સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આ વર્ષે નેક એક્રેડીટેશનની ફોર્થ સાઈકલમાં અરજી કરવા માટે કુલપતિશ્રી તથા ઉપકુલપતિના માર્ગદર્શન હેઠળ ઈન્ટરનલ કવોલીટી એસ્યોરન્સ સેલના ડાયરેક્ટર અને સિન્ડિકેટ સભ્ય ડો. ગીરીશભાઈ ભીમાણી તથા આઈ.કયુ.એ.સી. ટીમ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને “એ + ગ્રેડ પ્રાપ્ત થાય એ માટે તમામ પ્રક્રિયા અને ડોકયુમેન્ટેશનની કામગીરી ખુબ સુચારુ રીતે સંપન્ન કરવામાં આવેલ છે.
સમગ્ર ભારતમાંથી નેકમાં એક્રેડીટેશનની ફોર્થ સાઈકલમાં ભારતભરમાંથી માત્ર ચાર યુનિવર્સિટીઓએ એપ્લાય કરેલ છે જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો સમાવેશ થાય છે. જે આપણા સૌ માટે ગર્વની બાબત છે.
સમગ્ર ગુજરાતની યુનિવર્સિટીઓમાં નેકમાં એક્રેડીટેશન માટેની ફોર્થ સાઈકલમાં એપ્લાય કરનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ ગુજરાત રાજયની સૌપ્રથમ યુનિવર્સિટી બની છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ સમગ્ર રાજય અને દેશમાં અગ્રીમ હરોળમાં સ્થાન ધરાવે છે. નેકની આ ફોર્થ સાઈકલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને એ+ ગ્રેડ પ્રાપ્ત થશે એવો સંકલ્પ અને પ્રયત્ન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યો છે.