૯ સાહિત્યકારોને ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય એવોર્ડ તેમજ લોકગાયનના ક્ષેત્રમાં ૯ લોકગાયકોને હેમુ ગઢવી એવોર્ડ અર્પણ
ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૧માં ગુજરાતી લોકસાહિત્યમાં સંશોધકો અને સંપાદકો જે આ ક્ષેત્રમાં દાયકાઓથી કાર્યરત છે તેઓને પ્રોત્સાહિત કરવા અને સન્માનિત કરવા ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્રની સ્થાપના કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને સંચાલન સોંપવામાં આવ્યું છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઝવેરચંદ મેઘાણી એવોર્ડ વર્ષ ૨૦૧૧ થી અને લોકગાયક હેમુગઢવી એવોર્ડ વર્ષ ૨૦૧૫ થી આપવામાં આવે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્થાપનાકાળને ૫૦ વર્ષ અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ ડો.ડોલરરાય માંકડે તેમના કાર્યકાળમાં લોકસાહિત્ય, ચારણી સાહિત્યને પ્રાધાન્ય આપી ચારણી સાહિત્યની અને લોક સાહિત્યની હસ્તપ્રતો એકત્રિત કરી એકી સાથે પાંચ લોકસાહિત્યકારોનું સન્માન કરવામાં આવેલ હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્થાપનાને ૫૦ વર્ષ નિમિતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ઝવેરચંદ મેઘાણી એવોર્ડ અને લોકગાયક હેમુગઢવી એવોર્ડ માટે ૧૧-૧૧ લબ્ધપ્રતિષ્ઠિત અને પ્રથમ પંકિતના લોકસાહિત્યકારો, કલાકારો, લેખકો, કવિઓ, ભજનીકો સહિતના આ ક્ષેત્રમાં કાર્યરત મહાનુભાવોને એવોર્ડથી સન્માનિત કરવાનો નિર્ણય કરેલ છે.બન્ને એવોર્ડ માટેની સર્ચ કમિટીએ ગુજરાતના વિવિધ ભૌગોલિક વિસ્તારો અને અલગ-અલગ વૈવિધ્ય ધરાવતા લોકગાયકો, લોકસાહિત્યકારો, ભજનીકો, કલાકારોમાંથી બન્ને એવોર્ડ માટે ૯-૯ મહાનુભાવોને પસંદ કર્યા હતા. જેમાં દોલતભાઈ ભટ્ટ, ડો.બળવંતભાઈ જાની, ડો.નિરંજન રાજયગુરુ, જીતુદાન ગઢવી, લક્ષ્મણભાઈ ગઢવી, રેવાબહેન તડવી, પુંજલભાઈ રબારી, ડો.નાથાલાલ ગોહિલ, સાગરભાઈ બારોટને મેઘાણી લોકસાહિત્ય એવોર્ડ તેમજ પદ્મશ્રી ભીખુદાન ગઢવી, દરબાર પુંજાવાળા, શાહબુદીન રાઠોડ, દાદુભાઈ ગઢવી, દિનાબહેન ગાધર્વ, લક્ષ્મણભાઈ બારોટ, હેમંત ચૌહાણ, નિરંજન પંડયા, દમયંતીબેન બરડાઈને લોકગાયક હેમુગઢવી એવોર્ડ માટે પસંદ કરવામાં આવેલ હતા.ગુજરાત રાજયના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા તેમજ યુવક, સેવા અને સાંસ્કૃતિક વિભાગના રાજયકક્ષાના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ઉતર ગુજરાતમાં આવેલા ભારે પૂરને કારણે સર્જાયેલ સ્થિતિમાં રાહત કામગીરીમાં રોકાયેલ હોય, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શકે તેમ ન હોય કાર્યક્રમની શુભેચ્છાઓ પાઠવી હતી.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણે કાર્યક્રમની પૂર્વ ભૂમિકા આપતા જણાવ્યું હતું કે ગુજરાત સરકારે લોકસાહિત્ય, ચારણી સાહિત્ય, ભજનો અને ગુજરાતની પરંપરાગત સાહિત્યિક કૃતિઓને જીવંત રાખવા માટે તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યશાળામાં કેન્દ્રીય કૃષિ રાજયમંત્રી પરસોતમભાઈ ‚પાલા, અગ્રસચિવ વી.એસ.ગઢવીના પ્રયાસોને કારણે ગુજરાત સરકારએ ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્રની સ્થાપના કરવાનો નિર્ણય કરેલ હતો અને તે અંતર્ગત વર્ષ ૨૦૧૧થી ઝવેરચંદ મેઘાણી એવોર્ડ અને ૨૦૧૫ થી લોકગાયક હેમુગઢવી એવોર્ડ અર્પણ કરવામાં આવે છે. આ એવોર્ડ માટે પસંદગી પામનાર ઉપરાંત જેની પસંદગી થઈ શકી નથી તેઓનું પણ આ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રદાન છે અને ભવિષ્યમાં આ મહાનુભાવોના નામોની પણ વિચારણા કરવામાં આવશે.કાર્યક્રમની શ‚આતમાં પ્રાર્થના ગાન કરવામાં આવેલ તેમજ કાર્યક્રમના પ્રારંભે પૂ.મોરારીબાપુએ બન્ને એવોર્ડના ૧૮ મહાનુભાવોની ઉપસ્થિતિમાં દિપપ્રાગટય કરી કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો. કાર્યક્રમના પ્રારંભે પૂ.મોરારીબાપુનું સુતરની આંટી અને પુસ્તક દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યો ડો.નેહલભાઈ શુકલ, ડો.ભાવિનભાઈ કોઠારી, ડો.જી.સી.ભીમાણી, પ્રશાંતભાઈ ચ્હાવાલા, રમેશભાઈ વાઘાણી, ડો.અમીતભાઈ હપાણી, પ્રવિણસિંહ ચૌહાણે સન્માન કરેલ હતું અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણનું સિન્ડિકેટ સભ્યો ડો.વિજયભાઈ પટેલ, ડો.અનિરુઘ્ધસિંહ પઢીયાર તેમજ ડો.હરદેવસિંહ જાડેજાએ સન્માન કરેલ હતું.આ કાર્યક્રમમાં રામાયણી સંત મોરારીબાપુના વરદ હસ્તે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં બન્ને એવોર્ડના કુલ ૧૮ મહાનુભાવોનું સુતરની આંટી, શાલ, સ્મૃતિચિહન અને ‚ા.૧ લાખનો ચેક અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.સંત પૂ.મોરારીબાપુએ જણાવ્યું હતું કે લોકસાહિત્ય એ કોઈપણ દેશ, રાજય કે સમાજની સંસ્કૃતિ છે. દરેક પ્રાંત, ગામ, શહેર કે રાજયના રીતરીવાજો અલગ-અલગ હોય છે. આ રીત-રીવાજોને એક કેડીએ કંડારવાનું અને લોકસંસ્કૃતિને જાગૃત કરવાનું કાર્ય મેઘાણીજીએ ગામડે-ગામડા ખુંદીને એકત્રિત કર્યું છે. કોઈ વિશ્ર્વ વિદ્યાલય દ્વારા લોકસાહિત્યમાં સંશોધન અને સંપાદન કરનારનું એવોર્ડ આપી બહુમાન કરવામાં આવતું હોય એવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પ્રથમ અને એકમાત્ર વિશ્ર્વવિદ્યાલય છે. આ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણને હું અભિનંદન પાઠવું છું અને ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય એવોર્ડ અને લોકગાયક હેમુ ગઢવી એવોર્ડ મેળવનાર ૧૮ મહાનુભાવોને ખુબ-ખુબ અભિનંદન અને સાધુવાદ પાઠવું છું અને આ ગરીમાપૂર્ણ કાર્યક્રમના આયોજન બદલ આવતા વર્ષે આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ‘કવિશ્રી દુલા કાગ એવોર્ડ’ અર્પણ કરીને તેમની આ પ્રવૃતિને બિરદાવીશું. કેમ કે તેમણે આજે આ ૧૮ મહાનુભાવોનું અભિવાદન કરીને આપણી લોક પરંપરાની ગીતાના ૧૮ અધ્યાયની વંદના કરી છે. જીવનપર્યંત તેમણે કરેલી શબ્દની સાધનાની આપણે સૌએ સાથે મળીને અભિવંદના કરી છે તેથી હું મારી પ્રસન્નતા વ્યકત કરું છું.આ કાર્યક્રમમાં સિન્ડિકેટ સભ્યો સર્વ ડો.ભાવિનભાઈ કોઠારી, ડો.વિજયભાઈ પટેલ, ડો.ગીરીશભાઈ ભીમાણી, નેહલભાઈ શુકલ, ડો.પ્રશાંતભાઈ ચ્હાવાલા, ડો.પ્રવિણસિંહ ચૌહાણ, ડો.રમેશભાઈ વાઘાણી, ડો.અનિરુઘ્ધસિંહ પઢીયાર, ડો.અમિતભાઈ હપાણી, હરદેવસિંહ જાડેજા, ડીન, સેનેટ સભ્યો, વિવિધ ભવનોના અધ્યક્ષઓ, પ્રાધ્યાપકો, અધિકારીઓ, બિનશૈક્ષણિક સ્ટાફ તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને લોકસાહિત્યના ઉપાસકો ઉપસ્થિત રહ્યા હતા.