આવતા દિવસોમાં યુનિવર્સિટી સ્કિલ ડેવલોપમેન્ટ સેન્ટર સ્થપાશે: 100થી વધુ સ્કિલ બેઝ કોર્ષ શરૂ કરાશે: પી.વી.સી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કોરોના કાળમાં પણ પૂરતી તકેદારી સાથે લાખથી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાઈ
ઉપ કુલપતિ તરીકે સહર્ષ બે વર્ષ પૂર્ણ કરતા ડો.વિજય દેશાણી આવ્યા ‘અબતક’ની મુલાકાતે
સૌરાષ્ટ્ર યુનિ.ના સહર્ષ બે વર્ષ પૂર્ણ કર્યા બાદ સૌ.યુની.ના ઉપકુલપતિ ડો. વિજય દેસાણીએ અબતક મિડીયાની મુલાકાત લઈ ખાસ વાતચીત કરી હતી જેમાં જણાવ્યું કે બે વર્ષની આ સફરમાં સિન્ડીકેટ સભ્યો, ભવનનાં અધ્યક્ષસેનેટ સભ્યો, ફેકલ્ટી ડીન, પ્રાધ્યાપક મિત્રો અને પ્રિન્સીપલના સહકારથી કાર્યો કર્યા છે. યુની જે સ્ટેજ પર અમને સોંપવામાં આવી હતી તેનાથી વધારે સારા વિદ્યાર્થી લક્ષી કાર્યો થાય.
ઉપરાંત સૌરાષ્ટ્રનું શિક્ષણ જગત ટોચ પર આવે તેવા કાર્યો કર્યા છે. સાથોસાથ છેલ્લા દશથી અગિયાર મહિનાથી કોરોનાનો કપરો કાળ આપણે સૌએ જોયો છે. ત્યારે આ સમયે પરીક્ષા લેવી કે નહિ, લેવી તોકેવી રીતે લેવી એ મુંઝવણ હતી ત્યારે યુની.એ એક લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા સફળતા પૂર્વક લીધી છે. યુની. હંમેશા વિદ્યાર્થીને પડખે રહી દરેક પ્રકારની તકલીફમાં મદદગાર રહી છે. 237 જેટલી એફીલીયેટેડ કોલેજનાં પ્રિન્સીપલ અને પ્રાધ્યાપકોએ પણ ખૂબજ સારો સહકાર આપ્યો છે.
આ સિવાય યુની. દ્વારા 2000 રકતની બોટલો એકત્રીત કરી સરકારી હોસ્પિટલને આપી છે. ખાસ તો મનોવિજ્ઞાન ભવન દ્વારા કાઉન્સેલીંગ સેન્ટર શરૂ કરાયું. જેથી 50,000થી વધુ લોકો પોતાની તકલીફોના નિરાકરણ મેળવ્યું. સામાન્ય રીતે પુદસ્તકિયા જ્ઞાનને બદલે અલગ અલગ કૌશલ્ય ખીલે તે પણ જરૂરી છે. જેને ધ્યાનમાં લઈ આવતા દિવસોમાં સ્કીલ ભવન બનશે.જેમાં 129 પ્રકારની સ્કીલ શિખડાવામાં આવશે. ઉપરાંત લેગ્વેસ્ટીક સેન્ટર, પણ બનશે.જેમાં અલગ અલગ ભાષાઓ શિખવાડવામાં આવશે અને સૌરાષ્ટ્ર લોક સાંસ્કૃતિક કેન્દ્ર કે જેમાં કચ્છથી કોડીનાર સુધીનું સ્ટ્રીટ એન્ટરટેઈન, જેવા કે કતપુતળીના ખેલ, ભવાયા, મદારી સહિત કચ્છની ભાષા લોક સંગીત, સાહિત્ય અને સૌરાષ્ટ્રના સંતો, મેળાઓનું એક જ જગ્યાએ જ્ઞાન મળી રહેશે જેનો ઉછેર એ છેકે દેશ વિદેશમાં આપણી ભાતીગળ સંસ્કૃતી ઉજાગર થાય.