સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો સ્વર્ણિમ સ્થાપના વર્ષ ઉજવણીએ લોક સાંસ્કૃતિ મૂલક કાર્યક્રમ યોજાયો: જાણીતા લોકગાયક ભીખુદાન ગઢવીએ કરી જમાવટ
સૌરાષ્ટ્ર યુનિવસીર્ટીના સ્વર્ણિમ સ્થાપના વર્ષ ઉજવણીના સમાપન સમારોહ અંતર્ગત યુનિવસીર્ટીના એન.એફ.ડી.ડી. હોલ ખાતે લકો સાંસ્કૃતિક મુલક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર યુનિવસીર્ટી અને મેધાણી લોક સાહિત્ય કેન્દ્ર તેમજ આવ્યું હતું.
એસ.સી. ના સંયુકત ઉપક્રમે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત પહ્મશ્રી ભીખુદાનભાઇ ગઢવીએ ભારતીય સંસ્કૃતિ ભારતીય મુલ્યો જેવા અનેક વિધ વિષયો પર લોક સંગીત પીરસ્યુ હતું.
આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવસીર્ટીના કુલપતિ ડો. પ્રતાપસિંહ ચૌહાણ, રજસ્ટ્રાર ડો. ધીરેન પંડયા તેમજ ભીખુદાન ગઢવીના હસ્તે દીસ પ્રાગટય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
સૌરાષ્ટ્ર યુનિવસીર્ટીના કુલપતિ ડો. પ્રતાપસિંહ ચૌહાણએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવસીટીએ ર૩ મે થી શરુ કરી રર મે સુધીમાં ૫૦ વર્ષની ઉજવણીના ભાગ રુપે વર્ષ દરમીયાન જુદા જુદા કાર્યક્રમો કરવામાં આવ્યા અને તે અંતર્ગત ભાવ-વંદના કાર્યક્રમથી લઇ કોન્ફરન્સ, રિસર્ચ તેમજ વિઘાર્થીલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું પરંતુ આજ રોજ જે કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો લકો સંસ્કૃતિ મુલકનો તેમાં પદ્મશ્રી ભીખુદાન ગઢવીને બોલાવવામાં આવ્યા હતા. ભારતીય લોક સંસ્કૃતિ, ભારતીય પરંપરા ભારતીય મુલ્યો જેવા અનેક વિષયો પર મુલ્ય અને લોક શિક્ષણ દ્વારા સમાજની અંદર જે ગૌરવ ગાથા છે તેને લઇ આગઇ વધી રહ્યા છે. આ કાર્યક્રમમાં વિષય વસ્તુ નારીની ગૌરવ ગાથા, ગાય માતા અને વ્યસન મુકિતને ઘ્યાનમાં રાખીને સૌરાષ્ટ્ર યુનિવસીર્ટીએ ૫૦ વર્ષની ઉજવણીના ભાગ ‚પે છેલ્લે દીવસે ભવ્ય લોકસંસ્કૃતિ મુલક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સિન્ડીકેટ સભ્યોની ટીમ યુનિવસીર્ટીના ડીન બધા જ ભવનના મુખ્ય શિક્ષકો અને રજીસ્ટ્રાર હાજર રહ્યા હતા. આ કર્મચારી પરિવાર આ ઉત્સવને જોશ ભેર ઉજવણી કરવામાં આવી હતી. ખાસ આ કાર્યક્રમ દ્વારા લોક શિક્ષણ અને આપણા વિઘાર્થીમાં ચાર દિવાલની વચ્ચે જે ફોરમલ શિક્ષણ આપવામાં આવે છે. તેમાં લોક મુલ્યો લોક સંસ્કૃતિ તેમજ લકો પરંપરા દ્વારા પણ એ શિક્ષણની પઘ્ધતિ જે ભારતીય પરંપરામાં કૃષિફળની અંદર વ્યવસ્થા હતી. એ વ્યવસ્થાને ઉજાગર કરવા માટે ૫૦ વર્ષની ઉજવણીના ભાગ ‚પે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેથી સમાજની અંદર સમરસતા ઉભો થશે અને નારીઓની ગૌરવ ગાથા તેમજ નારીઓનું સન્માન થશે અને વ્યસનથી સમાજ મુકત થાય અને શસકત ભારત તરફ પ્રયાણ કરીએ તો એ તરફનો વિચાર લઇ યુનિવસીર્ટી આગળ વધી રહી છે.