સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીજા સત્રની પરીક્ષાનો પ્રારંભ

સીસીટીવી ,કંટ્રોલ રૂમ મારફત દરેક કેન્દ્ર પર કુલપતિ તેમજ પરીક્ષા નિયામકની બાજ નજર

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજથી બીજા સત્રની પરીક્ષાનો પ્રારંભ થયો છે. જેમાં 51 કોર્ષના 51,184 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.132 કેન્દ્રો પરથી લેવાનારી પરીક્ષામાં 78 કેન્દ્રો પર ઓબ્ઝર્વરની નિમણુક કરાઈ છે. દરેક કેન્દ્રો પર સી.સી.ટી.વી. દ્વારા વિદ્યાર્થીઓ પર વોચ રાખવામાં આવી રહી છે.

ટ્રેક એન્ડ ટ્રેસ સીસ્ટમનું અમલીકરણ થઇ ગયું છે. જેથી જે-તે કોલેજના પ્રશ્નપત્રોમાં પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને અપાયેલા પેપરોમાં કોલેજનો કોડ હોઈ છે જેથી પેપર લીક થાય તો કઈ કોલેજમાંથી લીક થયું તે સરળતાથી જાણી શકાશે. આજથી શરૂ થનાર પરીક્ષા સેમ.4,6,7 અને 10 ના વિદ્યાર્થીઓની પરીક્ષા સવારે 10.30 થી 1 અને બપોરે 2.30 થી 5 વાગ્યા સુધી લેવાઈ હતી.કુલપતિ ડો.ગિરીશ ભીમાણી,પરીક્ષા નિયામક સોની સહિતના પ્રોફેસરો એક પણ કેન્દ્ર પરથી પેપર લીક ન થાય તે માટે ખાસ તકેદારી રાખી શાંતિપૂર્ણ રીતે પરીક્ષાઓ પૂર્ણ થાય તે માટે કમર કસી રહ્યા છે.

ટ્રેસ એન્ડ ટ્રેક સિસ્ટમ ને કારણે પેપર પેપર ટ્રેસિંગમાં શકયતા રહેશે : ડો.ગિરીશ ભિમાણી ( કુલપતિ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી)

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.ગિરીશ ભીમાણીએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે  પેપર ફૂટવાની ભૂતકાળમાં ઘટના બની ,તે ઘટના બનવાને કોઈજ અવકાશ રહ્યો નથી.વિદ્યાર્થીઓ નિશ્ચિંત બનીને પરીક્ષા આપી શકે છે.ટ્રેક એન્ડ ટ્રેસ સિસ્ટમ મુજબ દરેક કોલેજના કોડ નંબર પેપરમાં હીડન કરેલ છે.જેથી પેપર લીક ની ઘટના સામે આવે તો તાત્કાલિક કઈ કોલેજ માંથી પેપર લીક થયું તે તુર્તજ જાણી શકાશે.કોઈ પણ વિદ્યાર્થીઓ ને નબળો વિચાર ન આવે તે માટે તમામ ને અમારી નમ્ર વિનંતી છે સાથેજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા કાઉન્સિલિંગનું કાર્ય પણ કરવામાં આવી રહ્યું છે.

ચોરીની શકયતા લાગતા કેન્દ્રો પર ખાસ ઓબ્ઝર્વ નિમાયા:નિલેશ સોની ( પરીક્ષા નિયામક , સૌરાષ્ટ્ર યુનિવર્સિટી)

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામક નિલેશ સોનીએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દરેક કોલેજોએ સીસીટીવી ફરજીયાત રાખવાના સૂચના પહેલેથી જ આપી દેવાઈ છે કલાસરૂમમાં પણ સીસીટીવી મોનીટરીંગ સીસ્ટમ છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કંટ્રોલ રૂમ માંથી પણ સીસીટીવી દ્વારા સતત દરેક કેન્દ્ર પર વોચ રાખવામાં આવી રહી છે.જે કેન્દ્રો પર ચોરીની શક્યતાઓ લાગી રહી છે ત્યાં અમે ઓબ્ઝર્વ પણ મુકેલા છે.પ્રશ્ન પત્રના દરેક પેઈજ પણ કોડ સિસ્ટમ છે જેથી તેની ઝેરોક્ષ પણ થશે અને પકડાશે તો તુર્તજ ખ્યાલ આવી જશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.