૨૦ બેઠકો પર ભાજપના સેનેટ સભ્યો ચુંટાયા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત તા.૨૩/૫/૨૦૧૬ થી અમલમાં આવનારી ટીચર્સ સેનેટ સભ્યો ૨૪માંથી ૨૨ બેઠકો ઉપર સમરસ રીતે સેનેટ સભ્યો ચુંટાયા છે. જેમાંથી ૨૦ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના સેનેટ સભ્યો ચુંટાયા છે.
તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનુ ૫૦મું સુવર્ણ જયંતિ વર્ષ ચાલી રહ્યું છે.
તા.૨૩/૫/૨૦૧૭ થી અમલમાં આવનારી નવી સેનેટ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઉપર ખોટો આર્થિક બોજો ન પડે અને સુમેળતા તથા સંવાદિતતાનું વાતાવરણ સ્થપાય તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કુલ ૨૪ ટીચર્સ સેનેટમાંથી ૨૨ બેઠકો ઉપર સમરસ રીતે સેનેટ સભ્યો ચુંટવામાં આવ્યા, જેમાંથી ૨૦ સેનેટ સભ્યો ભારતીય જનતા પાર્ટીના ચુંટાયા છે.
આ પ્રસંગે અબતકની મુલાકાતે આવેલા આગેવાનોએ કહ્યું હતું કે, આગામી પાંચ વર્ષમાં દરેક ફેકલ્ટી અંતર્ગત શિક્ષકોનાપ્રશ્ર્નો માટે ફેકલ્ટીવાઈઝ ચિંતન કરવામાં આવશે. દરેક ફેકલ્ટીમાં ફેકલ્ટી માટે ફેકલ્ટી ડેવલોપમેન્ટ વર્કશોપનું આયોજન કરવામાં આવશે અને ફેકલ્ટીવાઈઝ શિક્ષકોના પ્રશ્ર્નો યુનિવર્સિટી સત્તામંડળ સમક્ષ તેમજ રાજય સરકાર સમક્ષ મુકવામાં આવશે. પરીક્ષામાં ચોરીને ડામવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો.પ્રતાપસિંહ ચૌહાણ દ્વારા જે પરીક્ષા શુઘ્ધિ ઝુંબેશ ઉપાડવામાં આવી છે. તમામ શિક્ષકો દ્વારા આ પરીક્ષા શુઘ્ધિ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સાથે સંપૂર્ણ ટેકો આપવામાં આવશે.
કુલ ૨૨ બેઠકોમાંથી ૨૦ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના સેનેટ સભ્યો ચુંટાય તે માટે સિન્ડીકેટ સભ્યો ડો.નેહલભાઈ શુકલ, ડો.ગીરીશભાઈ ભીમાણી, ડો.મેહુલભાઈ ‚પાણી, ડો.ભાવિનભાઈ કોઠારી, ડો.વિજયભાઈ ભટ્ટાસણા, ડો.વર્ષાબેન છીછીયા, ડો.અનિલ સી.પઢીયાર, ડો.અમિતભાઈ હપાણી, ડો.મનીષભાઈ મહેતા, ડો.ભરતભાઈ રામાનુજ, ડો.વિજયભાઈ દેસાણી વગેરે જહેમત ઉઠાવી હતી.