એચ.એન. શુક્લ કૉલેજ આયોજિત ડો.યાજ્ઞિક ટ્રોફી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન 28 ટિમો વચ્ચે જામશે ખરાખરીનો જંગ: 11મી ડિસેમ્બરએ ફાઈનલ મુકાબલો રમાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આંતરકોલેજ સ્પર્ધા ચાલી રહી છે જે અંતર્ગત આજથી એચ.એન.શુકલ કોલેજ આયોજિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આંતરકોલેજ ક્રિકેટ ટુર્નામેન્ટનો આજથી પ્રારંભ થયો છે. જેમાં મુખ્ય મહેમાન તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો.નિલાંબારીબેન દવે, અર્જુનસિંહ રાણા, સૌરાષ્ટ્ર ક્રિકેટ રણજિત ટીમના કેપ્ટન જયદેવ શાહ, સૌરાષ્ટ્ર યુનિ.ના બોર્ડ ઓફ સ્પોર્ટ્સના સભ્ય ચિંતન રાવલ, એચ.એન.શુક્લ કોલેજના પી.ટી.આઈ. નેમિશભાઈ સહિતનાઓ હાજર રહ્યા હતા.
આજથી શરુ થયેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આંતરકોલેજ ટુર્નામેન્ટના પ્રારંભે પ્રથમ મેચ આત્મીય લો કોલેજ રાજકોટ અને જ્ઞાનગંગા કોલેજ રાજકોટ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. આજથી શરુ થયેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આંતર કોલેજ ટુર્નામેન્ટમાં એચ.એન.શુક્લ કોલેજ, ડી.એચ.કોલેજ, આત્મીય લો કોલેજ, જ્ઞાનગંગા કોલેજ, હરિવંદના કોલેજ, ગીતાજલી કોલેજ, એન.બી.એ. આર્ટ્સ કોલેજ ગોંડલ તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નેનો સાયન્સ ભવન, કેમેસ્ટ્રી ભવન અને એમ.બી.એ ભવન સહિત 28 ટિમો વચ્ચે હાઈગવોલ્ટેજ મુકાબલા થનાર છે.
આ ટુર્નામેન્ટમાં વિજેતા થનાર ટીમને ટ્રોફી અને રોકડ પુરસ્કાર આપી નવાજવામાં આવશે. આ ટુર્નામેન્ટનો ફાઈનલ મુકાબલો 11મી ડિસેમ્બરના યોજાશે ત્યાર બાદ તા.12 અને 13 ડિસેમ્બરના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ઓપન સિલેકશન રાખવામાં આવ્યું છે જે ખેલાડીઓ સિલેક્ટ થશે તેઓને નેશનલ કક્ષાની ટુર્નામેન્ટમાં રમવા મોકલવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ટીમે 2017 જોનકક્ષાની ટુર્નામેન્ટમાં વિજેતા તેમજ નેશનલ લેવલે રનર્સઅપ રહી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યું છે.