યુનિવર્સિટીનાં આનંદનાં ઓપન માઈકનો વિદ્યાર્થીઓ બહિષ્કાર કરે તેવી એનએસયુઆઈની માંગ
રાજયમાં કોરોનાનાં દર્દીઓની સંખ્યા રાષ્ટ્રમાં ત્રીજા ક્રમે છે. વિશ્ર્વભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે રાજકોટમાં પણ કફર્યુનો માહોલ છે. હાલમાં દરેક લોકો કોરોનાનાં ખતરા સામે લડી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને આનંદનું માઈક નામે આનંદ ઉત્સવ ઉજવવાનું શરૂ કર્યું છે. વિદ્યાર્થીઓનાં અભ્યાસનાં બદલે યુનિવર્સિટીનાં હાલમાં આવા અવનવા કાર્યક્રમો સુઝી રહ્યા છે ત્યારે યુનિવર્સિટીનાં આનંદનાં ઓપન માઈકનો વિદ્યાર્થીઓ બહિષ્કાર કરે તેવી એનએસયુઆઈની માંગ છે.
વિશ્ર્વભરમાં નાની-મોટી શાળાઓ ઓનલાઈન અભ્યાસથી વિદ્યાર્થીઓનાં બગડતા ભણતરને બચાવી સમયની સાથે કદમ મિલાવે છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં સતાધીશો વધુ એક વખત હાસ્યાસ્પદ ઠર્યા છે. છેલ્લા ૨૮ દિવસથી લોકડાઉન હોય યુનિવર્સિટીનાં તંત્ર દ્વારા કોઈ નકકર નિર્ણય લેવામાં આવ્યો નથી ત્યારે હવે રહી-રહીને બુદ્ધિ ભ્રષ્ટ થાય તેવા કાર્યક્રમો કરવાનું સુઝી રહ્યું છે. આવતીકાલથી યુનિવર્સિટી દ્વારા યુનિવર્સિટીનાં ફેસબુક પેજ પર ફિલોસોફી અને મોટીવેશનલ સ્પીચની[
શ્રેણી આનંદ માઈક શરૂ થવા જઈ રહ્યું છે.
વિદ્યાર્થી ફંડનો કોરોના સામેની સહાયમાં ઉપયોગ કરતી આ યુનિવર્સિટી લોકડાઉનનાં સમયમાં વિદ્યાર્થીઓ માટે નવી ટેકનોલોજી થકી સમયનો સદઉપયોગ કરાવે તે જરૂરી બન્યું છે. અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં સેનેટ સભ્ય નિદત બારોટ દ્વારા વીસી, પીવીસી ઉઠે જાગે અને કામ પર લાગે તેવી માંગ પણ કરાઈ હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ અભ્યાસનાં બદલે આનંદનું માઈક શરૂ કર્યું માંગ કરી હતી.