આ વખતે નેક જજમેન્ટિવ મુલ્યાંકનના બદલે કવાન્ટેટિવ મુલ્યાંકન કરશે
નેકના સિનિયર મોસ્ટ એડવાઈઝર ડો.બી.એસ.મધુરકર અને ડો.પ્રસાદે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજના પ્રિન્સીપાલોને માર્ગદર્શન આપ્યું
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ષ ૨૦૧૯ના ઓકટોબર માસમાં નેકનું મુલ્યાંકન થનાર છે ત્યારે એ પ્લસ ગ્રેડ મેળવવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પટ્ટાવાળાથી માંડીને કુલપતિ સહિતનાઓએ તડામાર તૈયારી આરંભી દીધી છે જેને લઈને આજે નેકના સિનિયર મોસ્ટ એડવાઈઝર બી.એસ.મધુરકર અને ડો.પ્રસાદે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજના પ્રિન્સીપાલોને નેકના મુલ્યાંકન વિશેનું માર્ગદર્શન પુરુ પાડયું હતું. અગાઉ ત્રણ વખત નેકનું મુલ્યાંકન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવ્યું છે.
આ વખત ચોથીવાર નેકનું મુલ્યાંકન થનાર છે. ગુજરાતમાં એ ગ્રેડ ધરાવતી એકમાત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે અને હવે એ પ્લસ ગ્રેડ પ્રાપ્ત કરે તે માટે કવાયત શરૂ કરી દેવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આઈકયુએસી સેલના વડા ડો.આલોક ચક્રવાલે માહિતી આપતા જણાવ્યું હતું કે, અગાઉ જે રીતે નેકનું મુલ્યાંકન થતું હતું તે આ વખતે ખુબ જ અલગ રીતના થશે.
હવે નેક જજમેન્ટિવ મુલ્યાંકનના બદલે કવાન્ટેન્ટિવ મુલ્યાંકન તરફ જઈ રહી છે. નવી સિસ્ટમ અમલી કરવા માટે નેક દ્વારા ૨૦ યુનિવર્સિટીઓની પાયલોટ પ્રોજેકટ તરીકે પસંદગી કરવામાં આવી છે. જેમાં યુનિવર્સિટીઓ પાસે એકફોર્મ ભરવામાં આવશે તેનું વેઈટેડ ૮૦ ટકા જેટલું રહેશે. ઉપરાંત ૭ ક્રાઈટ એરિયા મુજબ નેકની ટીમ મુલ્યાંકન કરશે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આજે લગભગ ૨૩૦ જેટલી કોલેજના પ્રિન્સીપાલોને નેકના સલાહકારો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં યુનિવર્સિટી તો એ પ્લસ ગ્રેડ મેળવવા માટેના પ્રયાસો કરી રહી છે. સાથો સાથ કોલેજો પણ નેકના મુલ્યાંકનમાં જોડાય તેમજ નેકના મુલ્યાંકનમાં કઈ-કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે તેમજ કઈ રીતે રીસર્ચ ટ્રેનીંગ લર્નીંગમાં વધારો થાય તે માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલનાયક ડો.વિજયભાઈ દેસાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ વખતે નેકના મુલ્યાંકનની પઘ્ધતિ અલગ હશે. ખાસ તો આ વખતે ૭૦ ટકા જેટલી મુલ્યાંકન પઘ્ધતિ ઓનલાઈન કરવામાં આવશે તેમજ જે ૩૦ ટકા જેટલી મુલ્યાંકનની પઘ્ધતિમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કેટલી કોલેજો નેક મુલ્યાંકનમાં પ્રવેશ કર્યો છે તેમજ તેઓના ઈન્ફ્રાસ્ટ્રકચર ટીચીંગ અને લર્નીંગ ઉપર મુલ્યાંકન થશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આગામી ઓકટોબર આવનાર નેક મુલ્યાંકનમાં એ પ્લસ ગ્રેડ હાંસલ કરે તેવા પ્રયત્નો આજથી શરૂ કરી દેવામાં આવ્યા છે.
૧. અભ્યાસક્રમ (૧૫૦ માર્કસ): ૧૩ ફેકલ્ટીમાં અભ્યાસક્રમ બદલાશે, વિદ્યાર્થી પાસેથી ફીડબેક લેવામાં આવશે
૨. ટીચીંગ એન્ડ લર્નીંગ (૨૦૦ માર્કસ): રીઝર્વેશન પોલીસી, વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશ, તમામ સમાજના વિદ્યાર્થીઓની સંખ્યા, નબળા વિર્દ્યાીઓને ગાઈડન્સ માટે રેમીડયલ કોચીંગ
૩.રિસર્ચ ઈનોવેશન એન્ડ એકસ્ટેન્શન (૨૫૦ માર્કસ): દરેક વિભાગને રૂ.૫૦ હજાર ગ્રાન્ટ, એસીપી હેઠળ સાયન્સ અને સેન્ટર ઓફ એડવાન્સ સ્ટડી કાર્યરત કરવા,યુનિવર્સિટીનું પ્રકાશન
૪. ઈન્ફાસ્ટ્રકચર એન્ડ લર્નીંગ રિસોર્સીસ (૧૦૦ માર્કસ): લાયબ્રેરી, તમામ ભવનો સો લાયબ્રેરીનું જોડાણ, દરેક અધ્યાપકને ૫૦૦ એમબીી ૧ જીબીનું નેટ, ૮ હોસ્ટેલ, ઈન્ટરનેશનલ ટ્રાન્ઝીસ્ટ હાઉસ, બે ગેસ્ટ હાઉસ, ૧૫ સેમીનાર હોલ, ૧૦ ઓડિટોરીયમ
૫. સ્ટુડન્ટ સપોર્ટ એન્ડ પ્રોગ્રેશન (૧૦૦ માર્કસ): એલ્યુમનીમીટ દર ૨૩મીએ
૬. ગવર્નમેન્ટ લીડરશીપ એન્ડ મેનેજમેન્ટ (૧૦૦ માર્કસ): ફૂલ ટાઈમ કો-ઓર્ડીનેટર, નેકના સીનીયર મોસ્ટ એડવાઈઝર બી.એસ.મધુરકરે આઈકયુએસી સેલને રોલ મોડલ ગણાવ્યું હતું, યુનિવર્સિટીનું ૩૦૦ કરોડનું ભંડોળ
૭. ઈન્સ્ટિટયુશન વેલ્યુ એન્ડ બેસ્ટ પ્રેકટીસ (૧૦૦ માર્કસ): સામાજીક જવાબદારી, અત્યાર સુધીમાં ૩૦ હજારી વધુ મોટા વૃક્ષ, નગર વંદન યોજના અંતર્ગત વન વિભાગ દ્વારા સૌ.યુનિ.માં રોપાયા છે (ગ્રીન કેમ્પસ બનાવવું), એલઈડી લાઈટ, સોલાર પેનલ