પરીક્ષાઓનો લાભ લેવા વિદ્યાર્થીઓને અનુરોધ
કેરીયર કાઉન્સેલીંગ એન્ડ ડેવલોપમેન્ટ સેન્ટર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માધ્યમથી દર વર્ષે સ્નાતક અને અનુસ્નાતકમાં જોડતા વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે જાગૃતિ મળે અને રાજય તથા કેન્દ્ર સરકારની રોજગારલક્ષી પરીક્ષાઓની તૈયારી માટે માર્ગદર્શન મળી રહે તે પરીપેક્ષમાં સીસીડીસી છેલ્લા સાત વર્ષથી ઓગસ્ટ/ સપ્ટેમ્બર માસમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્પર્ધાત્મક જાગૃતિ પરીક્ષાનું આયોજન કરે છે. આજ સુધીમાં અંદાજિત દોઢ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષાનો લાભ લીધો છે. દર વર્ષે ૭૦થી વધુ કોલેજો અને અનુસ્નાતક ભવનના વિદ્યાર્થીઓ ઉપરોકત મોક પરીક્ષામાં જોડાય છે. આ વર્ષે ૩૧, ઓગસ્ટનાં રોજ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજય તથા ભારત સરકારની યુપીએસસી, જીપીએસસી, બેંક, રેલવે, એલઆઈસી, આર્મ ફોર્સ, જીસીઈટી, નેટ, સર્વિસ સેકટર વગેરે નોકરીઓ માટે વિદ્યાર્થીઓને જાગૃત કરવા અને સીસીડીસીની પ્રવૃતિઓ સાથે જોડવા એસયુસીઈએટીનું દર વર્ષે નોનસ્ટોપ આયોજન કરવામાં આવે છે.
સીસીડીસીના માધ્યમથી રાજયમાં એક માત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજીત એસયુસીઈએટીમાં કોઈપણ યુનિવર્સિટીના છાત્રો ભાગ લઈ શકે છે. છેલ્લા પાંચ વર્ષમાં બહોળી સંખ્યામાં છાત્રોએ ભાગ લીધો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો.નિલાંબરીબેન દવે, કુલસચિવ ડો.ધીરેનભાઈ પંડયાના સીધા માર્ગદર્શન હેઠળ ટીમ સીસીડીસી મારફત સૌરાષ્ટ્રના ૬ જિલ્લાઓમાં પોરબંદર, જુનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર, જામનગર અને રાજકોટમાં સીસીડીસીના જીલ્લા કોર્ડીનેટર્સ સર્વ ડો.જયેશ ભટ્ટ, ડો.પી.બી.કાંજીયા, પ્રો.અતુલ પટેલ, ડો.એન.કે.સોનારા, પ્રા.જી.બી.સિંઘ અને પ્રો.રાહુલ રાવલીયાની નિમણુક કરાઈ છે. કોલેજ કક્ષાએ લોકલ સેલ ક્ધવીનરની નિમણુક દરેક કોલેજ પ્રિન્સીપાલ મારફત કરવામાં આવી છે. વધુ માહિતી માટે વિદ્યાર્થીઓને સીસીડીસી કાર્યાલય ગ્રાઉન્ડ ફલોર એકેડેમીક સેન્ટર, સેન્ટ્રલ બેંક ઓફ ઈનિડયા પાછળ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે સવારે ૧૦:૩૦ થી ૬:૦૦ સુધીમાં સંપર્ક કરી શકાશે. અંતમાં સૌરાષ્ટ્ર વિસ્તારના છાત્રોને પરીક્ષામાં લાભ લેવા અનુરોધ કરાયો છે અને ઉપરોકત પરીક્ષા દરેક વિદ્યાર્થીની કોલેજ કક્ષાએ યોજાતી હોય કોલેજનો સંપર્ક કરી રજીસ્ટ્રેશન કરાવવા અનુરોધ કરાયો છે. ટીમ સીસીડીસીના સુમિતભાઈ મહેતા, ચિરાગભાઈ તલાટીયા, હેતલબેન ગોસ્વામી, દિપ્તીબેન ભલાણી, આશિષભાઈ કીડીયા, હીરાબેન કીડીયા, સોનલબેન નિમ્બાર્ક અને કાંતિભાઈ જાડેજા વગેરે મારફત તડામાર તૈયારીઓ કરાઈ રહી છે.