74 કોલેજના 417 ખેલાડીઓ દોડ, ઉંચી કુદ, હાઈ જમ્પ, લોન્ગ જમ્પ, કોથળા દોડ સહિતની ઇવેન્ટમાં ભાગ લીધો: કાલે સાંજે ઇવેન્ટનું સમાપન: સૌ.યુનિ.ના ઇન્ચાર્જ કુલપતિ ડો.ભીમાણી તેમજ યુનિ.ના ભૂતપૂર્વ ખેલાડીઓની અતિથિ વિશેષ તરીકે ખાસ હાજરી
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં આજથી એથ્લેટિક મીટ સ્પર્ધાનો પ્રારંભ થયો છે. જેમાં ભાઈઓ-બહેનો માટે 2 દિવસમાં કુલ 19 ઇવેન્ટ યોજાશે. જેમાં આ વખતે સૌ પ્રથમ વાર બહેનો માટે વાંસ કુદ ઇવેન્ટ ઉમેરવામાં આવી છે. જેમાં 74 કોલેજના 417 ખેલાડીઓ દોડ, ઉંચી કુદ, હાઈ જમ્પ, લોન્ગ જમ્પ, કોથળા દોડ સહિતની ઇવેન્ટમાં ભાગ લઇ રહ્યા છે. આજે સવારે 7 વાગ્યાથી સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના એથ્લેટિક ગ્રાઉન્ડ ખાતે દબદબાભેર એથ્લેટિક મીટનો પ્રારંભ થયો હતો.
જેમાં ચીફ ગેસ્ટ તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતિ ડો.ગિરીશ ભીમાણી તેમજ સૌરાષ્ટ યુનિવર્સીટીના ભૂતપૂર્વ ખેલાડી બી.પી.જાડેજા કે જેઓએ 1980માં 5 કિમી અને 10 કિમી દોડમાં રેકોર્ડ બનાવ્યો હતો આ ઉપરાતં અન્ય એક ભૂતપૂર્વ ખેલાડી ભરતભાઈ કનેત કે જેઓએ 1981માં લોન્ગ જમ્પમાં રેકોર્ડ બનાવ્યો હતો. આ બન્ને ખેલાડીઓના રેકોર્ડ આજ સુધી કોઈ તોડી શક્યું નથી. તેઓ આજે ખાસ હાજર રહ્યા હતા.
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા વાર્ષિક ખેલકૂદ મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં ભાઈઓ-બહેનો માટે 100, 200, 400, 800,1500, 5000 અને 10 હજાર મીટર દોડ, ભાઈઓ માટે 110 મીટર તો બહેનો માટે 100 મીટર હર્ડલ્સ, બને કેટેગરીમાં 400 મીટર હર્ડલ્સ, લોન્ગ જમ્પ, હાઈ જમ્પ, ટ્રિપલ જમ્પ, વાંસ કૂદ, શોટ પુટ, ડિસ્ક થ્રો, જેવલીન થ્રો, હથોડા ફેક, 4 બાય 100 મીટર અને 4 બાય 400 મીટર રિલેની ઇવેન્ટ આ બે દિવસમાં યોજાવાની છે. જેમાં આજે અનેક ઇવેન્ટમાં ખેલાડીઓએ પોતાનું કૌવત બતાવ્યું હતું.
આ વખતે સૌરાષ્ટ યુનિવર્સીટીના વાર્ષિક ખેલકૂદમાં 74 કોલેજના 220 વિધાર્થીઓ અને 197 વિધાર્થિનીઓએ ભાગ લીધો છે. જેમાં આજ સવારથી સારો પ્રતિસાદ જોવા મળ્યો હતો. આવતીકાલે સાંજે 6 વાગ્યે આ ઇવેન્ટનું સમાપન થશે. જેમાં વિજેતા ખેલાડીઓનું સન્માન કરવામાં આવશે.
- 51માં રમતોત્સવમાં ખેલાડીઓ નવા રેકોર્ડ સ્થાપિત કરે: મુનાફ બુખારી(સિલ્વર મેડાલિસ્ટ)
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૂતપૂર્વક સ્પોર્ટસ ખેલાડી તથા એશિયન ટ્રેક એન્ડ ફીલ્ડના સિલ્વર મેડાલિસ્ટ મુનાફ બુખારીએ જાણવ્યું કે,ખેલાડીઓ માટે ખૂબ સારું પ્લેટફોર્મ ગણી શકાય છે. અપેક્ષા રાખું છું કે 51માં રમતોત્સવમાં ખેલાડીઓ નવા રેકોર્ડ સ્થાપિત કરે.
- રમતોત્સવમાં ભાગ લેનાર કોલેજ તથા ખેલાડીઓને અભિનંદન પાઠવું છું:ડો.ગિરીશ ભીમાણી(કુલપતિ)
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.ગિરીશ ભીમાણીએ જણાવ્યું કે,51માં આંતર કોલેજ ખેલકુદ રમતોત્સવમાં ભાગ લેનાર કોલેજો તથા ખેલાડીઓને અભિનંદન પાઠવું છું.સુવર્ણ વર્ષ જયંતિ દરમિયાન આનું આયોજન થયું.પ્રથમ વખત 470થી વધુ વિદ્યાર્થીઓ આંતર ખેલકૂદ રમતોત્સવમાં ભાગ લીધો છે.
- ખેલાડીઓને નેશનલ ઇન્ટરનેશનલ ગેમ્સ રમવા પ્રોત્સાહન પૂરું પાડીશું:દિનેશ રાઠોડ(ગોલ્ડ મેડાલિસ્ટ)
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૂતપૂર્વક સ્પોર્ટસ ખેલાડી દિનેશભાઈ રાઠોડે જાણવ્યું કે,ખેલાડીઓને આવનારા સમયમાં પ્રેક્ટિસ નેશનલ,ઇન્ટરનેશનલ સુધી જવું હોય તેમને અમે પૂરેપૂરું પ્રોત્સાહન આપશું. જે ખેલાડી પાસે સુવિધા ન હોય તેમને સુવિધા અને સગવડ પૂરી પાડશું.
- ખેલાડીઓએ વ્યસનથી દૂર રહેવું : રોશનલાલ પંજાબી(ભૂતપૂર્વ ખેલાડી)
ભૂતપૂર્વ ખેલાડી રોશનલાલ પંજાબી એ જણાવ્યું કે ખેલાડીઓએ વ્યસનથી દૂર રહેવું.નિયમિત પ્રેક્ટિસ કરવી તેમજ તેમના ગેમ પ્રત્યે ડિસિપ્લિન ખૂબ રાખવું જરૂરી છે. ખેલાડીઓએ શરીરને ફીટ રાખવુ અને હેલ્થને ઈમ્પ્રુવ રાખવી જરૂરી.
- ખેલાડીઓને 51માં રમતોત્સવથી ખૂબ પ્રોત્સાહન મળી રહ્યું છે: દેવયાનીબા ઝાલા (નેશનલ પ્લેયર)
51માં ખેલકૂદ રમતોત્સવમાં ભાગ લેનાર નેશનલ પ્લેયર ખેલાડી દેવયાની બાઝાલા એ જણાવ્યું કે, ખૂબ સારી બાબત કહેવાય કે ખૂબ મોટા પ્રમાણમાં ખેલાડીઓએ આ રમતોત્સવમાં ભાગ લીધો છે.ખેલાડીઓ માટે નેશનલ ગેમ્સ સુધી પહોંચવાનો રસ્તો આ રમતોત્સવ થકી શક્ય બની શકે છે.રમતોત્સવ ખેલાડીઓને ખૂબ પ્રોત્સાહન મળી રહ્યું છે.