બીએ, બી.કોમ, બી.બી.એ, એલએલ.બી. સહિતની પરીક્ષાઓ લેવાશે: પરીક્ષા ફોર્મ ભરવાની પણ તારીખો જાહેર કરાઈ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પહેલા, ત્રીજા અને પાંચમાં સેમની પરીક્ષા હવે પૂરી થવાને આરે છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આજે બીજા, ચોથા,અને છઠ્ઠા સેમેસ્ટરની પરીક્ષા ફોર્મની તારીખો અને પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. જોકે આગામી મે માસથી વિવિધ પરીક્ષાઓ યુનિવર્સિટી દ્વારા લેવામાં આવનાર છે. જેનું સમયપત્રક પણ આજે જાહેર કરી દેવામાં આવ્યું છે. બી.કોમ, બી.એ, બી.બી.એ, એલએલબી અને બી.જે.એમ.સી. સહિતની પરીક્ષા હજારો વિદ્યાર્થીઓ દેનાર છે. ત્યારે અત્યારથી યુનિવર્સિટી દ્વારા તમામ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.
મળતી માહિતી મુજબ બી.એ. સેમ.૬ની પરીક્ષા ૨૭ મેથી, સેમ.૪ની ૭ જૂનથી અને સેમ.૨ની ૨૫ જૂનથી પરીક્ષા લેવાશે બી.બી.એ સેમ.૬ની ૨૭ જૂનથી, સેમ.૪ની ૭ જૂનથી અને સેમ.૨ની ૨૫ જૂનથી પરીક્ષા લેવાશે. બી.સી.એ. સેમ.૬ની ૨૭ મેથી, સેમ.૪ની ૭ જૂનથી, સેમ.૨ની ૨૫ જૂનથી પરીક્ષા લેવાશે. બી.કોમ સેમ.૬ની ૨૭ મેથી, સેમ.૪ની ૭ જૂનથી અને સેમ.૨ની ૨૫ જૂનથી પરીક્ષા લેવાશે. બી.એસ.સી. સેમ.૬ની ૨૭ મેથી, સેમ.૪ની ૭ જૂનથી અને સેમ.૨ની ૨૫ જૂનથી પરીક્ષા લેવાશે. બી.એસ.સી. આઈ.ટી. સેમ.૬ની ૨૭ મેથી, સેમ.૪ની ૭ જૂનથી અને સેમ.૨ની ૨૫ જૂનથી પરીક્ષા લેવાશે. જયારે એલ.એલ.બી. સેમ.૬ની ૨૭ મેથી, સેમ.૪ની ૭ જૂનથી જયારે સેમ.૨ની ૨૫ જૂનથી પરીક્ષા લેવાશે.
તમામ પરીક્ષા સરકારની એસઓપી મુજબ લેવાશે. જેમાં વિદ્યાર્થીઓએ ફરજીયાત માસ્ક સાથે આવવાનું રહેશે આગામી દિવસોમાં પરીક્ષામાં ઓબ્ઝર્વરની નિમણુંક પણ કરવામાં આવશે. પરીક્ષામાં કોઈ ગેરવતર્ણુંક ના થાય કે વિદ્યાર્થીઓને મુશ્કેલી ના પડે તેની તમામ તૈયારી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આરંભી દીધી છે.