59,171 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે: 194 કેન્દ્રો પરથી પરીક્ષા લેવાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 13મી ડીસેમ્બરથી સેમેસ્ટર -1ના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઇ રહી છે. જેમાં 59,171 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, 194 કેન્દ્રો પરથી પરીક્ષા લેવાશે. જોકે કેટલા ઓબ્ઝર્વર મૂકાશે તે હજુ પરીક્ષા નિયામકે નક્કી કર્યા નથી. આજ સાંજ સુધીમાં તમામ પરીક્ષા કેન્દ્રો પર ઓબ્ઝર્વરની નિમણુંક કરી દેવામાં આવશે તેમ પરીક્ષા નિયામકે જણાવ્યું હતું. જેમાં સેમ.1માં બી.કોમ રેગ્યુલરમાં 19,131, બીએસ.સીમાં 3415, બી.બી.એ.માં 4294, બી.આર.એસમાં 150, બી.જે.એમ.સી.માં 102, બી.સી.એ.માં 6,802, બી. એસસી,આઈ.ટી.માં 495, બી.એસ. ડબલ્યુ.માં 351. બી.એ.એલ.એલ.બી.માં એ.બી.એડ.માં 48, એમ.પી.એડ.માં 8, એમ.એ ઓલ રેગ્યુલરમાં 512, એમ. કોમ.રેગ્યુલરમાં 1,744, એમ.એસસી. એપ્લાયર્ડ ફીઝીક્સમાં 20, એમ.બી.એ. બિઝનેસ એન્ડ ફાઈનાન્સમાં 14, એમ. આર.એસ.માં 55. એમ.પી.એ.માં 6. એમ.એસસી.આઈ.ટી.માં 230, એમ. એસસી.ઓલમાં 507, એમ,એસસી. એચ.એસ.માં 36, એમ.એસ.ડબલ્યુ.માં 451, એમ.એલ.આઈ.બી.માં 13, એમ.જે.એમ.સીમાં 45, પી.જી.ડી.એમ.સી.માં 26, એલ.એલ.એમ.માં 28, એલ.એલ. એમ.એચ.આર.માં 36, પી.જી.ડી.એચ. 59, બી.એલ.આઈ.બી.માં 13, બી.એમ.માં 19, પી.જી.ડી.બી.એલ.માં 2, પીજીડીએક્સએઆઈએમ લોમાં 6, પી.જી.ડી.સી.એ.માં 58, પી.જી.ડી.સી.સી. માં 21 જયારે એમ.એસસી.એપ્લાયડ ફીઝીક્સ-સેમ.3માં 21, બી.એ.બી.એડ, સેમ.7માં 39, એમ.એડ.સેમ.1માં 360 અને બી.ડી.ઝાઈનમાં 10 વિદ્યાર્થી પરીક્ષા આપશે.