પ્રદૂષણ તેમજ વધતી જતી ગ્લોબલ વોર્મિંગની સમસ્યા નિવારવા માટે વૃક્ષો વાવવા અને વૃક્ષોનું જતન કરવાની નેમ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ને ક્લીન અને ગ્રીન કેમ્પસ બનાવવા માટે પ્રથમ મહિલા કુલપતિ ડો. નીલાંબરીબેન દવે એ મક્કમતાથી આ બાબતે કાર્ય કરવા માટે નિર્ધાર કરેલો છે. આજના વધતા જતા પ્રદુષણ અને ગ્લોબલ વોર્મિંગ ની દૂરગામી અસરો થી બચવા માટે આપણી આજુબાજુ બહોળી સંખ્યામાં વૃક્ષો વાવવા તથા વૃક્ષો નુ જતન કરવું એ અતિ આવશ્યક છે.
આજ સંકલ્પના ને આગળ ધપાવવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે રાજકોટ શહેર ના નામાંકિત અને લોકહિતમાં કાર્ય કરતા “કુમકુમ ગ્રુપ, રાજકોટ તથા કેમ્પસ પર દરરોજ સવારે વ્યાયામ તેમજ વોકિંગ માટે આવતા રાજકોટ શહેરના નગરજનો દ્વારા સંયુક્ત રીતે લોકભાગીદારીથી આજ રોજ સવારે પ્રથમ મહિલા કુલપતિ ડો. નીલાંબરીબેન દવેના હસ્તે કેમ્પસ ખાતે વૃક્ષા રોપણ કરવામાં આવેલ હતું.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ ડો. નીલાંબરીબેન દવેએ જણાવ્યું હતું કે કેમ્પસ પર લોકો દ્વારા લોકો વડે જન જાગૃતિ ના ભાગરૂપે લોકભાગીદારીથી આવા કાર્યો સદાય તથા રહે તે માટે સૌ નગરજનો ને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિવાર હંમેશા આવકારે છે અને આવા રાષ્ટ્રહિત લોકહિત ના કાર્યો કરવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિવાર હંમેશા કટિબદ્ધ છે.
આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ મહિલા કુલપતિ ડો. નીલાંબરીબેન દવે, કુમકુમ ગૃપના મનોજભાઈ, અશોક ભાઈ અને જલસા ગૃપના રામભાઈ ઓડેદરા, વી. ડી. વઘાસિયા, ચંદ્રકાંત ભાઈ સુરેશભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.