મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બેફામ વૃક્ષનું છેદન તસવીરમાં નજરે પડે છે. આ વૃક્ષ બીજે કયાંય નહીં પરંતુ જયાં વિદ્યાર્થીઓને વૃક્ષ ન કાપવા માટેની સલાહ આપવામાં આવતી હોય છે તેવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંકડાશાસ્ત્ર ભવનમાં જ બેફામ વૃક્ષનું છેદન થઈ રહ્યું છે.
આવા અવાર-નવાર વૃક્ષોના કટીંગથી માનવ સહિત અને જીવોનું અસ્તિત્વ જોખમાઈ રહ્યું છે. જે વિશ્ર્વ આખામાં ગંભીર સમસ્યા છે. રાજકોટમાં જરૂરીયાત કરતા ઘણા બધા વૃક્ષો ઓછા છે અને તેમાં પણ હાલ આડેધડ રીતે વૃક્ષો કપાઈ રહ્યાં છે. એ ગ્રેડ ધરાવતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવી સી ગ્રેડ કક્ષાની પ્રવૃતિ ચાલી રહી છે. જોકે યુનિવર્સિટીના એક પણ અધિકારીને આની જાણસુઘ્ધા પણ નથી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com