સ્થાપક ઉપપ્રમુખ વી. એચ. જોષી, મંત્રી ઉપેન્દ્રભાઈ એન. પંડ્યા, કે. જી. રાઠોડ અને એન. એસ. ઉપાધ્યાય સીઝન સ્કેવર ચેરીટેબલ ટ્રસ્ટના અઘ્યક્ષ અજયભાઈ જોશીની પ્રેરક ઉપસ્થિતી
1972 માં સ્થપાયેલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી કો ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિ. 2022 માં તેનું ગોલ્ડન જયુબિલી વર્ષ ઊજવી રહી છે. તાજેતરમા યુનિવર્સીટી કર્મચારી કો -ઓપરેટીવ હાઉસિંગ સોસાઈટીની સ્થાપનાનું ગોલ્ડન જ્યુબીલી વર્ષની સંગીતમય ઉજવણીનું કરાઓકે મ્યુઝિક માટે વિખ્યાત “સુરનિધિ મ્યુઝિકલ ગ્રુપ ઓફ રાજકોટ” ના સંગીતના સથવારે સુંદર આયોજન કરવામાં આવ્યું. સુરનિધી મ્યુઝિકલ ગ્રુપ ઓફ રાજકોટના ફાઉન્ડર ડાયરેક્ટર અને કરાઓકે સિંગર અતુલભાઈ વી. જોષી, જગદીશભાઈ ભટ્ટ (એન્કર), સંજયભાઈ આર.પટેલ, જીગીસાબેન વી. રાવલ જેવા સુરીલા ગાયકોના સુમધુર સ્વરના સથવારે, સોસાયટીના પ્રમુખ પ્રો. જયદિપસિંહ ડોડીયાના અધ્યક્ષસ્થાને અને આર. કે. યુનિવર્સિટીના પ્રો. આનંદ એ. જોષી તથા માનવ અધિકારના ચીફ ઓફિસર પૃથ્વીસિંહ રાણા ના અતિથિવિશેષ પદે યોજાયેલ.
આ સોસાયટીના પ્રમુખ પ્રો.જયદીપસિંહ ડોડીયા, મંત્રી સાજી મેથ્યુ , સહમંત્રી અજયસિંહ પરમાર , સહમંત્રી રમેશભાઈ સભાયા તથા કારોબારી સભ્યો શૈલેષભાઇ પટેલ, જે. એમ. પંડિત, તૃપ્તિબેન ભરતભાઈ વાજા, સુકુમારન નાયર, તથા આ સોસાયટીના કલ્ચરલ ફોરમના અગ્રણીઓ ડો. સેજલબેન ભટ્ટ, ગીતાબેન ભરતભાઈ વાછાણી, રાગિણીબેન દિનેશભાઇ ભુવા, કાજલબેન જયુલભાઈ ખેરડીયા અને ડો. શિવાંગી નિલેશભાઇ માંડવીયાની જહેમતથી યુનિવર્સીટી રોડ, એફ. એસ. એલ. લેબોરેટરી પાછળના વિસ્તારમા રુદ્રમુખી હનુમાનજી મંદિરના પ્રાંગણમા આ ભવ્ય સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. કાર્યક્રમની શરુઆત સોસાયટીના સ્થાપક ઉપપ્રમુખ વી. એચ. જોષી, સ્થાપક મંત્રી ઉપેન્દ્રભાઈ એન. પંડ્યા, કે. જી . રાઠોડ, પ્રો હરિભાઈ કગથરા , ડી પી. ત્રિવેદી, એન. એસ. ઉપાધ્યાય તેમજ કારોબારી અને કલ્ચરલ ફોરમના સભ્યોના હસ્તે દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી. બહોળી સંખ્યામા યુનિવર્સીટી કર્મચારી સોસાયટીના રહેવાસી ભાઈઓ બહેનોએ આ સંગીતમય કાર્યક્રમ ઉત્સાહભેર માણ્યો હતો.
સમારોહના અઘ્યક્ષસ્થાનેથી બોલતા પ્રો. જયદીપસિહ ડોડિયાએ જણાવ્યુ હતુ કે સુરનિધિ મ્યુઝિકલ ગ્રુપ ઓફ રાજકોટ એ સુવિખ્યાત લોકજીભે ચડેલા સુરીલા જુના ફિલ્મી ગીતો નો કરાઓકે રસથાળ પીરસી રહેલું મ્યુઝિક ગ્રુપ છે. તેઓ એ કહ્યું કે આ ગ્રુપ ની વિશિષ્ઠતા એ છે કે તેઓ નાણા કમાવા કે વ્યવસાયી ઉદેશથી સ્ટેજ શો નથી કરતા.તેના દરેક સિંગર્સ પોતાપોતાના ક્ષેત્રના સફળ વ્યક્તિઓ છે. સંગીતના શોખને પૂર્ણ કરતા તેઓએ કરાઓકે ગીત સંગીત ના સ્ટેજ પ્રોગ્રામ થી જે રકમ મળે તેનો ઉપયોગ જીવદયા, અંધ-અપંગ કલ્યાણ, વૃદધોને સહાય, ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષણ સહાય જેવા સખાવતી ( ચેરિટી ) ના હેતુ માટે વાપરવા નો ઉમદા સંકલ્પ લીધો છે.આવા ઉમદા હેતુ થી કરાઓકે મ્યુઝિકના ક્ષેત્રમા કામ કરતુ આ સુરનિધિ મ્યુઝિકલ ગ્રુપ સમગ્ર ગુજરાત રાજ્યમા એક માત્ર અનોખું મ્યુઝિકલ ગ્રુપ છે.
સુરનિધિ મ્યુઝિકલ ગ્રુપ ઓફ રાજકોટના સ્થાપક પ્રોગ્રામ ડાયરેક્ટર અતુલભાઈ વી. જોષી સહીત તેની ટીમમા કાબેલ અને કેળવાયેલા ગાયકો છે.મ્યુઝિકને માધ્યમ બનાવી ને, નિસ્વાર્થ ભાવે કરાઓકેના ફેમિલી પ્રોગ્રામો અને સ્ટેજ કાર્યક્રમો યોજીને ગરીબ અને નબળા વર્ગ ના લોકોને સહયોગ માટે માનવીય અભિગમ સાથે ઉચ્ચ ધ્યેય ધરાવતું આ એક માત્ર કરાઓકે ગ્રુપ છે આપણાં ગોલ્ડન જયુબિલી વર્ષની ઉજવણીમાં આજનો આ કાર્યક્રમ યાદગાર બની રહેશે . ઉપસ્થિત હાઉસિંગ સોસાયટીના વરિષ્ઠ સભ્યો એવા ડો. અનામિક શાહ, ડો. દર્શન ભટ્ટ, પ્રો. પી.એચ. પરસાણીયા, પ્રો. હરિભાઈ કગથરા, ભરતભાઇ વાજા, ડી. પી. ત્રિવેદી , તૃપ્તિબેન ભરતભાઇ વાજા તથા શ્રી હસમુખભાઈ વી. જોષી વગેરે દ્વારા કલાકારોને મેમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આભારવિધિ કલ્ચરલ ફોરમના મેમ્બર ડો. શિવાંગી નિલેશભાઇ માંડવીયાયે કરી હતી.