• કાયમી કુલપતિ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ હજુ રાહ જોવી પડશે કેમ કે રાજ્ય સરકારને મોકલવામાં આવેલ ત્રણ નામો રદ્ કરવામાં આવ્યા: નવેસરથી પ્રક્રિયા થશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફરી ઇન્ચાર્જ કુલપતિ બદલાવવામાં આવ્યા છે. ડો.નીલાંબરીબેન દવેને તાત્કાલીક અસરથી હટાવવામાં આવ્યા છે. તેમના સ્થાને રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજના આંખ વિભાગના હેડ અને પ્રોફેસર ડો.કમલ ડોડીયાને નવા ઇન્ચાર્જ કુલપતિ તરીકે નિમવામાં આવ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયમી કુલપતિ માટે હજુ રાહ જોવી પડશે. કારણ કે રાજ્ય સરકારને મોકલવામાં આવેલ ત્રણ નામો રાજ્ય સરકારે રદ્ કર્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા સર્ચ કમિટીના અધ્યક્ષ પ્રો.સોમનાથ સચદેવને નવા નામો અને ફરી ઉમેદવારો અંગે જાહેરાત કરવા કહેવામાં આવ્યું છે. જ્યાં સુધી આ પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી ડો.કમલ ડોડીયા ઇન્ચાર્જ કુલપતિ તરીકે રહેશે. એટલે કે હજુપણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને કાયમી કુલપતિ મળ્યા નથી અને ઇન્ચાર્જ કુલપતિની હેટ્રીક થઇ છે. ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર-2023માં નવરાત્રિમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ગિરીશ ભીમાણીને પણ આવી રીતે જ રાતોરાત ઇન્ચાર્જ પદેથી હટાવી દેવામાં આવ્યા હતા. તેમ તાત્કાલીક અસરથી જ નિલાંબરીબેન દવેને પણ હટાવી દેવામાં આવ્યા છે. જો કે, એક બાજુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને કાયમી કુલપતિ આપવાની વાત થઇ રહી છે ત્યારે ફરીથી ઇન્ચાર્જ કુલપતિ પદ પરથી હટાવીને નવા ઇન્ચાર્જ કુલપતિ તરીકેનો ચાર્જ ડો.કમલ ડોડીયાને આપવામાં આવ્યો છે. અગાઉ પણ એક વખત નીલાંબરીબેન દવે ઇન્ચાર્જ કુલપતિ રહી ચુક્યા છે. હાલમાં ઇન્ચાર્જ કુલપતિ પદનો જેમને ચાર્જ સોંપાયો છે તેવા ડો.કમલ ડોડીયા રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજમાં આંખ વિભાગના હેડ પ્રોફેસર છે. અગાઉ ડો.કમલ ડોડીયાને વર્ષ-2018માં ફેબ્રુઆરીથી મે મહિના સુધી કુલ ચાર મહિના કાર્યકારી કુલપતિ તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો.

ઝડપી અને પારદર્શક વહીવટી પ્રક્રિયા અને વિદ્યાર્થીઓને પ્રાથમિકતા: કુલપતિ પ્રોફે. કમલસિંહ ડોડીયા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ તરીકે પ્રોફે. કમલસિંહ ડોડીયાએ ચાર્જ સંભાળ્યો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ તરીકે પ્રોફે. કમલસિંહ ડોડીયાએ આજે ચાર્જ સંભાળ્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ તરીકે ચાર્જ સંભાળતા પ્રોફે. કમલસિંહ ડોડીયાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ માટે કાર્ય કરવાની પ્રાથમિકતા રહેશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ઉચ્ચકક્ષાએ લઈ જવા માટે પ્રયત્ન રહેશે. કુલપતિએ વધુમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે કાર્ય કરવાની પ્રાથમિકતા રહેશે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ સ્ટેક હોલ્ડર્સ જેવા કે વિદ્યાર્થીઓ, શિક્ષકો, કોલેજ મેનેજમેન્ટ, કર્મયોગીઓ, સમાજ અને રાજ્ય સરકાર વચ્ચે સંતુલન રાખવાની પ્રાથમિકતા રહેશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટ, એકઝીકયુટીવ કાઉન્સીલના સભ્યો, ભવનોના અધ્યક્ષઓ, પ્રબુધ્ધ નાગરીકો, સમાજ શ્રેષ્ઠીઓ તથા શૈક્ષણીક-બિનશૈક્ષણીક કર્મચારીઓએ કુલપતિ પ્રોફે. કમલસિંહ ડોડીયાને શુભેચ્છાઓ પાઠવી હતી.

કુલપતિ તો અનેક બદલાય,  પણ વિવાદ યથાવત

સૌરાષ્ટ્ર યુનિવર્સિટમાં વાઇસ ચાન્સેલર તો અનેક બદલાયા પરંતુ યુનિવર્સિટીનો વિવાદની પરંપરા નથી બદલાય. તત્કાલીન ઇન્ચાર્જ કુલપતિના કાર્યકર દરમિયાન પણ અનેક પ્રશ્નો પેપર લીક હોય કે ભરતી માટેનું કૌભાંડ હોય વિવાદ ઉભા રહ્યા નથી. ત્યારે બે અઠવાડિયા પહેલા જ રાજકોટ શહેર ભાજપને ગાંધીનગરનું તેડું આવ્યું હતું તેમાં પણ એવું ચર્ચાઈ રહ્યું હતું કે, નવા કુલપતિની કાયમી ભરતી કરવામાં આવે. જો કે હાલ તો ઇન્ચાર્જ કુલપતિથી ગાડું ચલાવવામાં આવશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.