સેમેસ્ટર બે અને ચારના વિધાર્થીઓ 119 કેન્દ્રો પર પરીક્ષા આપશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રથમ તબક્કાની પરીક્ષા પૂર્ણ થતાની સાથે જ તુરંત બીજા તબક્કાની પરીક્ષાનો પ્રારંભ કરવામાં આવશે. આગામી 17 એપ્રિલથી સેમેસ્ટર 2 અને 4 ની પરીક્ષાનો પ્રારંભ થશે. જેમાં 119 પરીક્ષા કેન્દ્રો પરથી 45,470 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જેમાં બીએ-બી.કોમ સહીત 15 કોર્ષના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. આગામી 17 એપ્રિલ થી શરૂ થનારી પરીક્ષા સવારે 10.30 થી 1 અને બપોરે 2.30 થી 5 એમ બે શેસનમાં લેવામાં આવશે
જેમાં સેમ.4 માં બી.કોમ.માં 18,956, બી.એ.માં 14,470, બી.સી.એ માં 4488, બી.બી.એ.માં 3292, બી.એસ.સી માં 2800, બી.એસ.સી.આઇટી.માં 286, બી.એસસી.એચ.એસ. માં 238, બી.એ. એલ.એલ.બી.માં 91, બી.એડ.માં 50, બી.એ.આઈડી.માં 35, બી.એચ.ટી.એમ.માં 22, બી.એસસી.-એમ.એસ.સી.માં 19, બી.ડિઝાઈનમાં 18 જયારે સેમ.2માં બી.એસ.ડબલ્યુ.માં 292 અને એમ.એસ.ડબલ્યુ.માં 413 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જેમાં રેગ્યુલર અને રીપીટર બન્નેનો સમાવેશ થાય છે.
હાલ ચાલી રહેલી પરીક્ષાનો પ્રારંભ થયો ત્યારથી એટલે કે 4 પેપરમાં પરીક્ષાના સી.સી.ટી.વી. વેબસાઈટ પર બંધ છે તે માટે ઇન્ટરનેટ બંધ થયાનું ટેકનીકલ કારણ અપાઈ રહ્યું છે પરંતુ કેટલા દિવસ લાઈવ પરીક્ષા સી.સી.ટી.વી. બંધ રહેશે તે નક્કી નથી અને પરીક્ષાના આગામી તબક્કામાં પણ પરીક્ષાના સી.સી.ટી.વી. જાહેર થશે કે કેમ એ પણ એક મોટો સવાલ છે.