત્રા, “મલ્ટી ફંકશનલ હાઇબ્રીડ નેનો સ્ટ્રકચર અને નેનો ટેમ્પોઝાઇટ ઓફ વોટર વોટર પ્રોરીફિકેશન વિષયક, તા.૨૫ મે નાં રોજ ભાભા એટોમીક રીસર્ચ સેન્ટરનાં સિનીયર વૈજ્ઞાનિક ડો. સુધીન્દ્ર રાયપોલ (એલ્યુમીના, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી), “અન્ડર સ્ટેન્ડીંગ સ્ટ્રકચર અને મેગ્નેટીઝમ યુઝીંગ ન્યુરોન પાવડર ડિફ્રેકશનવિષય પર, તા.૨૬મે નાં એમ.એસ. યુનિવર્સિટીનાં પ્રો. સુરજીત મુખરજી ‘ન્યુકલીઅર સંશોધન’ વિષય ઉપર, તા.૨૭ મેના રોજ દેશની ખ્યાતનામ સંશોધન સંસ્થાન આઇસર, ભોપાલનાં વૈજ્ઞાનિક પ્રો.ધનવીર રાણા (એલ્યુમીના સૌરાષ્ટ્ર યુનિવર્સિટી) “ટેરા રેઇઝ સાયન્સ એન્ડ ટેકનોલોજી તદ્દન નવી સંશોધન બ્રાંચ વિષયક, તા.૨૮મે ના યુ.જી.સી. ડીપાર્ટમેન્ટ ઓફ એટોમીક એનર્જી સંસ્થાના ઇદૌરનાં વૈજ્ઞાનિક ડો. દિનેશ શુકલા “એનર્જી ઇફીસીન્સ આસ્પેકટ ઓફ મટીરીયલ્સ વિષય પર અને તા.૨૮મે ના રોજ ભૌતિકશાસ્ત્ર ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં યુવા અધ્યાપક ડો. પી.એસ. સોલંકી ” ફંકશનલ ઓકસાઇડ મટીરીયલ્સ, આયન ટુ ટેકનોલોજી વિષયક વ્યાખ્યાનો આપવાનાં છે. સતત નવ દિવસ સવારે ૯:૩૦થી ૧૨:૩૦ યોજાનાર આ રાષ્ટ્રીય વેબીનાર “ભૌતિક યાત્રા માં ફિઝીકસનાં વિવિધ સંશોધન આયામો અને ટેકનોલોજી સંદર્ભ વ્યાખ્યાનો તથા પ્રશ્ર્નાવલીનો લાભ  દેશ-વિદેશનાં ૧૦ હજારથી વધારે સંશોધકો ઓનાલાઇન ટેકનોલોજીનાં માધ્યમથી મેળવવાનાં છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિ પ્રો. નીતિનભાઇ પેથાણી, ઉપકુલપતિ ડો. વિજયભાઇ દેશાણી, વિજ્ઞાન વિદ્યાશાખાનાં ડીન ડો. મેહુલભાઇ રૂપાણી, અધરધેન ડીન પ્રો. ગીરીશભાઇ ભીમાણી, ગુજકોસ્ટ ગાંધીનગરનાં એડવાઇઝર ડો.નરોત્તમ શાહુ, સિન્ડીકેટ સદસ્યો, કુલસચિવ ડો. આર.જી. પરમારના સફળ માર્ગદર્શન હેઠળ ભૌતિકશાસ્ત્ર ભવનનાં અધ્યક્ષ પ્રો. મિહીરભાઇ જોષી, પ્રો. નિકેશભાઇ શાહ, ડો. પી.એસ. સોલંકી, ચિંતનભાઇ પંચાસરા, હર્ષિલભાઇ સંઘવી, હાર્દિક ગોહિલ વગેરેની ટીમ મારફત છાત્રો અને સંશોધકોને ઉપયોગ અનોખા વેબીનારનું આયોજન કરેલ છે.

એક કલાકમાં ૨૦ રાજ્યોના ૬૦૦ સંશોધકોએ રજીસ્ટ્રેશન કરાવ્યા

“ભૌતિક યાત્રા વેબીનારમાં યુ.જી., પી.જી., પીએચ.ડી., એમ.ફીલ., વૈજ્ઞાનિકો, ફેકલ્ટી વગેરે ભૌતિક વિજ્ઞાનમાં રસ ધરાવનાર સંશોધકો માફરત માત્ર એક કલાકમાં જ ૬૦૦ જેટલાં રજીસ્ટ્રેશન થયેલ છે અને રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ છે. વેબીનારનાં કો-ઓર્ડિનેટર પ્રો. નિકેશભાઇ શાહ, ડો. પી.એસ.સોલંકી, ચિંતન પંચાસરાએ જણાવેલ કે વેબીનારનાં માધ્યમથી દેશ-વિદેશનાં સંશોધકોને ઘેર બેઠાં નિષ્ણાંત તજજ્ઞો સાથે વાર્તાલાપ અને લર્નીગનો અનોખો અવસર ઉપલબ્ધ થશે જે ભવિષ્યમાં સંશોધકોની ઉજજવળ કારર્કિદીમાં ખૂબ જ ઉપયોગી અનુભવ બની રહેશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ભૌતિકશાસ્ત્ર ભવનનાં સંશોધકોને દેશભરનાં ટોચનાં વૈજ્ઞાનિકો સાથે કોલોબ્રેશનનાં માધ્યમથી દેશની ટોચની સંશોધન સંસ્થાનોમાં થતા રસપ્રદ સંશોધનો અને સમાજ ઉપયોગી પ્રકલ્પોમાં ભાગ લેવાનો સોનેરી અવરસ આવનાર સમયમાં ઉપલબ્ધ બની શકશે. વેબીનારમાં ૨૦ રાજયોનાં સંશોધકો તથા કેટલીક વિદેશની યુનિવર્સિટીનાં છાત્રોએ નોંધણી કરાવેલ છે. સમગ્ર વેબીનારને સફળ બનાવવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં સંશોધકોની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.