આવતા વર્ષે આર.કે. અને મારવાડી યુનિવર્સિટીએ પણ એનઆઈઆરએફના રિપોટમાં સર્વશ્રેષ્ઠ સ્થાન મેળવવા શરૂ કરી તૈયારી
કેન્દ્ર સરકારના માનવ સંશાધન મંત્રાલય દ્વારા મંગળવારે નેશનલ ઈન્સ્ટીટયુટનો રીપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પ્રિન્ટીંગ સુધર્યું છે. જોકે દેશની ટોપ-૧૦૦ શૈક્ષણિક સંસ્થાઓમાં સ્થાન મેળવવા નિષ્ફળ રહેશે. સૌરાષ્ટ્રની એક પણ યુનિવર્સિટી એનઆઈઆરએફ રેન્કિંગમાં ૧ થી ૧૦૦માં સ્થાન મળ્યું નથી. જોકે આ વર્ષે આર.કે. યુનિવર્સિટી અને મારવાડી યુનિવર્સિટી એનઆઈઆરએફમાં એપ્લાય કરાવ્યું ન હતું. આવતા વર્ષે આ બંને પ્રાઈવેટ યુનિવર્સિટી દેશની સર્વશ્રેષ્ઠ યુનિવર્સિટીમાં સ્થાન મેળવવા તૈયારી શરૂ કરી દીધી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડો.ધીરેન પંડયાએ અબતક સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના એમએચઆરડી મંત્રાલય દ્વારા ૨૦૧૫માં નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ ફ્રેમવર્કની શરૂઆત કરવામાં આવી હતી અને ૨૦૧૬ અને ૨૦૧૭ બાદ ૨૦૧૮માં ત્રીજો રીપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ૨૦૧૭માં જાહેર કરાયેલા રીપોર્ટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ૧૫૧થી ૨૦૦માં સ્થાન મેળવ્યું હતું અને આ સ્થાન સુધારવા અને દેશની ૧૦૦ શૈક્ષણિક સંસ્થામાં સ્થાન મેળવવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અર્થાગ પ્રયાસો કર્યા હતા પરંતુ તેમાં સફળતા મળી ન હતી પણ સુધારો જરૂર થયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આ વખતે ૧૩૭મો ક્રમ હાંસલ કર્યો છે. જોકે ૧૦૦થી નીચે સમાવેશ ન થયા માટેનું મુખ્ય કારણ તેઓએ જણાવ્યું હતું કે, ક્ધસલ્ટન્સી પેટન પાછળ રહી ગઈ હોવાની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ધારણા છે અને આવતા વર્ષે ઓવરઓલ રેન્ક અને યુનિવર્સિટી રેન્કમાં સ્થાન મેળવવા બે કેટેગરીમાં અરજી કરવામાં આવશે અને લગભગ આવતા વર્ષે દેશની ૧૦૦ યુનિવર્સિટીમાં સ્થાન મેળવવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અત્યારથી જ તખ્તો તૈયાર કરી દીધો છે.
મારવાડી યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડો.નરેશ જાડેજાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારવાડી યુનિવર્સિટી એનઆઈઆરએફમાં એપ્લાય કર્યું નથી. એનઆઈઆરએફ રેન્કીંગ એમએચઆરડી દ્વારા સ્વિકારમાં આવ્યું છે. તેમાં મેજર ૫૦૦ પોઈન્ટ આપવામાં આવતા હોય છે. જેમાં પહેલો ટીટીંગ અને લર્નીંગ ત્યારબાદ રીસોર્સીસ, પબ્લીકેશન, ગ્રેજયુએશન આઉટ કમ અને પર્સનટેઈઝ આ પાંચ ક્રાઈટ એરિયાના અંદરમાં ઈવોલીયુશન થતું હોય છે. બીજી બાજુ નેશનલ લેવલની ઈન્સ્ટીટયુટમાં સરકારની ગ્રાન્ટ પણ મળતી હોય છે અને એ બધી યુનિવર્સિટી છેલ્લા ઘણા દાયકાથી કાર્યરત છે. તેમાં એમ્પ્લોયર, વિદ્યાર્થીઓ અને સોસાયટીના પ્રશ્ર્નો ડાયરેકટ એનઆઈઆરએફ દ્વારા પુછવામાં આવે છે. જેને લઈને તેઓ ૧ થી ૧૦૦ના રેન્કીંગમાં નંબર હાંસલ કરે છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, મારવાડી યુનિવર્સિટી હાલ તો નેક એક્રીડેશન તરફ વધારે ભાર આપ્યો છે. આવતા વર્ષે એનઆઈઆરએફમાં મારવાડી યુનિવર્સિટી પણ એપ્લાય કરશે અને સૌરાષ્ટ્રનું નામ આગળ આવે તેવી પુરેપુરી શકયતાઓ છે.
આર.કે.યુનિવર્સિટીના ડો.રામાણીનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે, હાલ તો આર.કે.યુનિવર્સિટી નેક એક્રીડેશન તરફ જ વધુ મહેનત કરી રહી છે. જોકે ધીમે-ધીમે આગળ જતા માનવ સંશાધન વિકાસના નેશનલ ઈન્સ્ટીટયુશનલ રેન્કીંગ ફ્રેમ વર્કમાં નામમાં યાદી ઉમેદવારમાં આવશે ત્યારબાદ દેશની ૧૦૦ યુનિવર્સિટીઓમાં સૌરાષ્ટ્રની ખાનગી યુનિવર્સિટીનું પણ નામ આવે તેવા પ્રયાસો કરવામાં આવશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,