હરિવંદના કોલેજના ટ્રસ્ટી અને છેલ્લા પાંચ વર્ષથી શિક્ષણક્ષેત્રમાં સફળ કામગીરી બદલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય તરીકે પસંદગી થઈ: અભિનંદનની વર્ષા
રાજય સરકાર દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ સભ્ય તરીકે હરિવંદના કોલેજના ટ્રસ્ટી અને છેલ્લા પાંચ વર્ષથી શિક્ષણક્ષેત્રમાં સફળ કામગીરી બજાવનાર સર્વેશ્ર્વર ચૌહાણની નિયુક્તિ થતા શિક્ષણ જગતમાં ચારેબાજુ અભિનંદનની વર્ષા થઈ રહી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તાજેતરમાં નવું સેનેટનું માળખુ અમલમાં આવનાર છે ત્યારે સેનેટની ચુંટણીમાં મોટાભાગના સભ્યો નિમાય ચુકયા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સરકાર નિયુકત સેનેટ સભ્યની પસંદગી કરવામાં આવી છે. જેમાં આ વર્ષે શહેરની જાણીતી હરિવંદના કોલેજના ટ્રસ્ટી અને રાજકોટ શહેર યુવા ભાજપના ઉપપ્રમુખ એવા સર્વેશ્ર્વર ચૌહાણની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય તરીકે પ્રથમ વખત વરણી કરવામાં આવી છે. હરિવંદના કોલેજમાં ટ્રસ્ટી તરીકે અને શિક્ષણ જગતમાં છેલ્લા પાંચ વર્ષથી સંકળાયેલા સર્વેશ્ર્વર ચૌહાણ શિક્ષણ ક્ષેત્રની અને પ્રશંસાપાત્ર કામગીરીની નોંધ લઈ રાજય સરકાર દ્વારા નિયુકત સેનેટ સભ્ય તરીકે સર્વેશ્ર્વર ચૌહાણની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટના માળખામાં પસંદગી થતા શિક્ષણ જગતમાં શુભેચ્છાની વર્ષા થઈ રહી છે.