૩ ઓગસ્ટથી ૧૨ ડિસેમ્બર સુધી વિવિધ ૪૪ રમતો રમાશે: ૩ સપ્ટેમ્બરથી ૩ ઓકટોબર દરમિયાન એચ.એન.શુકલ કોલેજ દ્વારા ભાઈઓ-બહેનો માટે આંતરકોલેજ ક્રિકેટ સ્પર્ધા યોજાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુરુવારે બોર્ડ ઓફ સ્પોર્ટસની બેઠક મળી હતી જેમાં વિવિધ મુદાઓ ઉપર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી અને વર્ષ ૨૦૧૯-૨૦નું સ્પોર્ટસ કેલેન્ડર મંજુર કરવામાં આવ્યું હતું. ૩ ઓગસ્ટથી ૧૨ ડિસેમ્બર સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આંતર કોલેજ સ્પર્ધા યોજાશે જેમાં વિવિધ ૪૪ રમતો રમાડવામાં આવશે. આંતરકોલેજ સ્પર્ધાનો પ્રારંભ આગામી ૩જી ઓગસ્ટથી થનાર છે જેમાં એચ.એન.શુકલ કોલેજ સંચાલિત ભાઈઓ માટેની બેડમીન્ટન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
માહિતી મુજબ ૩જી ઓગસ્ટે એચ.એન.શુકલ કોલેજ દ્વારા ભાઈઓ માટે બેડમીન્ટન, ૪થી ઓગસ્ટે બહેનો માટે બેડમીન્ટન, ૫મીએ દિવ ખાતે ટેબલ ટેનિસ ભાઈઓ માટે, ૭મી ઓગસ્ટે હરિવંદના કોલેજ દ્વારા ભાઈઓ-બહેનો માટે ચેસ સ્પર્ધા, ૮મીએ જામનગર વિદ્યાનગર ઈન્ફોટેક કોલેજ દ્વારા બહેનો માટે ટેબલ ટેનિસ સ્પર્ધા, ૯ અને ૧૦ ઓગસ્ટે શારીરિક શિક્ષણ ભવન યુનિવર્સિટી દ્વારા ભાઈઓ માટે કબડ્ડી સ્પર્ધા, ૧૧મીએ જામનગર સરકારી કોમર્સ કોલેજ દ્વારા ક્રોસ ક્ધટ્રી રેસ સ્પર્ધા ભાઈઓ બહેનો માટે, ૧૩મી ઓગસ્ટે ગોંડલની યુ.એલ.ધડુક મહિલા કોલેજ દ્વારા બહેનો માટે બાસ્કેટ બોલની સ્પર્ધા, ૧૬મીએ યુનિવર્સિટી શારીરિક શિક્ષણ ભવન દ્વારા ભાઈઓ માટે બાસ્કેટ બોલ, ૧૯મીએ યુનિવર્સિટી શારીરિક શિક્ષણ ભવન દ્વારા ભાઈઓ માટે હેન્ડબોલની સ્પર્ધા, ૨૦મીએ ખામટાની મહિલા કોલેજ દ્વારા બહેનો માટે કબડ્ડીની સ્પર્ધા, ૨૧મીએ જામનગરની એચ.જે.દોશી કોલેજ દ્વારા ભાઈઓ માટે વોલીબોલની સ્પર્ધા, ૨૭મીએ પી.ડી.માલવીયા કોલેજ દ્વારા બહેનો માટે હેન્ડબોલની સ્પર્ધા, ૨૮મીએ યુનિવર્સિટી શારીરિક શિક્ષણ ભવન દ્વારા ભાઈઓ માટે જુડોની સ્પર્ધા, ૨૯મીએ એમ.એન.વિરાણી સાયન્સ કોલેજ દ્વારા ભાઈઓ-બહેનો માટે સ્વિમીંગ સ્પર્ધા, ૩૧મીએ અમરેલીની ડી.એચ.ડોબરીયા અને આર.કે.વઘાસીયા કોલેજ દ્વારા બહેનો માટે જુડોની સ્પર્ધા યોજાશે.
૧ અને ૨ સપ્ટેમ્બરે યુનિવર્સિટી શારીરિક શિક્ષણ ભવન દ્વારા ભાઈઓ માટે ફુટબોલ, ૪ સપ્ટેમ્બરે રાજકોટની જે.જે.કુંડલીયા કોમર્સ કોલેજ દ્વારા ભાઈઓ માટે કુસ્તી, ૭મીએ ડી.એચ.કાબરીયા આર્ટસ અને આર.કે.વઘાસીયા કોલેજ દ્વારા બહેનો માટે કુસ્તી, ૯મીએ યુનિવર્સિટી શારીરિક શિક્ષણ ભવન દ્વારા ભાઈઓ માટે હોકી તેમજ ૧૦મીએ બહેનો માટે હોકી, ૧૨મીએ યુનિવર્સિટી શારીરિક શિક્ષણ ભવન દ્વારા ભાઈઓ-બહેનો માટે જીમનાસ્ટીક, ૧૩મીએ યુનિવર્સિટી શારીરિક શિક્ષણ ભવન દ્વારા ભાઈઓ માટે વેટ પાવર લીફટીંગ અને ૧૪મીએ બહેનો માટે વેટ પાવર લીફટીંગ, ૩ સપ્ટેમ્બરથી ૩ ઓકટોબર દરમિયાન એચ.એન.શુકલ કોલેજ દ્વારા ભાઈઓ અને બહેનો માટે ક્રિકેટ સ્પર્ધા યોજાશે. ૧૬ અને ૧૭મી સપ્ટેમ્બરે શારીરિક શિક્ષણ ભવન દ્વારા ભાઈઓ-બહેનો માટે ખેલકુદ, ૧૮મી સપ્ટેમ્બરે જામનગરની એ.કે.દોશી કોલેજ દ્વારા ભાઈઓ-બહેનો માટે રોડ સાયકલીંગ, ૨૦મીએ ડુમીયાણીની ડી.આર.એસ. કોલેજ દ્વારા ભાઈઓ માટે ખો-ખો, ૨૧મીએ યુનિવર્સિટી શારીરિક ભવન દ્વારા બહેનો માટે વોલીબોલ, ૨૩મીએ ખામટાની મહિલા કોલેજ દ્વારા બહેનો માટે ખો-ખો, ૨૫મીએ યુનિવર્સિટી શારીરિક શિક્ષણ દ્વારા ભાઈઓ માટે સોફટ બોલ, ૨૬મીએ પી.ડી.માલવીયા કોલેજ દ્વારા બહેનો માટે સોફટ બોલ, ૩૦મીએ એચ.એન.શુકલ કોલેજ દ્વારા બહેનો માટે ટેનિસ સ્પર્ધા યોજાશે.
૧લી ઓકટોબર ધ્રોલની એચ.એસ એન્ડ સી.આર. ગાર્ડી કોલેજ દ્વારા ભાઈઓ માટે ટેનિસ, ૨જી ઓકટોબરે અર્જુનલાલ હિરાણી કોલેજ દ્વારા ભાઈઓ-બહેન માટે રાઈફલ, પિસ્ટોલની સ્પર્ધા, ૯મીએ એચ.એન.દોશી આર્ટસ અને આર.એન.દોશી-વાંકાનેર કોલેજ દ્વારા ભાઈઓ બહેનો માટે યોગા, ૧૩મીએ ઉપલેટાની મ્યુનિસિપલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા ભાઈઓ-બહેનો માટે આર્ચરી સ્પર્ધા યોજાશે.
૨૩ નવેમ્બરે યુનિવર્સિટી શારીરિક શિક્ષણ ભવન દ્વારા ભાઈઓ માટે બેઈઝબોલ, ૨૬મીએ એ.એમ.ટી.ગર્વમેન્ટ લો કોલેજ દ્વારા બહેનો માટે બેઈઝબોલ, ૨૯મીએ યુનિવર્સિટી શારીરિક શિક્ષણ ભવન દ્વારા ભાઈઓ માટે નેટબોલ સ્પર્ધા યોજાશે.
૧લી ડિસેમ્બરે એચ એન્ડ એચ.બી. કોલેજ દ્વારા બહેનો માટે નેટબોલ, ૧૦મી ડિસેમ્બરે યુનિવર્સિટી શારીરિક શિક્ષણ ભવન દદ્વારા બહેનો માટે ફુટબોલ સ્પર્ધા તેમજ ૧૨મી ડિસેમ્બરે યુનિવર્સિટી શારીરિક શિક્ષણ ભવન દ્વારા ભાઈઓ-બહેનો માટે કરાટે સ્પર્ધા યોજાશે. સ્પોર્ટસ કેલેન્ડરમાં જણાવ્યા મુજબ આંતર કોલેજની જુદી-જુદી ૪૪ સ્પર્ધા યોજવામાં આવશે જે કોલેજ ભાગ લેનાર હોય તે કોલેજ પોતાની એન્ટ્રી સ્પર્ધાનાં ૭ દિવસ પહેલા સંચાલન કરનાર કોલેજનાં પ્રિન્સીપાલોને મોકલી આપવાની રહેશે.