મેડીકલ ક્ષેત્રની તમામ શાખામાં સંશોધન કરતી સંસ્થામાં ભારતમાંથી એક માત્ર યંગ વુમન સાયન્ટીસ્ટ
આંતર રાષ્ટ્રીય NMRS ( ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ સોસાયટી ) ના ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી અને યંગ વુમન સાયન્ટીસ્ટ તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમેસ્ટ્રી વિભાગના પ્રાધ્યાપક ડો. રંજનબેન ખુંટની પસંદગી કરવામાં આવી છે. એનેમા સોસાયટી મેડીકલ ક્ષેત્રની તમામ વિદ્યાશાખામાં સંશોધન કરતી આંતર રાષ્ટ્રીય સંસ્થા છે. જેમાં ભારતમાંથી એક માત્ર ડો. રંજનબેન ખુંટની પસંદગીથી દેશમાં તબીબી ક્ષત્રે થતા સંશોધનોને પણ વેગ આપશે.
વ્યક્તિમાં રહેલા રોગની તપાસ માટે MRI ( મેગ્નેટિક રેઝોનન્સ ઈમેજ ) નો ઉપયોગ થાય છે અને આ એમ.આર.આઈ. એ એનેમા સોસાયટીનો આવિષ્કાર છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમેસ્ટ્રી વિભાગના પ્રાધ્યાપક ડો. રંજનબેન ખૂટે વર્ષ ૨૦૧૬ માં નેચરલ પ્રોડક્ટમાંથી અવકાશી ત્રિ – પરિમાણીય બંધારણ નક્કી કરવા માટે NMRS નો ઉપયોગ કર્યો હતો. જ્યારે વર્ષ ૨૦૧૮ માં ડેસ્મોટ્રોફીના અભ્યાસ માટે NMRS નો ઉપયોગ કર્યો હતો. જેના ભાગરૂપે તેમની ભારતભરમાંથી એક માત્ર યંગ વુમન સાયન્ટીસ્ટ તરીકે પસંદગી થઇ છે.
કેમેસ્ટ્રી વિભાગ દ્વારા જુલાઈમાં એનેમા સ્કૂલ મેડીકલ સાયન્સ વર્કશોપ આંતરરાષ્ટ્રીય એનેમા સોસાયટી આ વર્ષે સિલ્વર જ્યુબલી ઉજવી રહ્યું છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમેસ્ટ્રી વિભાગ દ્વારા જુલાઈ માસમાં એનેમા સ્કૂલ મેડીકલ સાયન્સ વર્કશોપ યોજાશે. જેમાં તબીબો , તબીબી ક્ષેત્રના વિદ્યાર્થીઓ જોડાશે અને દર્દીઓને રોગના નિદાન સ્વરૂપ સંશોધન અંગે પણ માહિતગાર કરવામાં આવશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com