વિદ્યાર્થીઓને ફિના પ્રમાણ કરતા ઓછી સ્કોલરશીપ મળતી હોવાનો આક્ષેપ: રજુઆત
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાલતી સેલ ફાઈનાન્સ કોલેજોમાં બી.એસ.સી અને બી.કોમમાં સમાજના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં અન્યાય થતો હોય તેવું એન.એસ.યુ.આઈ અને દલિત વિદ્યાર્થી અધિકાર મંચે આક્ષેપો લગાવ્યા છે. જેની રજુઆત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણને કરવામાં આવી હતી અને ચોકકસ કાર્યવાહી તાત્કાલિક ધોરણે કરવામાં આવે તેવી માંગ એન.એસ.યુ.આઈ અને દલિત વિદ્યાર્થી અધિકાર મંચ દ્વારા કરવામાં આવી હતી. નહી તો આગામી સમયમાં સૌરાષ્ટ્રમાં ઉગ્ર આંદોલન થાય તેવી ચિમકી આપવામાં આવી છે.
સમાજના વિદ્યાર્થીઓને સૌ.યુનિવર્સિટીએ નકકી કરેલી ફી કરતા સેલ ફાઈનાન્સ કોલેજો વધારે ફી વસુલતી હોય તેમજ બી.એસ.સી અને બી.કોમના વિદ્યાથીઓને ફિના પ્રમાણ કરતા ઓછી સ્કોલરશીપ આપવામાં આવે છે. તેમજ સમાજના વિદ્યાર્થીઓને ફીની રકમ કેટલી ભરવી અને સાથોસાથ સ્કોલરશીપ પણ ફીની રકમ જેટલી જ મળે. તેવી માંગ એન.એસ.યુ.આઈ દ્વારા કરવામાં આવી છે.
આ ઉપરાંત તમામ કોલેજોની અંદર ફીનું માળખુ નકકી કરવામાં આવે જેથી કરીને વિદ્યાર્થીઓને અન્યાય ન થાય તેમજ એસ.સી/ એસ.ટી સમાજના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં થતો વિલંબ દૂર થાય અને તાત્કાલિક ધોરણે નોંધપાત્ર કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ મુદાની રજુઆત ગુજરાત સરકારમાં પણ થાય તેવી માંગ કરવામાં આવી છે. નહીતર આગામી દિવસોમાં ગુજરાત એન.એસ.યુ.આઈ તથા દલિત વિદ્યાર્થી અધિકાર મંચ દ્વારા આંદોલન કરવામાં આવશે. તેથી ચીમકી આપવામાં આવી છે.
આ કાર્યક્રમમાં એન.એસ.યુ.આઈના આદિત્યસિંહ ગોહિલ, નરેન્દ્ર સોલંકી, હરપાલસિંહ જાડેજા, ઋતુરાજસિંહ રાણા, જયરાજસિંહ જાડેજા, દિપ ચોવટીયા, વિશુભા જાડેજા, નિલરાજ ખાચર, હર્ષ જોષી, નિશાંત વાઘેલા, કુલદિપસિંહ જાડેજા વિગેરે હાજર રહ્યા હતા.