મોરારીબાપુના હસ્તે લોકસાહિત્ય ક્ષેત્રમાં પ્રદાન આપનાર ડો. જયાનંદભાઇ જોશીને ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય એવોર્ડ તેમજ લોક ગાયનના ક્ષેત્રમાં પ્રદાન આપનાર લોકગાયક લાભુભાઇ ભાંસળિયાને હેમુગઢવી એવોર્ડ
ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૧માં ગુજરાતી લોકસાહિત્યમાં સંશોધકો અને સંપાદકો જે આ ક્ષેત્રમાં દાયકાઓથી કાર્યરત છે તેઓને પ્રોત્સાહિત કરવા અને સન્માનીત કરવા ઝવેરચંદ મેધાણી લોકસાહિત્ય કેન્દ્ર ની સ્થાપના કરી સૌરાષ્ટ્ર યુનિ.ને સંચાલન સોંપવામાં આવ્યું છે. અને સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા શ્રી ઝવેરચંદ મેધાણી એવોર્ડ વર્ષ ૨૦૧૧ થી અને લોકગાયક હેમુ ગઢવી એવોર્ડ વર્ષ ૨૦૧૫ થી આપવામાં આવે છે. આ વર્ષે પ્રતિવર્ષની જેમ લોકસાહિત્યના ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપનાર એક લોકસાહિત્યકાર ઝવેરચંદ મેઘાણી એવોર્ડ તેમજ
લોકગાયનના ક્ષેત્રમાં યોગદાન આપનાર એક લોકગાયકને લોકગાયક હેમુ ગઢવી એવોર્ડ અર્પણ કરવાનો નિર્ણય કરેલ હતો.
બન્ને એવોર્ડ માટેની સર્ચ કમીટીએ ગુજરાતના વિવિધ ભોગોલિક વિસ્તારો અને અલગ અલગ વૈવિઘ્ય ધરાવતા લોકગાયકો, લોકસાહિત્યકારો, ભજનીકો, કલાકારોમાંથી બન્ને એવોર્ડ માટે એક એક મહાનુભાવોને પસંદ કર્યા હતા. જેમાં ડો. જયાનંદભાઇ જોશીને મેધાણી લોકસાહિત્ય એવોર્ડ તેમજ લાભુભાઇ ભાંસળિયાને લોકગાયક હેમુ ગઢવી એવોર્ડ માટે પસંદ કરવામાં આવેલ હતા.
સૌરાષ્ટ્ર યુનિ. ના ગુજરાતી ભવનના પ્રોફેસર ડો. અંબાદાન રોહડીયાએ કાર્યક્રમને પૂર્વ ભૂમિકા આપેલ હતી.
કાર્યક્રમની શરુઆતમાં સુપ્રસિઘ્ધ ભજનીક હેમતભાઇ ચૌહાણ દ્વારા પ્રાર્થના ગાન કરવામાં આવેલ તેમજ કાર્યક્રમના પ્રારંભે પૂ. મોરારીબાપુ એ બન્ને એવોર્ડના મહાનુભાવોની ઉ૫સ્થિતિમાં દિપ પ્રાગટય કરી કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો.
આ કાર્યક્રમમાં રામાયણી સંત પ.પૂ. મોરારીબાપુ તેમજ ગુજરાત સાહિત્ય અકાદમીના અઘ્યક્ષ પદ્મથી વિષ્ણુભાઇ પંડયાના વરદ હસ્તે અને સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ પ્રો. નીલાંબરીબેન દવેની ઉ૫સ્થિતિમાં બન્ને એવોર્ડના મહાનુભાવોનું સુતરની આંટી, શાલ, સ્મૃતિચિહન અને રૂ એક લાખનો ચેક અર્પણ કરી સન્માનીત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં સન્માનીત થનારા મહાનુભાવો ડો. જયાનંદભાઇ જોશી અને લાભુભાઇ ભાંસળીયાએ પ્રતિભાવ આપતા જણાવ્યુ હતું કે સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા લોકસાહિત્ય, ચારણી સાહિત્ય, ભજનો ક્ષેત્રે ઉજજવળ કામગીરી કરનારા મહાનુભાવોને સન્માનીત કર્યા તે બદલ ધન્યતા ગૌરવ અને આનંદની લાગણી અનુભવી હતી.
ગુજરાત સાહિત્ય અકાદમીના અઘ્યક્ષ પહ્મશ્રી વિષ્ણુભાઇ પંડયાએ તેમના પ્રાસંગીક ઉદબોધનમાં જણાવ્યું હતું. કે સાહિત્ય મહોત્સવ ના આયોજનો કરી આપણાં સર્જકો, લોકસાહિત્યકારો અને લોકકલાકારોના પ્રદાનને છેક છેવાડાના માનવી સુધી પહોચાડવું એ આજના સમયે ખુબ જ આવશ્યક છે. ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર દ્વારા આપણા લોકસાહિત્ય, ચારણી અને ગુજરાતની પરંપરાગત કૃતિઓને જીવંત રાખવાનું ઉમદા કાર્ય કરે છે. આ માટે ગુજરાત સાહિત્ય અકાદમી અને ઝવેરચંદ મેઘાણી કેન્દ્ર હંમેશા સહયોગ માટે તૈયાર રહેશે.
જાણીતા રામાયણી સંતશ્રી પ.પૂ. મોરારીબાપુએ આશિર્વચન આપતા જણાવ્યું હતું કે લોકસાહિત્યએ કોઇપણ દેશ, રાજય કે સમાજની સંસ્કૃતિ છે. દરેક પ્રાંત ગામ શહેર કે રાજયના રીતરીવાજો અલગ અલગ હોય છે. આ રીત-રીવાજોને એક કેડીએ કંડારવાનું અને લોકસંસ્કૃતિને જાગૃત કરવાનું કાર્ય શ્રી મેધાણીજીએ ગામડે ગામડા ખુંદી ને એકત્રીત કર્યુ છે. કોઇ વિશ્વવિઘાલય દ્વારા લોક સાહિત્યમાં સંશોધન અને સંપાદન કરનારનું એવોર્ડ આપી બહુમાન કરવામાં આવતું હોય એવી સૌરાષ્ટ્ર યુનિ. પ્રથમ અને એકમાત્ર વિશ્વવિઘાલય છે. આ માટે સૌરાષ્ટ્ર યુનિ. ના કુલપતિ પ્રો. નીલાંબરીબેન દવેને હું અભિનંદન પાઠવું છું. અને આજે શ્રી ઝવેરચંદ મેધાણી લોકસાહિત્ય એવોર્ડ અને લોકગાયક હેમુ ગઢવી એવોર્ડ મેળવનાર બન્ને મહાનુભાવોને ખુબ ખુબ અભિનંદન અને સાધુવાદ પાઠવું છું. અને જીવન પર્યત તેમણે કરેલી શબ્દની સાધનાથી આપણે સૌએ સાથે મળીને અભિવંદના કરી છે તેથી હું મારી પ્રસન્નતા વ્યકત કરું છું.
આ કાર્યક્રમમાં સિન્ડિકેટ સભ્યો સર્વે ડો. ગીરીશભાઇ ભીમાણી, ડો. ભાવિનભાઇ કાઠારી, ડો. વિજયભાઇ પટેલ, ડો. વિજયભાઇ દેશાણી, ડો. ભરતભાઇ રામાનુજ, ડો. પ્રતાપસિંહ ચૌહાણ, ડીન સેનેટ સભ્યઓ, વિવિધ ભવનોના અઘ્યક્ષ પ્રાઘ્યાપક ઓ અધિકારીઓ બિન શૈક્ષણિક સ્ટાફ તેમજ બહોળી સંખ્યામાં વિઘાર્થીઓ અને લોકસાહિત્યના ઉપાસકો ઉ૫સ્થિત રહ્યા હતા.