• નિશાન ચૂંક માફ, નહિ માફ નીચું નિશાન
  • મોટીવેશન સેમિનારમા શિક્ષણવિદ્ શૈલેષભાઇ સગણરીયાએ આપ્યું માર્ગદર્શન

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ભૌતિક શાસ્ત્ર ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને વિજ્ઞાન ગુર્જરી (વિજ્ઞાન ભારતીય ગુજરાત એકમ)ના સંયુકત ઉપક્રમે ખતભ ઓરીએન્ટેસન પ્રોગ્રામ 2024-25 ના ભાગરુપે નિશાનચૂક માફ નહિ, નહિ માફ નીચું નિશાન વિષય પર મોટીવેશનલ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભૌતિકશાસ્ત્ર ભવનમાં પ્રથમ વખત પ્રવેશ કરનાર સૌ વિદ્યાર્થીઓને ભવનનાં અઘ્યક્ષ પ્રોફેસર (ડો.) નિકેશ શાહે અવકાર્યા, તેમણે વિદ્યાર્થીઓને ભવનમાં ચાલતી વિવિધ પ્રવૃતિઓ જેમ કે સશોધનક્ષેત્રના આ ભવનની સિઘ્ધીઓ, સરકાર દ્વારા મળતી વિવિધ ગ્રાન્ટ જેમ કે ઉજઝ-ઋઈંજઝ  દ્વારા નવનમાં થતા કાર્યો, વિજ્ઞાન ગુર્જરી દ્વારા ચાલતા વિવિધ કાર્યકમો જેમ કે, સ્ટુડન્ટ ઇનોવેશન ફેસ્ટ વગેરેથી પરિચિત કરી આગળનાં અભ્યાસ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

વિદ્યાર્થીઓ પોતાના લક્ષ્યને વળગી સફળતાના ઉચ્ચ શિખરો સર કરે તેવા રસપ્રદ, પ્રેરક વિષય નિશાનચૂક માન નહિ, નહિ માફ નીચું નિશાન પર કાર્યક્રમના મુખ્ય વકતા શૈલેશભાઇ સગપરિયા એ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. શૈલેશભાઇ સગપરીયા જાણીતા લેખક, મોટીવેશનલ વકતા તથા પ્રાદેશિક તાલીમ કેન્દ્ર, સરકાર પટેલ ઇન્સ્ટિટયુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન રાજકોટના પૂર્વ નાયબ નિયામક છે.

આ કાર્યક્રમમાં તેમણે ભૌતિક શાસ્ત્ર ભવનમાં માસ્ટર અને પી.એચ.ડી. વિદ્યાર્થીઓને સુસુપ્ત અવસ્થામાંથી જગાડે એવું પ્રેરક વ્યાખ્યાન આપ્યું, તેમણે સફળતાના રહસ્યો હનુમંતજીના જીવન પ્રસંગોમાંથી શિખવ્યા.

રાજકોટ નજીક કુવાડવા ગામનો એક સામાન્ય પરિવારનો વિવેક પોપટ આજે બીએઆરસીમાં વૈજ્ઞાનિક છે. મોવિયા ગામનો એક છોકરો જે ભણવામાં પણ સામાન્ય હતો અને મહેનત કરી આજે જેની પોતાની કંપની છે. આવા ઉદાહરણોથી તેમણે વિદ્યાર્થીઓને આળસ ત્યજી અને ટેકનોલોજીનો વિવેક પૂર્ણ ઉપયોગ કરી સફળતા મેળવવાની પ્રેરણા આપી.

ડો. પિયુષ સોલંકી કે જેઓ ભૌતિક શાસ્ત્ર ભવન, સૌરાષ્ટ્ર યુનિ.માં આસિ. પ્રોેફેસર તરીકે ફરજ બજાવે છે. તેમણે ખતભ માં નવા પ્રવેશ પાત્ર વિદ્યાર્થીઓને ભૌતિક શાસ્ત્ર ભવન અને તેની કીર્તિ વિષય પર માર્ગદર્શન આપી વિદ્યાર્થીઓને ભૌતિક શાસ્ત્ર ભવન અને તેમાં ચાલતી વિવિધ પ્રવૃતિઓથી માહિતગાર કર્યા અંતે ડો. ડેવિડ ધ્રુવે ઉ5સ્થિત મહાનુભાવો, ભવનના પ્રાઘ્યાપકો, વિદ્યાર્થીઓનો આભાર વ્યકત કર્યો.

કાર્યક્રમની આયોજક સમીતીમાં પ્રો. નિકેશ શાહ, પ્રો. કે.બી. મોદી:, પ્રોે જે.એ. ભાલોડીયા, પ્રો. એચ.ઓ. જેઠવા, ડો. પિયુષ સોલંકી, ડો. ડેવિડ ધ્રુવ, ડો. મેઘા વાગડીયા રહેલા હતા. કાર્યક્રમનું સફળ સંતાલન કુમારી હિમિત્રી ત્રિવેદીએ અને ટેકનોલોજીનો સંચાલન ચિંતનભાઇ પંચાસરા, મયુરભાઇ પરમાર અને મેહુલભાઇ પરમારે સફળતાપૂર્વક કરેલ. કાર્યક્રમને સફળ બનાવવા વિરલભાઇ પરમાર, યોગેશભાઇ દેવમુરારી, દેવેન્દ્રભાઇ હસમુખભાઇ ત્રિવેદી, જીતેન્દ્રભાઇ જોશી વિગેરે એ જહેમત ઉઠાવી હતી.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.