એમ.એ-એમ.કોમ. સેમ.૧માં રેગ્યુલર કરતાં એક્સટર્નલ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધુ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ૧૬મીથી પાંચમા તબક્કાની પરીક્ષાનો પ્રારંભ થશે. જેમાં ૧૪૧૫૧ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં અનુસ્નાતક છાત્રોની પરીક્ષા લેવામાં આવશે. શનિવારે ચોથા તબક્કાની પરીક્ષા પૂર્ણ થશે અને ત્યારબાદ સોમવારથી જિલ્લા કક્ષાના પરીક્ષા કેન્દ્રો પરથી પાંચમા તબક્કાની પરીક્ષા શરૂ થશે. જેમાં એમ.એ. – એમ.કોમ. સેમ. ૧ માં રેગ્યુલર કરતાં એક્સટર્નલ પરીક્ષા આપતા છાત્રોની સંખ્યા વધુ હશે.

7537d2f3 11

યુનિવર્સિટી દ્વારા સોમવારથી શરૂ થતી પાંચમા તબક્કાની પરીક્ષામાં એમ.કોમ. સેમ.૧ એક્સટર્નલમાં ૪૧૩૮ અને રેગ્યુલર અભ્યાસક્રમમાં ૧૦૭૫ છાત્રો પરીક્ષા આપશે. જ્યારે એમ.એ. સેમ. ૧ એક્સટર્નલમાં ૨૪૦૫ અને રેગ્યુલરમાં ૪૪૪ છાત્રો પરીક્ષા આપશે. ઉપરાંત બી.એડ. સેમ. ૧ માં ૪૪૧૭, એમએસ.સી. સેમ. ૧ માં ૧૦૧૩, એમએસ.સી. (આઈ.ટી.) સેમ. ૧ માં ૨૧૬, એમ.બી.એ. સેમ. ૧ માં ૯૪, બી.એ. એલ.એલ.બી. સેમ.૧ માં ૫૯ વિદ્યાર્થી પરીક્ષા આપશે. સાથે જ એમ.બી.એ. બેંકિંગ, એમ.સી.એ., એમ.ફિલ. એમ.જી.ટી. અને એસ.સી.આઈ., એમ.પ્લાન, એમપી.એડ. સેમ. ૧ના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે. પાંચમા તબક્કાની પરીક્ષામાં ૧૪૧૫૧ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જેમાં ૫૦ જેટલા ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવી છે. હાલ યુનિવર્સિટીના ગ્રામ્ય વિસ્તારના પરીક્ષા કેન્દ્રોમાં બેફામ પરીક્ષા ચોરીની ફરિયાદો છે છતાં સત્તાધીશો દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. હાલ જ્યારે ગોંડલ તાલુકા ભાજપના માજી પ્રમુખે ડમી વિદ્યાર્થીને બેસાડયો હોવાનું પ્રકરણ ગાજયું છે ત્યારે પરીક્ષા ચોરીનો ફરિયાદો ઉઠી છે. એક હકીકત એ સામે આવી છે કે સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રોના સી.સી.ટી.વી.નું મોનીટરીંગ કરવામાં આવતું નથી અને તેને લીધે ગેરરીતિ થતી હોવા છતાં કઈ બહાર આવતું નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.